SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનમાં વાદનું સ્થાન લેખક–મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય) જૈનદર્શનની કેસર અણહી જૈનદર્શન એ એક અને અવિભાજ્ય દર્શન છે; એની સુસંગત અને અબાધિત અનેકાન્ત તત્ત્વવ્યવસ્થા એ દર્શનને જગતનાં સૌ ઈતર દર્શનેની મોખરે રાખે છે. જનદર્શનની સ્યાદ્વાદ પ્રણાલિકાને કરાણે મૂકી જેઓ એ દર્શનની ઉપાસના કરવાની વાત કરે છે, વસ્તુતઃ તેઓ એ દર્શનને ઓળખી શકતા નથી, અને એટલે જ જૈનદર્શનની ઉપાસનાને નામે, એ દર્શનની અવિભાજ્યતાના મૂળમાં જ તેઓ ઘા કરે છે, અને એ દર્શનની તત્ત્વ વ્યવસ્થાને ખંડિત કરી, જૈનદર્શનના વર્ચસ્વથી તેઓ સદાય વંચિત જ રહે છે. કેમકે એકાન્તવાદનો આગ્રહ રાખી જૈનદર્શનની ઉપાસના એ પ્રાણવિહોણા કલેવરની જ પૂજના કહી શકાય. એટલે એકન્દરે જૈનદર્શનની સ્યા દ પૂર્વકની તત્ત્વવ્યવસ્થા; જિનદર્શનને સદાકાળ અનાગ્રહી રાખે છે. આ દર્શનમાં કઈ પણ વસ્તુતત્ત્વને એકાત આગ્રહ છે જ નહિ, પદાર્થોનું જેવું સ્વરૂપ સ્વાભાવિક રીત્યા અવસ્થિત છે તેને તે રીતિ અપક્ષપાત દષ્ટિએ સ્વીકાર કરવો એ જ જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી છે. એકદરે ત્રાજુભાવે સૌ કોઈને એ કબૂલવું પડે છે કે-જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન વિષેની જે નિરાગ્રહતા પૂર્વકની સૂક્ષ્મ છણાવટ, યોગ્ય વિમર્શન માટે વિચારોની આપ-લે તેમજ સત્ય વસ્તુ પરત્વેને નિર્ભિક આદરભાવ છે; તે ઈતર કઈ પણ આસ્તિક દર્શનમાં મળી શકે પ્રાયઃ અસંભાવ્ય છે. આ આકાશ જમીન જેટલું અન્તર, જૈન અને તદિતર દર્શનોનું અનાદિથી ચાલ્યું આવે છે. એટલે વાદને જેટલું મહત્ત્વનું સ્થાન આ અપક્ષપાતી જૈનદર્શનમાં મળ્યું છે તેવું માનભર્યું સ્થાન ભાગ્યે જ ઈતર દર્શનમાં હશે. બહુ દૂરને નહિ, પણ નજીક એટલે આશરે ૨૫૦૦ વર્ષના પ્રારંભથી કે અત્યાર સુધીને જૈન ઇતિહાસ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે “ ગમે તે મંતવ્યનું પ્રતિપાદન કરનાર, નિરાગ્રહ દશાવાળે સમર્થવાદી જ્યાં વાદ કરવાને ઉપસ્થિત થત, કે જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષ તે સામા વાદીના સઘળા સિદ્ધાન્ત અને દલીલને શાન્તિપૂર્વક, હૈયાની લાગણીને ખળભળાવ્યા વગર, ધ્યાનથી સાંભળી લેતા, અને યોગ્ય વિચારોની આપ-લે કરવા પૂર્વક, આંગણે ઉપસ્થિત વાદીને નિખાલસતા પૂર્વકના તત્વવિમર્શન માટેની યોગ્ય સામગ્રી પીરસતા કે જેના વેગે, સામો ધીર વાદી, એ સામગ્રીને ઉપયોગ કરીને સત્ય વસ્તુને સ્વીકાર કરી લેતે, માટે જ વાદીએ પણ નદર્શનના આઠ પ્રકારના પ્રભાવકોમાં એક પ્રભાવક તરીકે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy