SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ ચરમ સમયે મનુષ્યગતિ આદિ ખાર પ્રકૃત્તિ અને તીથ કર નામકર્મના ઉદય હાય તે તેર પ્રકૃતિએ ખપાવે છે. તેમના સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધ સિવાયના ઔયિકાદ ભાવા તથા ભવ્યત્વ યુગપત નિવન પામે છે. ઔદારિકાદિ ત્રણે શરી સર્વથા પ્રકારે તે સરે છે અને પછી અચિત્ત્વ શક્તિ વડે સમયાન્તરને કે પ્રદેશાન્તરને સ્પર્ષ્યા વિના એક જ સમયમાં સાકાર ઉપયોગે ઋજુશ્રેણી પામેલા આત્મા મેક્ષ સ્થાનમાં પહેોંચે છે. ત્યાં પહેલે સમયે સાકાર ઉપયોગ હોય છે અને બીજે સમયે અનાકાર ઉપયાગ હાય છે. એમ સમયે સમયે ઉપયોગની તરતમતા થયા કરે છે. આ પ્રમાણે ક્રમસર ઉપયાગ પ્રવર્તે તેનુ કારણ એ પ્રમાણેના જીવના સ્વભાવ જ છે. ૧અહિં. એક ત્રિશેષ શંકા સહજ ઉદ્ભવે છે. સિદ્ધદશા, સકલ કમ રહિત જીવ થાય ત્યારે પ્રાપ્ત થાય છે, અને સિદ્ધદશા પામે એટલે તરત જીવ મેક્ષ સ્થાનમાં જાય છે, એ આપણે જાણ્યું. પણ જ્યારે જીવ બિલકુલ કÖરહિત થઈ ગયા ત્યારે એને ગમનક્રિયા થવાનુ કારણુ કંઇ સમજાતું નથી. એ કાંઇક ઊણા સાત રાજચે કેમ ગમન કરે છે ? આને ઉત્તર એટલો જ છે કે આ પ્રમાણે થવામાં જીવને સ્વભાવ જ હેતુ છે. એ સ્વભાવ આપણી સમજમાં આવે તેટલા માટે શાસ્ત્રમાં તુંબડાનું, એરંડળનું, અગ્નિનું, ધૂમનું અને ધનુષમાંથી છોડેલા બાણુનું એમ જુદાં જુદાં પાંચ દૃષ્ટાંતા આપવામાં આવેલાં છે. (૧) જેમ માટીને લેપ દૂર થવાથી તુંબડાને અવશ્ય ઊર્ધ્વ ગતિભાવ થાય છે, અને તે નિશ્ચે અન્યથા નથી જતું, તેમ જળની સપાટીથી ઉપર પણ નથી જતું, તેવી રીતે કલેપ દૂર થવાથી સિદ્ધના ઊધ્વ ગતિભાવ થાય છે, અને અન્યથા ગતિ થતી નથી, તેમજ લેાકની ઉપર પણ ગતિ થતી નથી. (૨) એરંડાદિના ક્ળ ખધદ થવાથી પ્રેરાયેલા એકદમ ગતિમાન થાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધના છેદ થવાથી પ્રેરણા પામીને ગતિમાન થાય છે. (૩-૪) અગ્નિના અથવા ધૂમાડાના ઊર્ધ્વગતિ પરિણામ થાય છે, તેમ વિમુકત આત્માને પણ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ પરિણામ થાય છે. (૫) ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાએલું તીરનું ભિન્નદેશમાં ગમન થાય છે, તેમ કÖરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પણું પૂર્વપ્રયાગથી સિદ્ધની ગતિ થાય છે. વળી કુંભારનું ચક્ર ક્રિયાના હેતુ જે કુંભાર તે વિરમ્યા છતાં પણ પૂવ પ્રયોગથી સક્રિય-ક્રતું હાય છે તેમ મુતાત્માની પણ ગતિરૂપ ક્રિયા હોય છે. ૧ જીગ્મા વિ. આ. ગા. ૭૧૪૬ થી ૩૧૫૦ Jain Education International For Private & Personal Use Only ( ચાલુ ) www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy