SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૮) શ્રી વિમલવસહી(આબુ)ને પ્રતિષ્ઠપક કોણ? [૪૧] યદ્યપિ ખરતરગચ્છની કેટલીક પટ્ટાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીએ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવા માટે ઉપદેશ આપ્યાનું અને વિમલવસહિની પ્રતિષ્ઠા કર્યાનું લખેલું દષ્ટિગોચર થાય છે. પરતુ (૧) તે બધી પટ્ટાવલિઓ અર્વાચીન એટલે કે પંદરમી શતાબ્દી પછીની છે. અને અર્વાચીન ગ્રન્થકારે, ઘણી વખતે, પોતાના ગચ્છના મમત્વ ભાવને લઇને કે ગમે તે કારણે પોતાના ગચ્છના પૂર્વાચાર્યોને મહિમા વધારવા માટે પ્રાચીન કાળમાં થએલાં આવાં મહાન કાર્યો કે જેના પ્રતિષ્ઠાપકના ઉલ્લેખવાળા શિલાલેખો વગેરે નથી મળતું, તેવાં કાર્યો સાથે એમનું નામ જોડી દે છે એવું જોવામાં આવે છે. દાખલા તરીકે “અંચળગછીય મોટી પઢાવલિ” (ભાષાન્તર પૃષ્ઠ ૧૭૦)માં લખ્યું છે કે અંચળ ગચ્છાન્તર્ગત શ્રી શંખેશ્વરગચ્છની વલભી શાખાના શ્રીમાન સોમપ્રભસૂરિજીએ આબુ ઉપરના વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮માં કરી.” આમ અનેક ઉદાહરણે મળી શકે એમ છે. (૨) તેમજ “મહાજન વંશ મુકતાવલિમાં પં. રામલાલજી ગણિએ લખ્યું છે કે – બિકાનેર (રાજપુતાના)માં મહાત્માઓ (કુલગુરૂ) અને વહીવંચાઓએ શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું સ્વાગત ન કર્યું, એટલા માટે મંત્રી કર્મચંદ્રજીએ તેમના ચેપડા અને વંશાવળીને નાશ કરાવ્યું. અને પછી પટ્ટાવલિઓ વહી વાંચવાના ચેપડા વગેરે નવું કરાવ્યું. જે આ વાત સાચી હોય તે ખરતરગચ્છની પટ્ટાવલિયો ગુરુપરંપરાથી સાંભળવા પ્રમાણે અને દંતકથાઓને આધારે લખેલી માની શકાય. (૩) વળી તે પદાવલિમાં મતભેદ છે. કેઈમાં વિમલવસતિના મૂળ નાયકની મૂર્તિ વજની, કોઇમાં મણિની, કોઈમાં સેનાની અને કોઈમાં ધાતુની હોવાનું લખેલા છે. વળી કઈ કઈમાં તે વિમળ મંત્રીશ્વરને નવો જૈનધર્મી બનાવ્ય-અર્થાત જાણે તે પહેલાં ન હતો જ નહિ અને પાછળથી જૈન બનાવ્યો હોય એવો ભાસ કરાવ્યો છે. (૪) ખરતરગચ્છની અર્વાચીન પદાવલીઓ, ખરતર ગચ્છની પ્રશસ્તિઓ કે ખરતર ગચ્છીય શિલાલેખે સિવાય બીજા કોઈ પણ ગ્રન્થમાં કે શિલાલેખોમાં શ્રી વર્ધમાન સૂરિજીએ વિમલવસહી મંદિર બંધાવવા માટે ઉપદેશ કર્યાનું કે તેની પ્રતિષ્ઠા કરાવ્યાનું લખેલું હોય એવું મારા જોવામાં આવ્યું નથી. (૫) એક વાત એ પણ વિચારવા જેવી છે કે ખરતર ગચ્છીય પટ્ટાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીને શ્રીમાન ઉદ્યોતનસુરિજીના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. શ્રીમાન ઉધોતનસૂરિજીએ વિક્રમ સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રીમાન સર્વદેવસૂરિજી પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપીને વડગચ્છની સ્થાપના કરી એ વાત તે સ્પષ્ટ જ છે. છતાં ખરતર ગચ્છની માન્યતા પ્રમાણે શ્રીમાન ઉદ્યોતનસુરિજીએ પિતાની પાટે શ્રીમાન વર્ધમાનસૂરિજીને સ્થાપ્યાનું કદાચ માની લઇએ તે પણ તેઓ (વર્ધમાનસૂરિજી) વિ. સં. ૯૯૪માં પટ્ટધર આચાર્ય બન્યા પછી ૯૪ વર્ષ સુધી–અર્થાત વિ.સં. ૧૦૦૮માં વિમલ Jain Education Titemation આ સંબંધી એક લેખ “ઓસવાલસુધા' માં પ્રકટ થયા હતા. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy