SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ વસહિના જીર્ણોદ્ધારના વિ. સં. ૧૩૭૮ના લેખના વિવેચનમાં લખેલું; તેના આધારે મેં પણ મારા “આબુ' નામના પુસ્તકમાં વિમલવસહીને પ્રતિષ્ઠાપક તરીકે શ્રી વર્ધમાનસૂરિજીનું નામ લખ્યું છે. પરતુ પાછળથી બીજા ગ્રન્થ જોતાં એ પ્રમાણે લખવામાં મારી ભૂલ થઈ છે, એમ મને જણાયું છે. કારણ કે (૧) “વિમલ પ્રબધ” ખંડ નવમાં, કડી ૨૬૫૨૬. (ર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮ ); (૨) “વિમલ લઘુ પ્રબન્ધ” ખંડ ત્રીજે કડી ૮૨ ( કર્તા કવિ લાવણ્યસમય, રમ્ય સં. ૧૫૬૮); (૩) “હીરવિજપરિરાસ ” ( કર્તા કવિ ઋષભદાસ) આનંદ કાવ્ય મહેદધિ, મૌકિત પાચમું પૃષ્ઠ ૧૦૦ (૪) “તપાગચ્છની જુની પટ્ટાવલિ' ( જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડને મહાવીર અંક સચિત્ર સન ૧૯૫) વગેરે ગ્રન્થમાં વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મઘોષસૂરિજીએ કર્યાને ઉલ્લેખ છે. તેમજ (૧) “વિમલ ચરિત્ર” કે ૩૨૬ થી ૪૪૧ (કર્તા. ઉપાધ્યાય શ્રી ઇન્દ્રરંસગણિ, રચના સં. ૧૫૭૮); (૨) “વિમલ પ્રબ ” ખંડ ૬ તથા ૯ મે (કર્તા લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૩) વિમલ લધુ પ્રબન્ધ (કર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૪) “ઉપદેશ કલ્પવલી” પલ્લવ ૩૬, એક ૩૨૬ થી ૪૩૮ (કર્તા વાચક શ્રી ઈન્દ્રહંસગણુ રચના સં. ૧૫૫૫); (૫) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા પં. કુલ સારગણિ); (૬) “ઉપદેશ તરંગિણું” પૃષ્ઠ ૧૧ર-૧૧૩ (કર્તા શ્રી રત્નમંદિર ગણી, રચના સં. ૧૫૦૦ લગભગ); (૭) “પટ્ટાવલિ સમુચ્ચયંમાં ” શ્રી ગુરૂપટ્ટાવલિ પૃષ્ઠ ૧૬૮, ( ૧૮ મી શતાબ્દી), (૮) શ્રી હીરવિજયસૂરિ રાસ, ( કર્તા અષભદાસ) આનંદ કાવ્યમહેદધિ, મૌકિતક પાંચમું (પૃષ્ઠ ૯૬) (૯) “શ્રી અર્બુદગિરિતીર્થ સ્તવન” (કર્તા નયવિમળ, રચના સં. ૧૭૨૮) (૧૦) પં. શીલવિજયજી કૃત “પ્રા. ચીન તીર્થમાળા” કડી ૩૮, (રચના સં. ૧૭૪૬ ); (૧૧) શ્રીમાન વિજયવીરસરીશ્વરજી મહારાજના રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પટ્ટાવલિ વગેરે ગ્રન્થોમાં શ્રી વિમલ દંડનાયકને આબુ તીર્થને ઉદ્ધાર કરવા માટે શ્રીમાન ધર્મષસૂરિજીએ ઉપદેશ આપ્યાનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. જો કે ઉક્ત બધા ગ્રન્થ પંદરમી શતાબ્દી પછી બનેલા છે અને તેના લેખક તપાગચ્છીય છે. પરંતુ અહિં વિચારવાનું એ રહે છે કે કોઈ પણ લેખક પિતાના ગચ્છના પૂર્વ પુરૂષને મહિમા વધારવા માટે કદાચ અતિશયોકિતવાળું લખાણ કરે ! પરંતુ વિમલવસતિના પ્રતિષ્ઠાપક શ્રીમાન ધમધષસૂરિજી મહારાજ તપાગચ્છીય ન હતા, અથવા તે વિ. સં. ૧૯૪૮માં તપાગચ્છની ઉત્પત્તિ પણ થયેલી ન હતી. એટલે ઉપર્યુકત તપાગચ્છીય લેખકોએ ગ્રન્થના આધારે અને ગુરુપરંપરાથી સાંભળેલી વાતને નિષ્પક્ષપાતપણે લખેલી હેવાથી તે વધારે વિશ્વાસપાત્ર ગણી શકાય. ૧ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવાને ઉપદેશ શ્રીમાન ધમષસૂરિજીએ કરેલ હઈ “પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી હશે,” એમ સમજીને આ પ્રમાણે લખવામાં આવ્યું હશે એમ જણાય છે. in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy