SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] જેનદર્શનમાં માંસાહારની ભ્રમણા ૪િ૧૯) હતી. હે ગૌતમ ! મારું પ્રથમ ચોમાસું અસ્થિક ગામની નિશ્રાએ થયું અને બીજું ચોમાસું કરવા હું રાજગૃહી નગરીના નાલંદાપરામાં આવેલ વણકરની વણાટશાલામાં આવ્યું હતું. આ અવસરે ઉપર જણાવેલ મંખલિપુત્ર ગોશાલક પણ ત્યાં આવ્યા અને ચીજ વસ્તુ બાજુમાં મૂકી ગામમાં ભિક્ષાટન કરતે જગ્યા શોધવા લાગ્યો. છેવટે જગ્યા નહિ મળવાથી અમે હતા ત્યાં જ આવીને રહ્યા. આ દરમિયાન હે ગૌતમ ! હું પ્રથમ માસક્ષમણના પારણે ભિક્ષાર્થે વિજય નામના ગાથાપતિને ત્યાં ગયું. તેણે ઘણું જ આદરથી વહેરાવ્યું અને પંચ દિવ્ય પ્રગટ થયાં. લેકે વિજય ગાથાપતિની પ્રશંસા કરવા લાગ્યા. આ હકીકત ગોશાલકે જાણું અને જાતે જઈને પણ તપાસી. બાદમાં હે ગૌતમ ! મને આવીને કહ્યું કે-“હે ભગવાન! આપ મારા ધર્મ ગુરૂ છો અને હું આપનો શિષ્ય છું.” આ વાત મેં સ્વીકારી નહિ...યાવતું ચોમાસું પૂર્ણ થયે હું કલ્લાક સન્નિવેશમાં ગયે; પાછળ રહેલ ગોશાલકે મારી ઘણી શોધ કરી. છેવટે પિતાનાં લુગડાં, રાંધવાનાં ભાજને અને ચિત્રફલક વગેરે લોકોને આપી, દાઢી મુછ મુંડાવી, મને આવીને મળે. અને પ્રદક્ષિણા દઈ વંદન નમસ્કાર કરી કહેવા લાગ્યું કે “હે ભગવાન, આપ મારા ધર્મચાર્ય અને હું આપને અંતેવાસી છું.” હે ગૌતમ ! આ વાત મેં સ્વીકારી હતી. ત્યારબાદ મંલિ પુત્ર ગોશાલકની સાથે પ્રણીત ભૂમિમાં ૬ ચોમાસાં પસાર કર્યા હતાં. [ સંક્ષિપ્ત વર્ણન હોવાથી, અને સ્થાન અનિયત હોવાથી એક ચોમાસું અને તદુપરાંત બે માસ વજભૂમિમાં પસાર થઈ ગયા હતા. તેનો આ સ્થળમાં ઉલ્લેખ નથી છતાં પણ તે સમજી લેવાના છે. જુઓ કલ્પસુબાધિકા– " ततो वनभूम्यां बहष उपसर्गा इति कृत्वा नवमं वर्षा रात्रं तत्र कृतवान् , चातुर्मासिकतपश्च, अपरमपि मासद्वयं तत्रैव विहृतवान्, वसत्यभावाच नवमं वर्षारात्रमनियतमकार्षीत् " અર્થ–પ્રણીતભૂમિનાં છ માસ બાદ કઠિન કર્મો ખપાવા લાયક ઉપસર્ગો વજભૂમિમાં થશે, એમ સમજી પ્રભુ મહાવીરે નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું અને સાથોસાથ માસી તપ પણ કર્યો હતો. આ માસા ઉપરાંત પણ ભગવાન મહાવીર બે માસ ત્યાં જ વિચર્યા હતા. તથાવિધ સ્થાનના અભાવે નવમું મારું અનિયત થયું હતું.] હે ગૌતમ! એકદા મંલિ પુત્ર ગોશાલકની સાથે સિદ્ધાર્થ ગામથી કૂર્મગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં એક સ્થળે પત્રપુષ્પવાળો તલને છોડ જોઈને ગોશાલકે મને પૂછયું કે આ તલને છોડ નિષ્પન્ન થશે કે નહિ? અને આ તિલ પુષ્પના સાત જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે? આના જવાબમાં મેં જણાવ્યું જે નિષ્પન્ન થશે. અને તિલ પુષ્પના સાત છો મરીને આ જ તલના છોડની એક શિંગમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. આ વાતની ગોશાલકને શ્રદ્ધા ને થઈ અને મને પેટ ઠરાવવા ધીરેથી પાછલ રહી તે તલના છોડને ઉખેડી એક બાજુ મૂકી દીધું. ત્યારબાદ આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવ્યાં, વૃષ્ટિ થઈ, અને તે તલને છોડ પાછો ભૂમિમાં જામી ગયે. અને મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે તેની સ્થિતિ બની. હે ગૌતમ! એક વાર મંખલિપુત્ર ગોશાલકની સાથે મેં કુંડગામ તરફ વિહાર Jain Educatકર્યો. આ ગામની બહાર વૈશ્યાયન નામના બાલ તપસ્વીએ, મશ્કરી કરનાર ગોશાળા પર www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy