SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ અક૭ જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [૧૫] જાણવા, ૧. અષ્ટાદિ ઉગ્ર તપ, ૨. આત્મનિરપેક્ષ ઘેર તપ, ૩.વૃતાદિરસને ત્યાગ, અને ૪. સારાનરસા આહારમાં સમભાવ રાખવો. - જ્યારે જૈનમુનિઓને તપ ૧૨ પ્રકારનો છે, ત્યારે ઉપરને પાઠ આજીવિક સાધુએને ૪ પકારને તપ જણાવે છે. આ વાતને સહકાર આપતાં જુઓ ટીકાકાર મહારાજનાં વચને “માતાનાં તુ દાફા” જૈન મુનિઓને તે ૧૨ પ્રકાર તપ હેય છે. આ ઉપરથી સમજાશે કે ઉપરનો પાઠ જૈન સાધુ અને આજીવિક સાધુના તપની સમાનતા જણાવતે નથી, કિન્તુ એમ જણાવે છે કે જૈન સાધુઓ કરતાં આજીવિક સાધુઓને તપ અલ્પ પ્રકાર હોય છે. આ પ્રકારના પાઠ પકડીને જૈન જેટલું જ આજીવિક મતને સ્થાન આપવું તે આજીવિકા મતને આગળ લાવવાના સાહસનું પરિણામ છે. બૌદ્ધગ્રંથમાં ગોશાળ નગ્ન ફરી ટાઢ તડકા સહન કરતે એવા ઉલ્લેખ હોવાથી પ્રભુ મહાવીરની કેટીમાં તેને મૂકે તે પણ સાહસ છે. ભલે ગોશાલક નગ્ન ફરી ટાઢ તડકો સહન કરતો હોય, પરંતુ તેની પાછળ ભાવનાનું ચક્ર જુદુ હતું અને પ્રભુ મહાવીરની પાછી જુદુ હતું. મહત્ત્વ એ આંતરિક ગુણને અવલખનારી છે. કેવળ બાહ્ય વસ્તુને જ જો અવલખતી હેય તે કુતરાઓ પણ નગ્ન ફરી ટાઢ તડકો સહન કરે છે માટે તેને પણ મહત્ત્વનું સ્થાન આપવું પડશે. લેખકને ગોશાલાની જીવનકથામાં બૌદ્ધગ્રંથ જે પ્રમાણભૂત હોય તે નીચેના બૌદ્ધગ્રંથના પુરાવા પણ લેખકે ટાંકવા જોઈતા હતા. જુઓ બૌદ્ધગ્ર-અંગુત્તર નિકાયના પ્રથમ ભાગમાં મમ્મલિ વર્ગમાં નીચે પ્રમાણે છે – - “હે ભિક્ષુઓ, આ અવની ઉપર મિયાદષ્ટિ જે બીજો કોઈ અહિતકર પાપી નથી, મિથ્યાદષ્ટિ એ સર્વ પાપોમાં શિરોમણિ છે, કારણ કે તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ, આવા મિથ્યાદષ્ટિ ઘણું છે. પણ મેઘપુરૂષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર, હું બીજા કોઈને જેતે નથી. સમુદ્રમાંથી જાળ જેવી રીતે અનેક માછલીઓને દુઃખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે સંસારસાગરમાં મોધપુરૂષ (ભ્રામક–ખલ પુરૂષ) ગોશાલક અનેક જીવને ભ્રમમાં નાખીને દુ:ખદાયી અને અહિતકર નીવડે છે.” મનિઝમનિકોયમાં ગોશાળાના આચારના વર્ણનમાંને છેડે ભાગ– “સત્યક કહે છે કે હે ગૌતમ, કેટલાક માત્ર કાય ભાવનાને સેવે છે, ચિત્ત ભાવનાને નહિ. તે કોણ છે એમ બૌદ્ધ પૂછયું ત્યારે સત્યકે કહ્યું કે નંદવચ્છ કિસસંકિચ્ચ અને મખલિ ગોશાલક આજીવિકાચાર્યો અચેલક છે, આચારમુક્ત છે. ..સત્યકે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે બુદ્ધ પૂછ્યું કે હે સત્યક, શું તે લોકો આટલાથી જ સંતોષ પામે છે? સત્યકે જવાબમાં કહ્યું કે હે ગૌતમ, તેમ નથી. તેઓ પાછલથી ખુબ પ્રણીતરસ ભજન જમે છે તેથી તે લેકેની કાયા બળવાન અને ચરબીવાલી થાય છે.” આ રીતે બૌદ્ધ ગ્રંથનાં અન્ય વર્ણન છોડી મન ગમતી કઈક વાત લઈને તેને પર જે ઇમારત બાંધવી તેમાં બુદ્ધિ કેમ નિવાસ કરી શકે. ચતુર્થ સારાંશને જવાબ–તેજોલેસ્થાને અર્થ લખવામાં લેખકે ગમ્ભીર ભૂલ કરી છે. શરીરમાં કોઈ તેજનો ગોળો અલગ મૂકી રાખ્યા નથી કે જેને બહાર www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy