SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ અક૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [ ૧૭ ] વર્ણન આવે છે. તથા બેહ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક મહાવીરની જેમજ અવસ્ત્ર રહી ટાઢ તડકે સહન કરતે હતે. ૪ તેલેશ્યા–એટલે પિતાના શરીરમાંથી તેજને ગળે બહાર કાઢી સામા પર ફેંકી તેને બાળી દેવાનું સામર્થ્ય. ૫ શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે રહ્યા હતા. ૬ ગોશાલક મહાવીર પહેલાં જિન થયું હતું, અને મહાવીર પાછલથી જિન થયા હતા. ૭ મહાવીર પ્રભુને ગોશાલકના જિનપદમાં અને ગોશાલકને પ્રભુ મહાવીરના જિન પદમાં ખુલ્લે ખુલી શંકા હતી. પ્રથમ સારાંશને જવાબ-તીર્થંકર એ જૈનેનો ગુણ નિષ્પન્ન શબ્દ છે. એને અર્થ એવો થાય છે કે જે તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. હવે તીર્થ એટલે શું તે જાણવાનું બાકી રહે છે. આ બાબતમાં મહાપુરૂષે આ પ્રમાણે જણાવે છે. જેનાથી ભવસમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય છે. આવી વસ્તુ કઈ હોઈ શકે? જિનપ્રવચન. આ પ્રવચન નિરાધાર રહી શકતું નથી માટે તેના આધારભૂત પ્રથમ ગણધર યા ચતુર્વિધ સંધ પણ તીર્થ કહેવાય. આ રીતે બનેલા તીર્થકર નામને પરમાત્મા મહાવીરે યથાર્થ કરી બતાવ્યું હતું. પરંતુ ગોશાલક તીર્થકર હતો એ એક પણ ઉલ્લેખ જૈન સાહિત્ય આપી શકતું નથી. ઈતર સાહિત્ય જે આપી શકતું હોય તે તે વાત મૂલ પાઠ સાથે બહાર પાડવાની લેખકને જરૂરત છે. તથા ભગવતીજીમાં ગોશાલને પિતાના માટે જે જિન શબ્દ વાપર્યો હતો તે પણ ખેટે છે, એમ પ્રભુ મહાવીરે કહ્યું હતું. અને ગોશાલકે પણ પ્રાન્ત આજીવિક સમુદાય સમક્ષ કબુલ કર્યું હતું. આજીવિક મતના તીર્થકર થવાનું તે બાજુ પર રહે, પરંતુ આજીવિક મતના આદ્ય સંસ્થાપક તરીકેનો ગશીલાના જીવનમાં પ્રકાશ પાડતો એક પણ ઉલ્લેખ લેખક આપી શકેલ નથી. પાશ્ચાત્ય વિદ્વાન પણ બોદ્ધના “મઝિમનિકાય' નામના ગ્રંથને આધારે માને છે કે નન્દવચ્છ કિસસંકિચ્ચ, ગોશાલકની પહેલાંના આજીવિકા મતના ગુરૂ હતા. તથા ભગવતી સૂત્રમાં પણ આજીવિક સમયથી આત્માને ભાવનાર તરીકે ગોશાલાને ઓળખાવેલ છે, પરંતુ આજીવિક મતના સ્થાપક તરીકે નહિ. આ બાબતમાં હાલ એટલું કહી શકાય કે ગોશાલકે આજીવિકા મતના ગુરૂ તરીકેનો ભાગ ભજવ્યો હતો. અત એવા આજીવિક–એટલે ગોશાલક શિષ્ય કહી શકાય, પણ ગોશાલક શિષ્ય હોય તે જ આજીવિક છે તેમ નહિ. આજીવિક શબ્દનો અર્થ ગશાલક શિષ્ય સિવાય પણ છે એ વાત ભગવતી ટીકાકાર સ્પષ્ટ જણાવે છે. જુઓ તેમનાં વચનેआजीविका नाग्न्यधारिणो भिक्षुविशेषाः, गोशालकशिष्या इत्यन्ये । અર્થ-નમ ફરનાર એક જાતના ભિક્ષુકે આજીવિક કહેવાય છે. અન્ય ગોશાલના શિષ્ય એ અર્થ કરે છે. દ્વિતીય સારાંશને જવાબ–ગોશાલકને પ્રભુ મહાવીર સાથે ઝગડે થે હત એમ નહિ લખતાં પ્રભુ મહાવીરને શાલા સાથે ઝગડો થયો હતો એમ લખી, -Jain Education પ્રસ્તુત ઝાડામાં અગ્ર ભાગ ભજવવાનું સ્થાન પ્રભુ મહાવીરને સમર્પણ કરવા લેખક www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy