________________
અક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૫ ] ઓછી હિંસા સંભવી શકે. તેથી તેમણે ઠરાવ્યું કે અહિંસાનું મહાવ્રત ધારણ કરવા ઇચ્છનારે પ્રથમ તો ભિક્ષુક બનવું જોઈએ. અને ગૃહસ્થને ત્યાંથી માંગી આણેલી વસ્તુઓ વડે જ જીવવાનું સ્વીકારવું જોઈએ.”
એટલું જ નહિ પરંતુ તેઓ એમ પણ સ્વીકારે છે કે –
એકને ખભેથી ઉતરીને હિંસા બીજાને ખભે ન જાય, તેમ જ સાધુને એવી હિંસામાં કંઈ નિમિત્ત ન લાગે,” તેના માટે મહાવીરસ્વામીએ બતાવેલે ભિક્ષા વિધિ બહુ વિસ્તારથી બતાવીને એ પણ સ્પષ્ટ કર્યું છે કે- સાધુને માટે આધાર્મિક કે “દેશિક આહારને ત્યાગ મહાવીરસ્વામીએ બતાવ્યું છે.”
લેખક બરાબર સમજતા હોવા જોઈએ કે આટલી બધી વિસ્તૃત અને સખ્તમાં સખ્ત વિધિ બતાવવાનો ઉદ્દેશ એક જ છે કે, સાધુનું જીવન અહિંસક બન્યું રહે.
સૂત્રોમાં જ્યાં જ્યાં “માંસ’વાચી શબ્દો આવે છે, તે તે સ્થળે “વનસ્પતિ' વાચી શબ્દ હોવાનું કહેવા સામે તેમનો એ વિરોધ છે કે
જે તે શબ્દોથી વનસ્પતિને જ અર્થ અભિપ્રેત હતા તે ગ્રન્થકારે ખાવાની બાબતમાં “માંસ વાચી શબ્દો જાણી જોઈને વાપર્યા શા માટે?”
પરંતુ એ હું પહેલાં બતાવી ચૂક્યો છું કે જેને આપણે માંસ 'વાચી શબ્દો તરીકે જોઈએ છીએ, તે “વનપતિ' વાચી શબ્દો છે, અને તે વાત કોષથી, ટીકાથી અને અત્યારના વ્યવહારથી પણ કેટલાક ઉદાહરણો આપીને મેં સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તે સંબંધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી.
હવે લેખક, આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સુત્રોને ઇશારે કરીને બહુ કાંટાવાળું માછલું' કે “બહુ હાડકાવાળું માંસ' લેવાને નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ સિદ્ધ કરવા માગે છે કે તે વખતે સાધુઓ માંસવાળો આહાર લેતા હતા.
જે કે લેખક, તે પાઠો કે તે પ્રસંગ આપ્યા વિના ઈશારે કરે છે, પરંતુ આપણે તે પાઠાને સ્પષ્ટ રીતે જોઈ જઈએ, આચારાંગ સૂત્રનો પાઠ આ છે –
" से भिक्खु वा भिक्खुणी वा सेज पुण जाणेजा बहुअट्ठियं मंसं वा મછે વા વાર્થ ત્યાંથી લઈને–સંસ્ટાફ મંન મ મઘા ક્રિયાશું कंटए गहाय, सत्तमायाए एगंतमवक्कमेजा, अवक्कमेत्ता अहेरज्झामथं हिलंसि वा अधिरासिसि वा किट्टमासिसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पमन्जिय पमजिय तओ संजयामेव पमन्जिय पमन्जिय परिट्ठवेजा।
(બાબુવાળુ આચારાંગ સૂત્ર પૃ. ૮૧૮૨ ) આ જ પાઠને લગભગ મળતી દશવૈકાલિકની પણ નીચેની ગાથાઓ છે– बहुअट्टि पोग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिदुयं बिल्लं उच्छुखण्डं य संबलि ।। ७३ ।।
अप्पे सिआ भोयणजाए, बहुउज्झिय धम्मियं । latio देतिअं पडिआइक्रो से कप्पइ तारिसं ॥ ७४ ॥ अ. ५.
Jain Education International
www.jainelibrary.org