SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] ભગવાન સહાવીર અને માંસાહાર [ ૮૧] વિદ્વાન લેખક શ્રીયુત પટેલે “ભગવતીસૂત્ર'ના પંદરમા શતકમાં આવેલા ગશાળાના પ્રસંગને સૌથી પહેલાં હાથ ધર્યો છે. ગશાળાને અને ભગવાન મહાવીર સ્વામીનો સંબંધ ભગવતીના પંદરમા શતકને અનુસરે તેમણે વિસ્તારથી આલેખે છે. ગોશાળ મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીરના બે શિષ્યોને ગોશાળાએ તેજોલેસ્યાથી બાળી મૂક્યા અને પછી મહાવીરસ્વામી ઉપર તેલેસ્યા છેડી. એ તેજોલેસ્યા મહાવીરસ્વામીને કંઈ પણ અસર કરવાને બદલે તેમના ઉપર અફળાઈ ગોશાળા ઉપર પાછી પડી. ગોશાળાએ મહાવીરસ્વામીને કહ્યું “તું છ મહીનાને અને દાહની પીડાથી મરણ પામીશ.” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું “હું તે હજુ સોળ વરસ સુધી તીર્થંકરપણે વિચરીશ, પણ તું ત્યારે જ તેજથી પરાભવ પામીને સાત રાત્રિને અંતે મરીશ.” બરાબર ગોશાળ સાત રાત્રિએ મરી ગયો. મહાવીરસ્વામીને પેલી તેલેસ્યાની અસરથી મરડો થયો. સિંહ નામનો મહાવીરસ્વામીને શિષ્ય અણગાર ઘણે દુઃખી થયો. ભગવાને જ્ઞાનથી જઈ તેને પોતાની પાસે બેલાવી કહ્યું “ તું ચિન્તા કરીશ નહિ, હું હજુ સોળ વરસ જીવવાને છું.” તે પછી ભગવતી સત્રમાં આ પ્રમાણે પાઠ આવે છે-- " तत्थ णं रेवतीए गाहावइए मम अट्ठाए दुवे कपोयसरीरा उवक्खडिया तेहिं नो अठ्ठो अत्थि। से अण्णे पारियासिए मजारकडे कुक्कुडमसए તમrgifણ, તે ” | ઈત્યાદિ શ્રીયુત પટેલ ઉપર્યુક્ત પાઠન આમ અર્થ કરે છે-“(તું મેંઢીક ગામમાં રેવતી નામની બાઈ છે તેને ત્યાં જા) તેણે મારા માટે બે કબૂતર રાંધીને તૈયાર કર્યા છે. પણ તેને કહેજે કે મારે તેનું કામ નથી. પણ ગઈ કાલે બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ તે તૈયાર કર્યું છે તે આપ.” આમાં જે વિવાદગ્રસ્ત શબ્દો છે તે આ છે –“ જાય ” “મા ” “દહનg” આ શબ્દોના અર્થો શ્રી પટેલ અનુક્રમે આમ કરે છે-“બે કપત (કબૂતર) ના શરીર” “બિલાડ મારેલ” “કુકડાનું માંસ ” આ અર્થ કરીને તેઓ બતાવવા ચાહે છે કે:-“મહાવીરસ્વામીએ તેજેસ્થાની ગરમીથી થએલી મરડાની બિમારીમાં બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ ખાધું હતું.” ઉપરના શબ્દોનો જે અર્થ તેઓ કરે છે “તે સિવાય બીજો કોઈ અર્થ કોષમાં થતું નથી” એમ તેઓ જણાવે છે. મને લાગે છે કે આ લેખકે જના કોષ તરફ ધ્યાન આપ્યું લાગતું નથી. હું એમનું અને બીજા વાચકોનું ધ્યાન ખેંચું છું કે જૂના કેમાં આવા પ્રાણવાચક દેખાતા અનેક શબ્દ વનસ્પતિવાચક શબ્દોમાં વપરાએલ આવે છે. નિર્ણયસાગર પ્રેસમાં પ્રકાશિત “અભિધાનસંગ્રહ” નામના સંગ્રહમાં નિઘંટ નામને કષ છપાયો છે તેના ૧૩૯ અને ૧૪૦મા શ્લોકમાં આ શબ્દો છે-- " पारावते तु साराम्लो रक्तमाल : परावतः। आखेतः सारफलो महापारावतो महान् ॥ For Private univeતુચા .. www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy