SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફાયદો થાય છે કે? જે કંઈ પણ ફાયદો ન થતો હોય બકે સમાજમાં નિરર્થક કોલાહલ ઉત્પન્ન થતો હોય, લોકોનાં દિલ દુભાતાં હોય અને તેની સાથે જ સાથે લોકોમાં ગેરસમજુતિ ઊભી થતી હોય તે એવી પ્રવૃત્તિ ન કરવી, એ જ વધારે શ્રેયસ્કર છે. જૈન સૂત્રોમાં માસાહારનું વિધાન છે કે કેમ? અથવા મહાવીર સ્વામી અને તેમના સાધુઓ માંસાહાર કરતા હતા કે કેમ એ તો એમના જીવન ઉપરથી, તેમનાં સૂત્ર ઉપરથી, સૂત્રોની ટીકાઓ ઉપરથી અને પચ્ચીસ સો વર્ષથી ચાલ્યા આવતા રિવાજે ઉપરથી બિલકુલ સ્પષ્ટ સમજાય તેમ છે; છતાં તે વસ્તુને એક જુદા જ આકારમાં મૂકી કોલાહલ ઉત્પન્ન કરે એમાં શું હેતુ હવે જોઈએ ? અથવા એનાથી શું ફાયદો થતો હોવો જોઈએ એ નથી સમજાતું. અત્યારે તો મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરના એ અહિંસાવાદને રાષ્ટ્રીય પ્રવૃત્તિનું મધ્ય બિંદુ બનાવ્યું છે, અને હિન્દુસ્તાન જ નહિ, દુનિયાના દેશો તેની તરફ મીટ માંડી રહ્યા છે અને અનુકરણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં “મહાવીરસ્વામીએ માંસાહાર લીધો હતો,” “તેમના સાધુઓ પણ માંસ લેતા હતા,” “વનસ્પતિ આહારમાં અને માંસાહારમાં સરખી જ હિંસા છે,” ઈત્યાદિ જાહેર કરવું અને તે પણ સુત્રોની આડમાં ઉભા રહીને જાહેર કરવું એ ક્યાં સુધી ઉચિત છે એનો વિચાર કરવો ઘટે છે. - “સૂત્રોના અનુવાદ કરતાં, પ્રસંગ આવે અમારે તે તે શબ્દના સ્પષ્ટ અર્થ કરવા જોઈએ" એવો જે બચાવ કરવામાં આવતો હોય તો તે પણ લૂલે છે. જૈન સૂત્ર, ટીકા સિવાય આજનો કોઈ પણ વિદ્વાન સંપૂર્ણ રીતે, સ્પષ્ટ લગાવી શકે-એન પૂરેપૂરે અર્થ કાઢી શકે–એ અશકય છે. સુત્રોના ભાષાન્તરકારો કે વ્યાખ્યાનકાશે. ટીકાનો આશ્રય જરૂર લેશે, અને એ આશ્રય લેતાં કઈ પણ ભાષાંતરકાર કે વ્યાખ્યાનકારને કબૂલવું પડશે કે જૈન સુત્રોમાં જે જે શબ્દોનો બાહ્ય દષ્ટિએ અમુક અમુક જાનવરોને અર્થ કાઢી શકીએ છીએ, તે અર્થ નથી. આ વાતનું સ્પષ્ટીકરણ હમણાં હું આગળ કરીશ. થોડાં વર્ષો ઉપર પુરાતત્તવ મંદિર’ અહમદાવાદથી પ્રગટ થતા “પુરાતવ' ના ત્રીજા પુસ્તકના ચોથા અંકમાં અધ્યાપક ધર્માનંદ કૌસંબીને માંસાહાર' સંબંધી એક લેખ પ્રકટ થયો હતો. તે લેખમાં તેમણે એ બતાવવા પ્રયત્ન કર્યો હતે. કે “બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધ ભિક્ષુક માંસાહાર કરતા હતા તેમ શ્રમણો (જૈન સાધુઓ) પણ કરતા હતા ” હમણાં “પ્રસ્થાન' માસિકના ચૌદમા વર્ષના પહેલા અંકમાં ગોપાળદાસ જીવાભાઈ પટેલ નામના વિદ્વાને “ શ્રી મહાવીર સ્વામીને માંસાહાર ” એ નામને લેખ લખ્યો છે. તેમાં તેમણે પણ એ બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે કે “મહાવીરવામીએ માંસાહાર કર્યો હતો અને જૈન સૂત્રમાં તેની સાબિતી મળે છે.” લેખકના આ લેખનું જરા સ્પષ્ટતાથી અવલોકન કરવું, એ મારી આ પ્રવૃત્તિને ઉદ્દેશ છે, અને તે એટલા માટે કે લેક ગેરસમજુતિમાં ન પડે. & Personal Use Only www.jainelibrary.org Jain Education international
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy