SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧]. શ્રીનબરકાર મહામંત્રન્નાહાન્ય [૩૫૫ 1 પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મન છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે. તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલો ચાર પ્રકારનાં અઘાતિ કર્મોને નાશ કરનાર છે. આ રીતે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે. વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરાતી પૂજા) તથા સત્કાર (અભ્યત્થાનાદિથી કરાતે આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ ગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે. ઈન્ટે કરેલી અશકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે. અરહંત ભગવાન સર્વશ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાને અભાવ હેઈ રહસ' (એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિને) જેમને નથી, અર્થાત્ જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઈ શકે છે તેથી તેમને અરહંત (અરહેત્તર ) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં અન્ય વ્યંગનાહ્ય ૮-૧-૧૧ એ સૂત્રથી જઇને જૂ અને તને શું લેપાઈ જાય છે.) વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અરથાન્ત એવું પણ રૂપ થઈ શકે. એમ થાય ત્યારે જેને સકલ પરિગ્રહો પલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળો અન્ત (વિનાશ ) નથી તે અર્થ સમજાય. ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસકિત રાખતા નથી તે અર્થ પણ થઈ શકે. (દુ ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અહત એટલે આસકિત તરફ ગમન નહિ કરનાર થાય છે.) વળી અરહન્ત શબ્દનું “અરહયત’ એવું રૂપ પણ થઈ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોહર અને અન્ય વિષયનો સંબંધ થવા છતાં પણ જે પોતાના વીતરાગતારૂપ રવભાવને ત્યાગતા નથી-છોડતા નથી એમ અર્થ થાય ( ધાતુ ૧ભા ગણને છે તેનો અર્થ “ત્યાગ કરવો’ એ થાય છે.) અરહંત એ પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂ૫ અરેહત થાય. કર્મબી જ ક્ષય થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી અર્થાત્ જેને ફરી જન્મવું નથી એવો અથ તે વખતે કરાય. આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઈ અને અરિહંત ભગવાન નમસ્કારને યોગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઈએ. ૧ જુઓ આ. ગા. ૨૦ ૨ જુઓ આ. ગા. ૯૨૧ Jain Education Internal 1198219 11 bloor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy