________________
[૫૪]
શ્રી જન સત્ય પ્રકાશ
=
=
=
==
પુરૂષ તે પાર્શ્વસ્થ (પાસથ્થા) આદિ અકલ્યાણ મિત્ર, સાથિઓ તે સાધુઓ, દવાગ્નિ તે ક્રોધાદિ કષાય, ફળ તે વિષયો, બાવીસ પિશાચે તે બાવીસ પરિસહ, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયાણ તે નિત્ય ઉધમ, બે પ્રહરમાં સ્વાધ્યાય, અને નગરે પહોંચ્યા એટલે મેક્ષ સુખ પામ્યા. આ દષ્ટાંતમાં ઇસિતનગરે જવાની ઈચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પિતાનો ઉપકાર માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મેક્ષાથીઓએ પણું અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો એગ્ય છે. અરિહંત ભગવંતએ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગ જ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જા, અને ચરણ કરણથી તે માર્ગ સેવ્યો એટલું જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર અટવીમાં તે માર્ગ બતાવ્યું, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે.
"જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નૌકામાં બેસાડીને સિદ્ધિપત્તનમાં પહોંચાડતા હેવાથી તેમને બીજી નિર્ધામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારણ કે જેમ વાળી પિતાને પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વણ અને પાણીને જથ્થો હોય તેવા વનમાં તેને લઈ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાપ, જીનું મરણાદિ ભયથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ 1નમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લેકમાં શ્રેષ્ઠ હેવાથી અરિહંત ભગવાને નમસ્કારને લાયક ગણાય છે.
આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણાઈ આવે છે. અરિહંત ભગવાન કુપ્રવચનમાં આસકિતરૂપ દષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસકિત રૂપ વિષયરોગ, અને પુત્રાદિકમાં આસક્તિરૂપ નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દેશને, ધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયને, પાંચ પ્રકારની ઈન્દ્રિયને, જૈન માર્ગથી ચુત ન થવાય અને વિશેષ નિ થાય તેટલા માટે સાધુએ સહન કરવા ગ્ય સુધા આદિ બાવીસ પરિષહેને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વશ કરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે.
આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની યોગ્યતા આપણે કંઈક અંશે જાણી. અરહિંત શબ્દનો અર્થ પણ ઘણે સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત (૨) અરહંત અને (૩) અરહંત. સંસ્કૃત ભાષાને “અહંત' શબ્દ તેના પ્રાકૃત ભાષામાં આ ત્રણે રૂપે થઈ શકે છે. (સિદ્ધ છે. ૮-૨-૧૧૧) એ ત્રણેના અર્થ આપણે વિચારીએ.
ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક માનસિક અને ઉભયરૂપ-એ ત્રણ
૧ જુએ આ. ગા ૯૧૨ થી ૧૪ ૨ જુઓ આ. ગા. ૯૧૫ ૯૧૭ ૩ જુઓ વિ આ. ગા. ૨૯૬૦ અને ૧૯૭૯
1 જાઓ માં બા. ૧૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org