SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ અંક મી નમસ્કાર મહામશ-માહાભ્ય [૫૩] શકતા નથી. આ માર્ગમાં ઘણું મનહર વૃક્ષે આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જે વિશ્રાન્તિ લેવી હોય તે સુકાઈ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડ નીચે બે ઘડી લેવી, બીજા ભાગમાં રહેલા મનહર રૂપવાળા ઘણાં પુરૂષો મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારાને બોલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઈએ છીએ, માટે અમારે સાથ કરે, પણ તેઓનું વચન સાંભળવું નહિ. પિતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિર્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલો છે, તે અપ્રમત્ત થઈ બુઝવી નાંખવો જોઈએ. જે તે બુઝાવવામાં ન આવે તે નકકી બાળી નાંખે છે. ઉંચા કઠીણ પહાડો ઉપયોગ રાખીને ઓળંગવા. જે તે નહિ ઓળંગાય તે જરૂર મરણ થાય. વળી મોટી ગાઢી વેશભાળ જલ્દીથી ઓળંગી દેવી જોઈએ. ત્યાં સ્થિત થવાથી ઘણું દોષો થાય છે. પછી એક નાને ખાડે આવે છે, તેની સામે મરથ નામને બ્રાહ્મણ હમેશ બેઠેલો હોય છે. તે વટેમાર્ગુઓને કહે છે કે જરા આ ખાડાને પૂરતા જાઓ. તેનું વચન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડે પર નહિ. તે ખાડાને પૂરવા માંડે તે તે માટે મોટે થતો જાય છે, અને રસ્તાઓ બંધ થઈ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપના કિપાકનાં દિવ્ય ફળો હોય છે, તે જેવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીસ પિશાચ ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તેઓને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવે; અને તે પણ રસ વગરનું અને દુર્લભ હોય છે. પ્રયાણ તે કોઈ વખતે બંધ રાખવું નહિ, હમેંશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફકત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તે ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તે હે દેવાનું પ્રિય ! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કે પ્રકારને સંતાપ હોતું નથી. આ પ્રમાણે તે સાર્થવાહે કહ્યું એટલે તેની સાથે સરલ ભાર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યા. આગળ જઈ માર્ગને સર કરે છે અને શિલા વગેરેમાં માર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરે લખે છે. આ પ્રમાણે જે તેની દેરવણી પ્રમાણે વર્યાં તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેમાં તેણે કરેલા લખાણ પ્રમાણે રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તેમ વલ્ય નહેતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીન માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કર્યું. આ ઉદાહરણને ઉપનય આપણે ભાવ અટવીને માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણુ. સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાન, ઉષણને સ્થાને ધર્મક્યા, તટિક કાપડીઆ આદિને સ્થાને છે, અટવીને સ્થાને સંસાર, જજુમાર્ગ તે સાધુ માર્ગ, બીજે વક્રમાર્ગ તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મોક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દ્વેષ, મનહર વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસત રહેવાનાં સ્થાન, સૂકાંપીળાં પાતરાવાળાં વૃક્ષો તે Aai Sતા અનવલ (પા પોહત) રહેવાનાં સ્થાને, ભાગની બાજુમાં રહેલા મીઠા વચનથી બોલાવનારinelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy