SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ તાંબાની ખાણે હતી એમ તે હીરસૌભાગ્ય કાવ્યમાં પણ લખ્યું છે. જે હું આગળ હીરસૌભાગ્યમાંના એકની ટીકામાંથી રજુ કરી ગયો છું. ત્યાં તાબ્રાળાં રાજા - ઉષત્તિ લખ્યું છે, અર્થાત વૈરાટમાં તાંબાની ખાણ હતી અને તેને અધિપતિ ઇન્દ્રરાજ હતું. આજે પણ આ પ્રદેશમાં પહાડો લાલ, રેતી પણ લાલ અને જમીન પણ લાલ-તાંબાના રંગની જ છે. એટલે આ કથન સર્વીશે સત્ય છે. તેમજ તાંબાને કચરો પણ ચોતરફ ફેંકાયેલે ઢગના ઢગ રૂપે વિદ્યમાન છે. ૪ પછી ઈન્દ્રરાજના કુટુમ્બને ઇતિહાસ શરૂ થાય છે. ૫ આમાં ઈન્દ્રરાજના પિતા સંધપતિ ભારમલ્લને અકબરના મહેસુલી ખાતાના મુખ્ય અધિકારી કેડરમલ્લે બહુ માન આપ્યું હતું, અનેક ગામોનો ઉપરી બનાવ્યું હતું. અને અધિકારીપદે સ્થાપેલ હતો. સંધપતિ ભારમલ્લે પણ પોતાના તાબાની પ્રજાનું પાલન સુંદર રીતે કર્યું હતું. ૬ સં. ઈન્દ્રરાજને પણ પિતાના પિતાને અધિકાર મળ્યો હતો, વરાટને સુબો ઈન્દ્રરાજ હતો. એટલે જ હીરસૌભાગ્યકારે ઈન્દ્રરાજને પાંચસો ગામોને ઉપરીસામન્ત વર્ણવ્યો છે. તેમ જ અનેક હાથી ઘેડાને ઉપરી, ખાણોનો માલિક જણવ્યો છે. આ બધું જોતાં એમ લાગે છે કે સઘપતિ ભારમલ અને તેનો પુત્ર ઇન્દ્રરાજ, મેવાત પ્રદેશના ઉપરી-સુબા હશે. કારણ કે તેને વૈભવ એનું મહત્ત્વનું સ્થાન સૂચવે છે. વળી આ સ્થાન બાદશાહ અકબર જ્યાં વધુ રહેતા હતા તે ફતેહપુર -સીદીથી નજીક છે એટલે જોખમદારી ભર્યું અને મહત્ત્વનું પણ પૂરેપૂરું હશે. અહીંના અધિકારીને વ્યવસ્થા માટે સદાય સાવચેત રહેવું પડતું હશે. આ પ્રદેશ સદાય બંડખોર રહ્યો છે. આજે પણ એ જ દશા છે. એટલે શાંત, અને પ્રજાને પ્રેમ છતી ભે તેવા વ્યવસ્થાપક સિવાય પ્રજાપ્રેમી અને રાજ્યમાન્ય બનવું મુશ્કેલ જ હતું, પરંતુ પિતા પુત્ર આ ગુણથી બરાબર વિભૂષિત હતા જેથી આ મહત્ત્વનું સ્થાન બરાબર જાળવ્યું હતું, ૭ ઇન્દ્રરાજે વૈરાટમાં જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો તેનું એક નામ ઇન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું. ઈનરાજે પિતાના નામથી બનાવેલ આ જિનમંદિર ખરેખર ઈન્દ્રવિહાર નામને સર્વથા સાર્થક કરતું હતું. અને મહદયપ્રાસાદ પણ વૈરાટને મહાય કરનાર જ હતો. ૮ આમાં શ્રી હીરવિજયસૂરિજીની શ્રી હેમવિમલસૂરિજીથી પદપરંપરા આપી છે. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પટ્ટધર મહાન સાધુ માર્ગક્રિોદ્ધારક શ્રી આણુંવિમલસૂરિજી મહારાજ થયા. તેમના પાટ ઉપર મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા અને તેમની પાટ ઉપર સુર્યસમાન દેદીપ્યમાન, પરમખાભાવિક અને પિતાની વિદ્વત્તાથી મોગલ સમ્રાટ અકબરપ્રતિબંધક તેમજ તેની પાસેથી અહિંસાનાં ફરમાને, પુસ્તક ભંડાર અને બંદિમોચન આદિ શુભ કાર્યો કરાવનાર અને જગદગુરૂના બિરૂદથી અલંકૃત શ્રી. હીવજયસુરિજી થયા છે. તે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy