SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧] શ્રી જિન સત્ય પ્રકાશ જીર્ણોદ્ધારના કામ અંગે ઉખાડવામાં આવી ત્યારે તેની નીચેથી એક તાંબાનું લગભગ છ-સાત ચોરસ ઇંચનું પતરું નીકળ્યું હતું. આ પતરા ઉપર કેટલાક મંત્રાક્ષરો તેમજ ઘંટાકર્ણ મંત્ર વગેરે લખેલ હતું. શ્રી સેમસુંદરસૂરિજી મહારાજને સમય તેમજ તેની આસપાસને ચૌદમી પંદરમી શતાબ્દીને સમય મંત્રવિદ્યાના મધ્યાહન સમય જે હતે. એટલે સંભવ છે કે શ્રી સંઘના કલ્યાણ વગેરેના નિમિત્તે મંત્રાક્ષરોથી ભરેલું આ યંત્ર ચંદ્રપ્રભસ્વામીના બિંબની ગાદી નીચે મૂકવામાં આવ્યું હોય. આ નવી પ્રતિષ્ઠા વખતે એ યંત્ર પાછું પ્રભુજીની ગાદીની નીચે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે એ યંત્ર ગાદીની નીચે મૂકવા પહેલાં તેની છબી લઈ લેવામાં આવી છે તે સારું થયું છે. આની છબીની એક નકલ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે મેં જોઈ હતી. એક સ્ફટિકમય જિનબિંબના ઈતિહાસ પિત્તલમય પરિકરમાં સચવાયાની બીના જેમ નવી છે તેમ ગાદી નીચેથી યંત્ર નીકળ્યાની બીના પણ નવી જણાય છે. આ રીતે આ જિનબિંબમાં અનેક વિશેષતાઓ રહેલી છે? આ નવી પ્રતિષ્ઠા સંવત ૧૫ના માગસર સુદી દશમ ને શનિવાર તારિખ ૨–૧૨–૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળમાં દસ ને સત્તર મીનીટે કરવામાં આવી હતી. આ નવી પ્રતિષ્ઠાને લગતે શિલાલેખ જ્યારે આ દેરાસરમાં લગાડવામાં આવે ત્યારે તે જ શિલાલેખમાં એગ્ય સ્થળે, મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સ્ફટિકમય બિંબ અંગેની જે કંઈ હકીકત પિત્તલમય પરિકર ઉપર લખવામાં આવી હતી તે અક્ષરશઃ મૂકવામાં આવે એવી મેં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજીને વિનંતી કરી હતી, જે તેમને પસંદ પડી હતી. તેમજ ત્યાંના જેનભાઈઓને પણ આ માટે ભારપૂર્વક કહ્યું હતું. કારણ કે હવે એ પિત્તમય પરિકર એ સ્ફટિકમય બિંબથી છુટું પડી ગયું છે એટલે કાળાંતરે એ ક્યાં જાય એ કેણ કહી શકે? અને કેવળ આપણી બેકાળજીના પરિણામે આ પ્રતિમાને આવો સુંદર ઈતિહાસ અંધારામાં ધકેલાઈ જાય એ પણ કેણ ઇચછે? ઈતિહાસના રક્ષણ તરફ ઉદાસીન રહીને આપણે ઘણું નુકસાન ઉઠાવ્યું છે. હવે એ ઉદાસીનતા તજીને ભવિષ્યમાં આપણે ઈતિહાસ બને તેટલો સત્ય અને નિર્ભેળ જળવાઈ રહે એ માટે આપણે દરેક પ્રયત્ન કરવો જોઈએ. મને આશા છે કે ખંભાતના જૈનભાઈઓએ જરૂર આ સૂચનાને અમલ કર્યો હશે અથવા તત્કાળ કરશે! ૧૨-૧૨-૩૮ www.jainelibrary.or For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy