SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] સરાક જાતિ [૨૭] યવન રાજ્યકાળમાં કલિંગમાં જૈનધર્મ ઇ. સ. પૂર્વે ૮૫૦ માં થઈ ગએલ નિગ્રંથ પાર્શ્વ જ્યારે કુમારદશામાં હતા તે સમયે રાજ્યકારણને લઈને તેમણે કલિંગના યવન રાજા સામે ચઢાઈ કરેલ અને જય મેળવેલ. કુમાર પાસે દીક્ષા અંગીકાર કર્યા પછી તેમના વિહાર પૈકીનું એક ચતું માસ કલિંગમાં થએલ તે પરથી હેજે જાણી શકાય છે કે-તેમના સમયમાં જૈનધર્મને પ્રચાર આ પ્રદેશમાં થઇ ગએલ હોવું જોઈએ. (જુઓ. ભાવ દેવસૂરિકૃત “ પાર્શ્વનાથ ચરિત્ર.') . સ. પૂર્વે ૬૦૦ માં થઈ ગએલ જૈનશ્રમણ મહાવીરને ધર્મોપદેશ આ ભૂમિ પર સારા પ્રમાણમાં થએલ. તેમ અહિંસાના ઉપદેશથી અહી ની પ્રજામાં જૈનમેં સજજડ મૂળ રોપ્યાં હતાં. શિશુનાગવંશના રાજ્યકાળથી માંડી મૌર્ય અને ચેદીવંશના શાસનમાં આ પ્રદેશમાં જૈનધર્મ ઉન્નતિ પર હતા. સકળ હિંદમાં જૈનોના કેન્દ્રસ્થાનની ગણના આ પ્રદેશમાં થતી, તેમ જૈનશ્રમણ મહટી સંખ્યામાં આ પ્રદેશમાં વિહાર કરતા. ખંડગિરિ પર્વત પરની હાથીગુફામાં એક પુરાતન શિલાલેખ છેતરાએલ છે. તેમાં જણાવેલ છે કે-મહારાજા ખારવેલના રાજ્યગાદીના ચોથા વર્ષે એક જુનું ચય તેણે સમરાવ્યું. તેમાં છત્ર તેમજ કલશો આણી આપ્યાં. કહે છે કે-રાષ્ટ્રિય અને ભેજકે તેમ તેના ખંડીઆ રાજાઓમાં ત્રિરત્ન ( જ્ઞાન, દર્શન અને ચારિત્ર) માં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે તેણે આ પ્રમાણે કર્યું હતું. આ પરથી એમ જણાઈ આવે છે કે- કલિંગના પહેલા રાજાઓના સમયમાં આ ચૈત્ય બનાવેલ હતું. તેમ તેના ખંડઆ રાજાઓમાં જૈનધર્મને પ્રચાર કરેલ. મૌર્યવંશીય મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યકાળથી તે મહારાજા દશરથ અને સંપત્તિન રાજ્યશાસનમાં જૈનધર્મ આ પ્રદેશમાં ઉન્નતિ પર હતા. દરમ્યાન ઈ. સ. પૂર્વે ૨૬૧ માં સમ્રાટ અશોકના કલિંગના વિજય પછી ઓરિસ્સા (કલિંગને પ્રદેશ) પિતાના રાજ્ય સાથે જોડી દીધેલ. મૌર્યયુગમાં સમ્રાટ અશે કે શાકયમુનિના ઉપદેશથી બૌદ્ધધર્મના પ્રચાર માટે જે કાર્ય કરેલ તેવી જ રીતે તેમના પતિ મહારાજા દશરથ અને મહારાજા સંપ્રતિ જેવા જેન નૃપતિઓએ જનધર્મના પ્રચાર માટે રાજ્યકર્મચારીઓ અને યતિઓ દ્વારા હિંદ અને તેને બહારના પ્રદેશમાં બહેળા પ્રમાણમાં પ્રચાર કરાવેલ હતો. (જુઓ. પ્રભાચંદ્રસૂરિકૃત-પ્રભાવક ચરિત્ર”માં સંપ્રતિબધ.) મૌર્યવાના રાજ્યકર્તાઓના સમયમાં આ જિલ્લામાં લાખોની સંખ્યામાં જેનોને વસવાટ હતો કલંગમાં આવેલ ખંડગિરિ, ઉદયગિરિ નામની પવિત્ર ટેકરીઓમાં રાજા, મહારાજા તેમ ધનિકોએ કોતરાવેલ શિ૯પકળામય સુયોગ્ય ગુફાઓ જેન તિઓ તેમ શ્રમણથી ચારે બાજુએ ભરેલી હતી. ઉકત ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓમાં ઈ. સ. પૂર્વેના શિલાલેખો મળી આવેલ છે જે મયંક ળની બ્રાહ્મીલિપિમાં કોતરાએલ છે. ખંડગિરિ પર્વત પરની હાથી ગુફામાં એક મોટો શિલાલેખ સત્તર લાઈનમાં બ્રાહ્મી લિપિમાં કેતરાએલ છે, જે ઇ. સપૂર્વ બીજી શતાબ્દીના સમયને છે. લેખના પ્રારંભમાં જેના “નમસ્કારમંત્ર” નાં બે પદો આપેલ છે. તેમ વર્મપુરી ગુફાના શિલાલેખથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy