SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ અ' ૫] શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય [ ૩૧૯ ] અનાદિકાળથી થતું પરિભ્રમણુ બંધ થાય, અને આપણે સાદિ અનતકાળ અક્ષય સુખમાં રહીએ. આ આપણી ઈચ્છા અરિહંત આદિ પાંચને નમસ્કાર કરવાથી કાળાંતરે પણ સફળ થઈ શકે તેમ હોય તે આપણો નમસ્કાર સહેતુક છે, સફળ છે. આપણે આટલું તે કબૂલ રાખવું તે એ કે આપણે અમુક ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હાઇએ તે આપણે તે ગુણ તરફ અને તે ગુણ પ્રાપ્ત કરાવવામાં જે આપણા ઉપકારી હાય તેના તરફ આદર અને બહુમાન રાખવા જોઇએ, અને તે ગુણુને અને તે ઉપકારકને ખૂબ ભક્તિથી પૂજવા જોઈએ. ગુણુ કાંઇ એવી વસ્તુ નથી કે જે આંખેથી દેખી શકાય, અથવા બીજી કાઇ પણ ઇન્દ્રિયને ગાચર થઈ શકે. ગુણને ભજવે અથવા ગુણુ તરફ્ બહુમાન રાખવું એટલે એ ગુણ જેએમાં રહેલા હાય તેની સેવા કરવી, તેનું બહુમાન કરવું. ગુણ ત્યાં ગુણી અને ગુણી ત્યાં ગુણુ, આમ વસ્તુસ્થિતિ હાવાથી અરિતાદિ પાંચમાં તે એવા ગુણ હોય જે આપણી મેક્ષપ્રાપ્તિનું અનન્તર કે પર ંપરાથી કારણે થઇ શકે તો અરRsતાર્દિને કરવામાં આવતા નમસ્કાર ખરેખર સાર્થક છે, તેમજ જરૂરી છે. સમ્યગ્દર્શનાદિ રૂપ મેક્ષમા શ્રી અરિહંત ભગવાનના મુખ્ય ગુણ બતાવવાના છે. તે માર્ગ આપણા જાણવામાં આવે તો આપણે તે માર્ગે પ્રયાણ કરી શકીએ, અને પરિણામે મેક્ષનગર પહોંચી શકીએ. તેથી પરંપરાથી અરિહંત ભગવાન આપણી મેક્ષપ્રાપ્તિના હેતુ છે. સિદ્ધ ભગવાનના મુખ્ય ગુણ અપ્રવિણાશ યાને શાશ્વતપણું છે. એ ગુણ આપણા જાણવામાં આવે તે મેક્ષનુ સુખ અક્ષય છે, શાશ્વત છે એમ આપણી પ્રતીતિ થાય અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ અને પ્રીતિ પણ વધે. આચાર્ય મહારાજ સમ્યગૂદનાદિ મેક્ષ મા જે આચાર પાળવાથી સુલભ્ય ચાય છે તે આચાર પાળનારા હૈાય છે અને તેને સતત ઉપદેશ કરે છે, તેથી આપણે તે આચારના જાણકાર બની તે આચારને વનમાં મૂકવાવાળા થઈ શકીએ છીએ. ઉપાધ્યાય મહારાજ પોતે વિનીત (શષ્યામાં કદૂર કરવાને સમ એવા નાનાદિનું વિનયન કરે છે,તેથી તે મહા ઉપકારી છે. તેમજ સાધુ મહારાજાએ મોક્ષપ્રાપ્તિની લાલસાવાળા જીવાને તે માટે કરવાની ક્રિયામાં સહાયક થાય છે, તેથી તેઓના ઉપકાર પણ ઘણા છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અરિહતાદિ પાંચ આપણને મેાક્ષપ્રાપ્તિના કાર્યમાં એક અથવા બીજી રીતે ખરેખર ઉપકારી છે. આ કથનના સમમાં શ્રી વિશેષાવસ્યકની નીચેની ગાથા નાંધી રાખવા જેવી છે ઃ मग्गो अविपणासो आयारे विणयया सहायतं । पंचविहनमोक्कारं करेमि एएहिं हेऊहिं (arisविप्रणाश आचारो विनय : सहायत्वम | पञ्चविधनमस्कारं करोम्यैतैर्हेतुभिः ] આ પ્રમાણે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવા માટે સામાન્ય પ્રકારે હેતુઓ આપણે જોયા; તેથી એ પાંચે પૂજ્ય તરફ આપણે ભકિતભાવ રાખવા જરૂરના છે એમ આપણને Jain Educationલાગે છે એએનું વિશેષ સ્વરૂ૫ કાંઈક જાણવામાં આવે તે આપણા ભકિતભાવ વિશેષ || ૨૨૪૪ ॥ www.ahelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy