________________ અંક 5] વિરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 305] (16) તેની સ્ત્રી જરીમાં તેને પુત્ર સં૦ વિમળદાસ, અજયરાજની બીજી પત્નીનું નામ નગીનાં છે. ઈન્દ્રરાજના બીજા નાના ભાઈનું નામ સં. રામદાસ (બીજા લેખ પ્રમાણે ઘાસીદાસ એ તેનું બીજું નામ હશે.) તેની સ્ત્રી ખંત છે. (17) પ્રારંભમાં કાં વંચાય છે તે તેની સ્ત્રીનું નામ હશે. તેને પુત્ર સં. જગજીવન (બીજા લેખના આધારે જીવન પણ તેનું નામ હશે) તેની સ્ત્રી મતી (મૂલમાં મતાં નામ છે.) તેને પુત્ર સં ચરાભાઈ અને બીજા પુત્રનું નામ (સ્વામીદાસના બીજા પુત્રનું નામ) સં ચતુર્ભુજ વગેરે સમસ્ત કુટુંબ સહિત ખંડિત છે. (18-19) પ્રારંભમાં ‘ઈરાટ' છે પરંતુ પ્રથમની પંકિતના ખંડિત પાઠ સાથે મેળવતાં વઈરાટ થાય છે. આ વૈરાટ નગરને અધિકાર ધારણ કરતા (અધિકારી) સં૦ ઈન્દ્રરાજે પોતાના પિતાના નામથી પાષાણુની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા રી રી મથની એક જાતની ધાતુની (પંચ ધાતુની) પિતાના નામની ચંદ્રપ્રભુજીની પ્રતિમા અને પિતાના ભાઈ અજયરાજના નામથી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા, આ ત્રણ પ્રતિમાઓ સહિત મૂલનાયક શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ–પ્રતિમા. (20) પિતાને કલ્યાણ માટે ઘણું દ્રવ્ય ખર્ચાને બનાવેલ શ્રી. ઇન્દ્રવિહાર જેનું બીજું નામ મહદયપ્રાસાદ છે તેમાં પ્રતિષ્ઠા કરી. (21 થી 23) પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પૂર્વના ત્રણ આચાર્યોનું વર્ણન છે. જેનો સાર એ છે કે તપાગચ્છમાં શ્રી હેમવિમલસરિની પાટે મહાપુણ્યશાલી ગુરૂઆશાપૂર્વક, કુમાર્ગમાં પડતા જતુઓને બચાવવા જેમણે સાધુ માર્ગનો ક્રિયેદ્ધાર કર્યો છે એવા આણંદવિમલસૂરિજી થયા. તેમની પાટે મહાપ્રતાપી શ્રી વિજયવનસૂરિજી થયા તેમની પટેલ (૨૪થી ૩૧)શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રશંસા અને સંક્ષિપ્ત કાર્યવાહિને ઉલ્લેખ છે. ( વિજયદાનસૂરિજીની પાટે ) સૂર્ય સમાન પ્રતાપી અને પિતાની વચનચાતુરીથી બાદશાહ અકબરને ચમત્કૃત-આકર્ષિત કર્યો હતો. તે સમ્રા અકબર કાશ્મીર કામરૂ મુલાન કાબીલ બદકમાં દીલ્લી (દીલ્હી) મરુસ્થલી (મારવાડ) માલવમંડળ (માળવા) વગેરે અનેક દેશોને ઉપરી ચૌદ છત્રપતિ રાજાઓથી સેવિત હુમાયુપુત્ર અકબર કે જેણે સુરિજીના ઉપદેશથી આગળ જણાવેલા દિવસોમાં પિતાના સમસ્ત રાજ્યમાં અમારી પડાવી હતી, સુરિજીને પિતાને પુસ્તક ભંડાર અર્પણ કર્યો હતો, સુરિજીના ઉપદેશથી બંદીઓ છોડયા હતા, સર્વત્ર પ્રખ્યાત જગદગુરૂ બિરૂદ (સૂરિજીને) આપ્યું હતું. તેમ પ્રશાન્તતા નિસ્પૃહતા ...સંવિજ્ઞતા અને યુગપ્રધાનતા આદિ ગુણો વડે શ્રી વજસ્વામી આદિ પૂર્વાચાર્યોનું અનુસરણ કરનાર, પછી 21 વાર શ્રી શ્રી શ્રી એ : શ્રી હીરવિજયસુરીશ્વરજીએ પોતાના શિષ્યો (31 થી 38) પ્રતિષ્ઠા કરાવનાર મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિ પરિચય છે. તેઓ સૌભાગ્ય વૈરાગ્ય આદિ ગુણેથી શોભતા છે, ગુરૂ આજ્ઞા પાલવામાં સદાય તત્પર Jain Educatioછે અનેક સ્થાનોએ ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી છે. સુંદર મહાન વ્યાખ્યાતા છે. www.jainelibrary.org