SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) શિલાલેખને સાર આ શિલાલેખમાં ૪૦ લીટીઓ છે જેનો સાર અનુક્રમે નીચે મુજબ છે. (૧) શ્રી હીરવિજયસૂરીશ્વર સદૃગુરૂને નમસ્કાર છે. (૨) શકે ૧૫૦૯ વર્ષે ફાગણ સુદી ના દિવસે(ખંડિત છે.) (વિ. સં. ૧૬૪૪) (૩ થી ૧૦) અકબરનાં વિશેષ છે. સમસ્ત રાજાઓ જેના ચરણે નમે છે, ન્યાય અને સત્યપ્રિયતામાં તથા મદિરા (દારૂ) આદિ દૂર કરવા વડે પહેલાં થયેલાં રામચંદ્ર, યુધિષ્ટિર અને વિક્રમાદિત્ય સરખા અને શ્રી હીરવિજયસૂરિજીની ચંદ્રમાન મધુરી વચનદેશના સાંભળી જેને ઘણી જ દયાદ્રતા ઉત્પન્ન થઈ છે, અને જેણે દયાદ્ધ પરિણતિ વડે સમગ્ર દેશમાં પર્યુષણ પર્વના દિવસે (૧૨ દિવસ છે.), જન્મ માસના ૪૦ દિવસે; વર્ષના બધા રવિવારે ૪૮ અને છ દિવસો બીજા મળી કુલ ૧૦૬ દિવસ દરેક જીવને અભયદાનનું ફરમાન આપ્યું છે. એવા સુંદર નિર્મળ યશવાદવાળા અને ધર્મકૃત્ય કરનાર અકબરના રાજ્યકાલમાં. (૧૧) વૈરાટ નગરનું વર્ણન શરૂ થાય છે, જેમાં પાંડેની વિવિધ કથાઓ સંભળાય છે. (૧૨) વૈરાટનગરમાં તાંબા અને ગેરિયમ ધાતુની (ગેરૂની) ખાણે છે જેમાં અનેક નિધાન-ધનનિધિઓ-ગુપ્ત ભંડારે છે, તેને ઉલ્લેખ છે. (આઇને અકબરીમાં પણ લખ્યું છે કે વેરાટમાં તાંબાની અનેક ખાણ છે.) આ વૈરાટ નગરમાં શ્રીમાલજ્ઞાતીય સયાણ ગોત્રીય સં. (સંધપતિ ના હો તેમની સ્ત્રી દેલ્હી (નાહા સંધપતિના ભાર્યા). તેને પુત્ર સં. ઈસર તેની પત્ની ઝબકુ તેને પુત્ર સં. રતનપાલ તેની પત્ની મેદાઈ તેને પુત્ર સં. દેવદત્ત તેની ભાર્યા (પત્ની) ધમ્મ તેને પુત્ર ભારમલ્લ કે જેને પાતશાહ (બાદશાહ અકબર ) અહીંથી આગળ ભાગ ખંડિત છે. પરંતુ બાદશાહે તેને બહુમાન આદર આપ્યું હશે એમ લખ્યું હશે પણ તે ભાગ જ ખંડિત છે. (૧૪) ટોડરમલે જેને બહુમાન આપવા પૂર્વક ઘણાં સારા ગામોને અધિકારી બનાવ્યો હતો અને તેણે પણ પિતાના અધિકારથી પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું તે સં. ભારમલ તેની પત્ની....નામ ખંડિત છે. (૧૫) તેનો પુત્ર ઈદ્રરાજ થયો, તેની પ્રથમ પત્નીનું નામ જયવન્તિ અને બીજી પત્નિનું નામ દમા (દમયંતી હશે) તેને પુત્ર સં૦ ચૂહડમલ્લ, તેને (ઇન્દ્રરાજને) પ્રથમ લધુ ભ્રાતા અજયરાજ ખંડિત છે. જેમાં તેની સ્ત્રીનું નામ હશે. તા. Jain Education Interna1 ટોડરમલ સમ્રાટ અકબરને મહેસુલીખાતાને મુખ્ય પ્રધાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy