________________
અક ૫]
શ્રી જેનશાસનમાં પ્રમાણુનું સ્થાન [૩૩]. મહાપુરૂષેની મર્યાદા
અહીં એટલી વાત યાદ રાખી લેવા જેવી છે કે લેક પ્રમાણ અને ઇતર શાસ્ત્રકારોનાં પ્રમાણે આપતી વખતે પૂર્વના મહાપુરૂષોએ જેટલી સાવધાની રાખવાની દરકાર બતાવી છે તે કરતાં કંઈ ગુણ અધિક સાવધાની ઇતિહાસ અને આધુનિક વિજ્ઞાનાદિ પ્રમાણે દ્વારા આગમ પ્રમાણની સિદ્ધિ કરવાને ઈરાદો રાખનારા વર્તમાન મનુષ્યોએ રાખવાની જરૂર અને ફરજ છે. એ ફરજ પ્રત્યે બેદરકારી ધરાવનાર વ્યકિતઓને “અમે આગમ પ્રમાણની સિદ્ધિ કરવા માંગીએ છીએ' એમ કહેવાનો અધિકાર રહેતું નથી. મૈથુનને પાય તરીકે સિદ્ધ કરવા માટે કામશાસ્ત્રકાર વાત્સાયનને શ્વક સ્વરચિત ગશાસ્ત્રમાં દાખલ કરવા પહેલાં પરોપકારી કલિકાલસર્વજ્ઞ બિરૂદધારક ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વાચકોને ચેતવે છે કે
વાતાવર: વામાવર: ન જ ચાલ્યાનસવાલાનमस्य प्रामाण्यमिति नोच्यते । न हि जैनं शासनमन्यसंवादाधीनप्रामाण्यं । किन्तु येऽपि कामप्रधानास्तैरपि जन्तुसद्भावा नापह्नत इत्युच्यते। वात्स्यायनश्लोको यथा
रक्तजा : कृमय: सूक्ष्मा : मृदुमध्याधिशक्तय:। जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम् ॥
અર્થાત્ “વાસ્યાયન એ કામશાસ્ત્રકાર છે, એથી શ્રી જૈનશાસનના કથનની પ્રામાણિક્તા કામશાસ્ત્રકારના કથનને આધીન છે એમ નથી. શ્રી જૈનશાસનની પ્રામાણિકતા એ કોઈ પણ અન્યના કથનને આધીન છે જ નહિ. પરંતુ જે લોકે કામને પ્રધાન માનનારાઓ છે તે લોકોએ પણ સ્ત્રીની યોનિમાં) ના સભાવને ઇન્કાર કર્યો નથી.
લેહીમાં ઉત્પન્ન થયેલા અલ્પ, મધ્યમ અને અધિક શકિતવાલા કૃમિ નામના સૂક્ષ્મ જીવો (સ્ત્રીની) યોનિઓની અંદર તેવા પ્રકારની (અલ્પ, મધ્યમ અને અધિક) ચળને ઉત્પન્ન કરે છે.
- ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જેવા શ્રી જિનશાસન પ્રત્યે અવિચલિત શ્રદ્ધા ધરાવનાર મહાપુરૂષ કે જેમના કથનથી કેઈને પણ શ્રી જિનવચન પ્રત્યે અનાશ્વાસ થવાને તે સંભવ નહતો, તેઓ પણ પિતાના કથનકાર કોઈને પણ અંતરમાં શ્રી સર્વજ્ઞ પ્રત્યે થડે પણ અનાશ્વાસન આવી જાય તેની કેટલી બધી કાળજી ધરાવે છે. તેમના જેવા પણ જો આટલી સાવધાની ધરાવે છે પછી આજના તેવા પ્રકારની વિશિષ્ટ શ્રદ્ધા, ભકિત અને શકિત વિનાના મનુષ્યો શ્રી સર્વવચનને અન્ય પ્રમાણેદાર સિદ્ધકરવાની ચેષ્ટા કરે ત્યારે ત્યારે તેઓએ કેટલી સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે, એ સમજાવવાની જરૂર રહેતી નથી. તેટલી સાવધાની રાખવા માટે જેઓને આજે કાળજી નથી તેઓ આવા વિષયમાં મૌન રહે, એ જ તેઓના માટે અને અન્યના માટે એક શ્રેયને માર્ગ છે. ઈતિહાસ અને આગમ એ ઉભય પ્રમાણને જે રીતિનું સ્થાન આપવું શ્રી જિનશાસનમાં ઘટિત છે તે રીતિનું સ્થાન તેઓને મળે એમાં મર્યાદાનું પાલન છે, અન્યથા મર્યાદાને વિનાશ થાય છે. અને એ મર્યાદાના વિનાશમાં સર્વ કોઈના
એકાન્તિક હિતને જ વિનાશ છે. સૌ કોઈ આ વાતને સમજે અને પરમતારક શ્રી જૈનain Education શાસનની સેવા બજાવવા દ્વારા પિતાની શક્તિનો સદુપયોગ કરે.
(સંપૂર્ણ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org