SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ એ જ રીતિએ તત્વની સિદ્ધિ માટે એકાન્તવાદને આગ્રહ સેવનારા દર્શનકારને પણ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી એમ તેઓનાં જ વચનથી પૂર્વ પુરૂષોએ સિદ્ધ કરી બતાવ્યું છે, અને તેમ દર્શાવી અનાપ્ત પુરૂષના વચનકારોએ પણ આતવચને ઉપર પ્રીતિ ઉત્પન્ન કરાવી શકાતી હોય તે તેને લાભ લેવાનું તેઓએ છેડયું નથી. અબ્રહ્મ એ પાપ છે, એ સિદ્ધ કરવા માટે શ્રી સર્વજ્ઞવચન, એ પ્રમાણરૂપ હેવા છતાં પણ તેવા પ્રકારની ગ્યતાવાળા આત્માઓને સર્વજ્ઞવચન ઉપર દઢ બતીતિ પેદા કરાવવા માટે કામશાસ્ત્રકારના કથનને પણ આધાર આપીને આપ્તવચનની સિદ્ધિ કરી છે. નિર્વિચાર શ્રદ્ધા આ સઘળા પ્રયત્નની પાછળ શ્રી જૈન શાસનના પરમ ઉપાસક ઉપકારી મહા પુરૂષોનો ઇરાદે એક જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા જી કોઈ પણ પ્રકારને પામી સર્વવચન પ્રત્યે દઢ આસ્થાવાળા બને, કારણ કે સર્વજ્ઞવચન ઉપર નિર્વિચાર શ્રદ્ધા પેદા થયા સિવાય કોઈ પણ આત્મા પિતાનું આત્યંતિક હિત સાધી શકનાર નથી. અહીં નિર્વિચાર શ્રદ્ધા એ શબ્દ પ્રયોગ કરવાની મતલબ એ છે કે સર્વજ્ઞવચનમાં પણ જ્યાં સુધી યુતિ ભાગવાની વૃત્તિ છે ત્યાં સુધી સંપૂર્ણ સંસારનો ત્યાગ સ્વરૂપ આત્મમુકિત માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આદરવા જેટલું બળ આત્મામાં પ્રગટી શકતું નથી, મા પ્રત્યે બાળકને નિર્વિચાર શ્રદ્ધા હેવાને કારણે જ તે નાનાનું મોટું થઈ શકે છે. અન્યથા મા પાસે “હું તારી હિતસ્વિની છું એમ સમજાવવાની કોઈ પણ યુકિત બાળક સમજી શકે તેવી ભાષામાં આપવાનું સામર્થ્ય હેતું નથી, છતાં પણ મા ખરેખર હિતસ્વિની હોવાથી તેના કથન ઉપર નિર્વિચાર શ્રદ્ધા રાખનાર બાળક કઈ પણ રીતિએ ઠગાતું નથી. તે અવસ્થામાં બાળકનું હિત સાધવા માટે માતા પાસે કે બાળક પાસે અન્ય કોઈ ઉપાય છે જ નહિ. શ્રી. સર્વવચન અજ્ઞાન અને અસમર્થ એવી માતાની જેમ યુકિતઓ ન આપી શકે તેમ નથી તે પણ તે યુકિતઓને સમજવાની લાયકાત સુધી જેઓ પહોંચ્યા નથી તેવા આત્માઓ વિશ્વાસ ધારણ કરનારા ન બને તે કદાપિ કાળે તેઓ પિતાનું હિત સાધી શકે નહિ. એ જ કારણે જે કોઈ રીતિ અખત્યાર કરીને શ્રીસર્વવચન ઉપર અવિચલિત શ્રદ્ધા પેદા કરાવી શકાતી હોય તે સઘળી રીતિઓને સ્વીકાર કરવા માટે પરમ કારૂણિક મહાપુરૂષો સદાય તૈયાર હોય, એમાં લેશ માત્ર આશ્રર્ય નથી. ઉપર્યુકત દૃષ્ટિએ આજના જમાનામાં પણ ઐતિહાસિકાદિ કોઈ પણ પ્રમાણના આધારે શ્રી સર્વજ્ઞવચન ઉપરની પ્રતીતિ અત્યંત દઢ કરી શકાતી હોય તે તે અત્યન્ત આદરણીય છે અને તેવા પ્રકારનો પ્રયત્ન કરનારા શ્રી જૈન શાસનની ભારેમાં ભારે સેવા બજાવી પિતાના આત્મા માટે અનહદ લાભ ઉઠાવે છે, પરંતુ ઐતિહાસિક આદિ પ્રમા નાં નામે જે આપ્ત વચનની જ અવગણના કરાતી હોય અને એ દ્વારા સર્વ જેષ્ઠ લકત્તર આગમ પ્રમાણને મહિમા લોકોના અંતર ઉપરથી નષ્ટ કરવાનું સ્વપરઘાતક In "પ્રયાસો થતો હોય તે તે સર્વથ છોડી દેવા ગ્ય છે , www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy