SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૫] શ્રી જિનશાસનમાં પ્રમાણનું સ્થાન [૩૦૧] જાતિના પ્રચારમાં સાથ આપવો, એ કોઈ પણ શાસનહિતાર્થી આત્મા માટે કર્તવ્યરૂપ નથી કિન્તુ અકર્તવ્ય છે. શ્રી જૈન શાસનને અનુસરનારા પૂર્વના મહાપુરૂષોએ પિતાની જાતને બહાર લાવવા તે પ્રયાસ કદી જ કર્યો નથી. આજના ઈતિહાસવાદીઓ ભલે ખામી માને પણ તે તે મહાપુરૂષની શિષ્ટતા છે. અને તેઓની નિરભિમાનિતાને સાક્ષાત પુરાવો છે. એ કારણે સર્વ શ્રેષ્ટ શ્રી જૈન શાસનની સેવા દ્વારા પિતાના આત્માને અનુપમ લાભ કરવાની ઈચ્છાવાળા પ્રત્યેક આત્માનું એ કર્તવ્ય છે કે આજે જે રીતિએ અતિ હાસિક પ્રમાણને મહત્વ આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેમાં પિતાને સાથ અપાતે હેય તે પહેલી તકે તેમાંથી દૂર ખસી જવું જોઈએ. આજના ઐતિહાસિક પ્રમાણને મહત્ત્વ આપનારાઓ સત્યની શોધ માટે પ્રેરાયેલા છે એ કોઈ પણ રીતિએ સિદ્ધ થઈ શકે તેમ નથી; પ્રત્યુત તે દ્વારા સર્વ પ્રમાણથી સિદ્ધ અને ભારેમાં ભારે પ્રતિષ્ઠાને પામેલ આગમ પ્રમાણુની અવગણના કરવાને તેની પાછળ બદ ઈરાદો છુપાયેલો હોય એમ સ્પષ્ટ માલુમ પડી આવે છે. ઈહિલૌકિક કીર્તિની ભૂખ પણ એને ઉત્તેજિત કરવામાં આડકતરી રીતિએ સહાયભૂત થઈ રહી છે. પણ તેથી જે શ્રી જિનશાસનની અસેવા થતી હોય તે તે શ્રી જેને શાસનના કોઈ પણ સાચા ઉપાસકને માન્ય હોઈ શકે નહિ. શ્રી જૈનશાસનને સાચો ઉપાસક ઇતિહાસ પ્રમાણને જરૂર માન્ય રાખે, જે તે આગમ પ્રમાણને પુષ્ટ કરનારું હેય. આગમ પ્રમાણને પુષ્ટિ આપનાર કોઈ પણ પ્રમાણને માન્ય રાખવા માટે જનદર્શનના ધુરંધર ઉપાસકેએ કદી પણ પાછી પાની કરી નથી. લેકપ્રમાણુ જેવા અશિક્ષિત પ્રમાણ અને ઈતર દર્શનકારે જેવા એકાન્ત દર્શનકારોનાં પ્રમાણે યાવત્ કામશાસ્ત્રકાર જેવાં, મનુષ્યોએ બનાવેલાં કામ પ્રધાન શાસ્ત્રોનાં પ્રમાણો તે પણ જે આગમ પ્રમાણથી અવિરૂદ્ધ અને આગમ પ્રમાણુને પોષણ આપનારાં હોય તે તેનું અવલંબન લઇને તેવા પ્રકારની યોગ્યતાવાળા ને સદ્ધર્મમાં સ્થિર કરવા માટે પૂર્વ મહાપુરૂષોએ પુરતા પ્રયત્ન કર્યો છે. અવિરુદ્ધ પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણ'ના રચચિતા પ્રભુ શ્રી વિરપરમાત્માના હતદીક્ષિત શિષ્ય અને અવધિજ્ઞાનને ધારણકરનાર પૂ. શ્રી ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ સ્વરચિત શ્રીઉપદેશમાલા પ્રકરણમાં ફરમાવે છે કે 'धम्मो पुरिसप्पभवो पुरिसवर देसिओ पुरिसजिट्ठो। ___ लोए बि पहू पुरिसो किं पुण लोगुत्तमे धम्मे ॥', ધર્મમાં પુરૂષ એ પ્રધાન છે, એ વાત જિનશાસનથી સિદ્ધ હોવા છતાં પુરૂષની પ્રાધાનતા સિદ્ધ કરવા માટે લોકનું પ્રમાણ આપી સ્ત્રીઓ કરતાં પુરૂષોની પ્રધાનતા છે, એમ તેઓશ્રી સમજાવે છે. એનો અર્થ એ નથી કે અજ્ઞાન અને નિર્વિચાર લેક જે અભિપ્રાય ધરાવે તે માન્ય રાખવા લાયક છે, કિન્તુ જે લોકો સ્ત્રીઓને પણ પ્રધાન માનનાર છે તે પણ જ્યારે પ્રભુત્વ સ્ત્રીઓને સોંપવાનો ઇન્કાર કરે છે ત્યારે અનન્ત જ્ઞાન દ્વારાએ તેવા પ્રકારના અનર્થને સાક્ષાત જાણનાર શ્રી સર્વ દે ધર્મના વિષયમાં સ્ત્રીઓને પ્રધાનપદ ન આપે અને પુરૂષોને જ આપે, એ in Education Inતન સ્વાભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy