SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ કરંટ નાહડ રાજાના મંત્રીએ કારંટામાં જિનમન્દિર કરાવ્યું તેની પ્રતિષ્ઠા વીરનિસં• ૫૯૫ વિ. સં. ૧૨ ૫માં શ્રી સમન્તભદ્રસૂરિના પટ્ટધર દેવસૂરિએ કરી હતી. આ સ્થાન અત્યારે પણ પ્રાચીન તીર્થ તરીકે વિખ્યાત છે. ( તપગચ્છ પાવલી) અગિરિ વિક્રમનું રાજ્ય વર્ષ ૬૦, ધર્માદિત્યનું રાજ્ય વધુ ૪૦, ભાઈલ્લનું રાજ્ય વર્ષ ૧૧, નાઈલનું રાજ્ય વર્ષ ૧૪, નાહડનું રાજ્ય વર્ષ ૧૦ એ રીતે નાહડના રાજ્યકાળમાં જાલેરના પહાડ પર કરોડપતિ રહેતા હતા. જેમાં નવાણું લાખવાળાને પણ સ્થાન ન હતું. તે સ્વર્ણગિરિ પર વિ. સં. ૧૩૫માં નાહડ રાજાએ યક્ષવસતિ નામને મહાવીર પ્રાસ દ બનાવ્યું હતું. આ સ્થાન પણ પ્રાચીન જૈનતીર્થ છે. આ પહાડનું બીજું નામ કનકાચલ છે. ( વિચારશ્રેણિ) સાર મંડોવરને રાજા કુટુંબની ખટપટથી માર્યો ગયે, ત્યાર પછી તેની રાણીએ બંભાણમાં ભાગી જઈ ત્યાં એક બાલકને જન્મ આપ્યો. આ બાલકનું નામ નાહડ રાખવામાં આવ્યું. બાળક મોટો થતાં આચાર્ય જજિજનસુરિની કૃપાથી તથા નવકાર મંત્રના પ્રભાવે રાજા થયું. તેણે આચાર્ય મહારાજના ઉપદેશથી વીસ મેટાં જિનાલય બનાવ્યાં. ત્યાર પછી નાહડે આચાર્ય મહારાજાના કથનાનુસાર એક ગાય એક સ્થાને ચારે આંચળ વડે દૂધ ઝરતી હતી ત્યાં મોટું જિનાલય બનાવી તેમાં વીર નિસં૬૭૦માં આ૦ શ્રી જજિજગસૂરિ પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી, જે સ્થાન સાચોર તીર્થ તરિકે જાહેર થયું છે. આચાર્ય મહારાજે તે જ દિવસે વિધ્યરાયની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. શંખકુમારે તે દિવસે પૂર્વલનમાં શંખકુ ખધો હતો, જે દુકાળ હોય તે પણ વૈ૦ શુ૦ ૧૫ના દિને પાણીથી અવશ્ય ભરાઈ જાય છે. અને આચાર્ય મહારાજે દુગ્ગાસુઅ તથા વયણુપમાં સાધુ મોક્લી તે જ લગ્નમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જગચિંતામણી ચૈત્યવંદનમાં થર મંટનથી સાચોરના મહાવીરને સ્તવ્યા છે. આ અસલ પ્રતિમા વિ. સં. ૧૩૬૭ સુધી અહી વિદ્યમાન હતી. આ સ્થાન આજે પણ જોધપુર રાજ્યમાં ભીન્નમાલની પાસે સાર તીર્થ તરીકે વિખ્યાત છે. (વિવિધ તીર્થકલ્પ, પટ્ટાવલી સમુચ્ચય પૃ૦ ૪૯, જૈન સત્ય પ્રકાશ વ૦ ૨, વિશેષાંક પૃ૦ ૩૩૮ ) નાગર માનતુંગરિના પટ્ટધર શ્રી વીરસૂરિએ નાગપુરમાં વીરનિસં૦ ૭૭૦ ( વિક્રમ સંવત ૩૦૦)માં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. જે સ્થાન આજે નાગર તરીકે પ્રસિદ્ધ છે. (તપગચ્છ પદાવલી ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy