SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (ક્રમાંક 36 થી ચાલુ) યજ્ઞ મહારંભ મંડપ હિંસારાક્ષસીએ વિશ્વના ખુણે ખુણામાં ફરીને પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને એને પ્રતાપે “સર્વભૂતાનુWા ' એ માનવગણના અસાધારણ ધર્મ પર છીણ મકાણી હતી. પરિણામે માણસે નિષ્ફર-ઘાતકી બન્યા હતા. પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવતા હતા. યજ્ઞાદિક જેવા મહાન ધર્માનુષ્ઠાનમાં પણ નિરપરાધી પશુઓના પ્રાણ હોમાતા હતા અને લોહીની નદીઓ વહેતી હતી, યજ્ઞાદિકમાં આહુતિ અપાતા નિરપરાધી પશએ બિચારાં હૃદયદ્રાવક આકંદન કરતાં આ ફાની દુનિયામાંથી વિદાયગિરિ પામતાં હતાં. આ વખતે બ્રાહ્મણની પ્રેરણાથી રાજા ભોજે એક મહાન યજ્ઞ કરાવવા માટે એક ભવ્ય મંડપ તયાર કરાવ્યું. તરેહતરેહનાં ચિત્રોથી મંડપને ઘણે જ શણગાર્યો હતો. જ્યાં ત્યાં હારબંધ આરીસાઓ તરેહતરેહનાં ઝુમ્મરે, ઘટે, ઘંટડીઓ, વગેરેથી તે અતીવ રમણીય લાગતો હતો. મંડપના વિશાલ દરવાજા પર આસોપાલવ, આમ્રવૃક્ષ વગેરેના તેરણો બાંધવામાં આવ્યાં હતાં. યજ્ઞ કરનારાઓને બેસવાનાં વિરામાસને ગોઠવવામાં આવ્યાં હતાં. યજ્ઞમાં આહુતિ આપવાને માટે યજ્ઞકુંડ બનાવ્યો હતો, નિરપરાધી પશુએને બાંધવા માટે મંડપમાં સ્તૂપ (થાંભલો) રોપાયો હતો. બલિદાન દેવાનાં સર્વ સાધન સજજ હતાં. જન સમુદાયને બેસવા માટે ચિત્ર વિચિત્ર બિછાનાંઓ બિછાવવામાં આવ્યાં હતાં. એકંદર યજ્ઞમંડપની વિશાળતા, ભવ્યતા, સુંદરતા લેકવૃન્દને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી. યજ્ઞને પ્રરંભકાલ યિત કરેલે દિવસે યજ્ઞને પ્રારંભ કરવામાં આવ્યો. ધુપ વગેરેના સુગંધી ધુમાડાઓ ઉંચે ઉછળવા લાગ્યા. યજ્ઞકુંડમાં ધગધગતી જ્વાલાઓ એકમેક થઈને પિતાને જાવવ્યમાન પ્રકાશ ચારે તરફ ફેકવા માંડી. બ્રાહ્મણે મત્રોનાં ઉચ્ચારણે, ઉદ્યોષણ પૂર્વક, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત સહિત ઉચ્ચારવા લાગ્યા. ફલ, પુષ્પ, વ્રત વગેરેની આહુતિઓ અપાવા માંડી. મંડપ બહાર વાજિન્નેના દિવ્ય ધ્વનિઓ સંભળાવવા લાગ્યા. યજ્ઞ પૌષ્ટિક ધવલ-મંગલ ગીત ગવાવા લાગ્યાં. લોકોના ટોળે ટોળાને ઠઠ જામતે ગયો. રાજા ભોજ પણ પિતાના પરિવાર સહિત આવું દશ્ય નિહાલ આનંદમાં મગ્ન બની ગયે. પૂર્ણાહુતિ, પશુને પિક જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ પૂર્ણાહુતિને સમય પાસે આવતે લાગે. હિંસારાક્ષસી પણ આનંદમાં મગ્ન બનેલી સ્વ ભક્ષની રાહ જોઈ રહી હતી. યાવિદ્ યજ્ઞની અંદર આહુતિ આપવાને માટે મેષ (બેકડો) ને યજ્ઞમંડપમાં લાવવામાં આવ્યો. સ્તૂપે બાંધવામાં આવ્યું. મરણ સમય નજીક આવેલ જાણીને મેષ થરથર ધ્રુજતે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy