________________
[ ર૭ર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
પિતાના પૂર્વ ભવેનું વૃતાંત જાણી ચૂકેલા અવંતિસુકુમાલે ભગવાન આર્યસહસ્તી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું, હે પ્રભો, હું ભદાને પુત્ર છું, અને પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં દેવતા હતા. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. અને ફરીથી ત્યાં જવાની ઈચ્છાવાળો હું આપની પાસે ચારિત્ર લેવા આવ્યા છું, માટે કૃપા કરી મને દીક્ષા આપે. પછી આર્યસહસ્તીજી કહેવા લાગ્યા કે હે વત્સ, તું સુકુમાર છે, વળી લેઢાના ચણા ચાવવા અને અગ્નિનો સ્પર્શ કરે સુલભ છે, પણ જિતપ્રતિ વ્રત, અતિચાર રહિત રીતે પાળવાં દુષ્કર છે. એટલે ભદ્રાસુત બોલ્યા: હે પ્રભે, દીક્ષા લેવાને હું અત્યંત ઉત્કંઠિત છું. પરંતુ સાધુ સમાચારીને ચિરકાળ પાળવાને સમર્થ નથી, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ, કારણ કે તેમ કરવાથી કષ્ટ અ૫ લાગે છે. આર્ય સહસ્તીજી બોલ્યા હે મહાભાગ, જે તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તે તારા બંધુ વર્ગની અનુજ્ઞા મેળવી આવ !
પછી અવંતિસુકુમલે ઘેર જઈને પિતાનાં કુટુંબીઓ પાસે રજા માગી, પણ તેઓએ આજ્ઞા આપી નહિ એટલે તેણે પોતાના હાથે જ કેશને લેચ કરી નાખે, અને ગૃહ વ્યવહારથી વિમુખ થઈ સાધુને વેશ ધારણ કરી લીધો. પછી તે જ વેષે આર્યસહસ્તીજી પાસે આવ્યા. આ સ્વયમેવ સ્વતંત્ર વેષધારી ન થાય, એમ ધારીને આર્યસહસ્તી ભગવાને પ્રવજ્યાને વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી ચિરકાળ પર્યત દુષ્કર તપ કરીને કર્મની નિર્જ કરવાને અસર્મથ એવા ભદ્રા પુત્ર અનશનની ઇચ્છાથી ગુરૂની આજ્ઞા મેળવી, ત્યાંથી અન્યત્ર ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રકતબિંદુઓથી પૃથ્વી જાણે ઈદ્રગોપ સહિત થઈ હોય એવી દેખાવા લાગી. પછી ચિતાની ભસ્મથી જ્યાં ભૂતલ ધુસર થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું ક્રીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ નામના વૃક્ષની નીચે સમાધિ પૂર્વક પંચ પરમેઠી મંત્રનું સ્મરણ કરતાં તે અનશન લઈને કાયોત્સર્ગે રહ્યા. એવામાં લેહીના સ્ત્રાવથી આર્ક થયેલાં તેમનાં પગલાંને ચાટતી કોઈક શિયાલણી પિતાના બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં રકતથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાણી તેને ખાવા લાગી. ચર્મનું, માંસનું, મેદનું અને છેવટે હાડકાનું ભક્ષણ કરતી તે જંબુકી તેમને એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈ ગઈ અને તેનાં બાળકે બીજો પગ ખાઈ ગયાં. આવી રીતના ઉપસર્ગથી પણ તે સાત્વિક મહામાં ચલાયમાન ન થયા. ‘ છેવાડમ મેથSEP' એ યુકિત અનુસાર આત્મા નિત્ય છે અને દેહ અનિત્ય છે, એમ સમજીને ધ્યાનમાં વિશેષ મગ્ન થઈ ગયા.
હવે બીજે પહોરે તે શિયાણી અને તેનાં બાળકો તેમનાં બે સાથળ ખાઈ ગયાં, તે વખતે પણ આ જીવ ભલે તૃપ્ત થાય, એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચીન્તવી, ત્રીજે પહોરે તે તેમનું ઉદર ખાવા લાગી, તે વખતે મુનિએ વિચાર્યું કે આ મારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મારા કર્મનું ભક્ષણ કરે છે, ચોથા પહેરે તો તે મહાસાત્વિક મહાત્મા મરણ પામીને નલિનીગુભ નામના વિમાનમાં મહર્ધિક દેવપણે ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org