________________
અંક ૪] શ્રી અવંતિસુકમાલ
[ ૨૭૭]. પછી આ, મહાનુભાવ અને મહાસાત્ત્વિક વંધ છે એમ ધારીને દેવતાઓએ તેમના શરીરનો મહિમા કર્યો.
આ તરફ અવંતિસુકમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીઓએ આર્યસહસ્તી ભાગવાનને પૂછયું કે હે ભગવન અમારા પતિનું શું થયું? એટલે ઉપગથી બધી હકીક્ત જાણીને આર્યસહસ્તી ભગવંતે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો, એટલે અવંતિસુકુમાલની પત્નીઓએ ઘરે જઈ ને ભદ્રામાતાની આગળ તે બધા વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી અવંતિકુમારી માતા ભદ્રા શેઠાણી પ્રભાત કાળમાં કંથારિકાના વનમાં સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઈને ભદ્રામાતા આંસુના મિષથી જાણે જલદાન દેવાને ઉધત થઈ હોય તેમ પુત્રવધૂઓ સહિત રૂદન કરવા લાગી, અને બોલવા લાગી કે હે વત્સ, તે પ્રાણીને પણું શા માટે તજી દીધાં, તું આ નિર્દય કેમ થ, દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારું ગૃહાંગણ કેમ પવિત્ર ન કર્યું. હવે એવી કલ્યાણકારી તે કઈ રાત્રિ થશે કે જ્યારે સ્વપ્નમાં પણ અમને તારું દર્શન થશે? હે વત્સ, વ્રતની ઈચ્છાથી નિર્મોહી થઈને અમારો તે કદાચ ત્યાગ કર્યો, પણ ગુરૂ મહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયો કે તેમને પણ તજી દીધા? આ પ્રમાણે અતિશય વિલાપ કરીને ભદ્રા માતાએ ક્ષિપ્રા નદીનાં તટપર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેનું ઔર્વદેહિક કૃત્ય કર્યું, અને તેની પુત્રવધૂઓએ પણ વારંવાર વિલ ૫ કરીને ક્ષિપ્રામાં પિતાનાં આદ્રવસ્ત્રનું વધારે આદ્રપણું કર્યું. પછી સુતકરણના શેકરૂપ અગ્નિથી વ્યાકૂલ થઈ ગયેલ ભદ્રા માતાને શમસુધાસરિતા સમાન પ્રવજ્ય લેવાની ઈચ્છા થઈ, તેથી ઘરે જઈને માત્ર એક સગર્ભા પુત્રવધૂને ત્યાં મૂકીને અન્ય પુત્રવધૂઓની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી.
પેલી સગર્ભા વધૂથી જન્મેલા પુત્રે અવંતિસુકમાલને મરણું સ્થાન પર એક મોટુ દેવમંદિર કરાવ્યું. અવંતિનાં ભૂષણરૂપ તે મંદિર અદ્યાપિ વિદ્યમાન છે અને લેકમાં મહાકાલપ્રાસાદના નામથી સારી રીતે પ્રસિધ્ધ છે.
આર્યસુહરતી ભગવાન પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગ૭ સેપીને અનશન પૂર્વ દેહને ત્યાગ કરી સુરલોકના અતિથિ થયા.
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય કૃત પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થના આધારે આલેખાયેલ આ લેખની અહીં સમાપ્તિ કરવામાં આવે છે.
ઝલહતિ વેત સમા આ મહાપુરૂષના ચરિત્રમાંથી આભેન્નતિના સાધનભૂત ઉચ્ચ આદેશને ઝીલી, ભવ્ય છે અક્ષયપદને પામે એ જ શુભેચ્છા.
વંદન હે ભગવાન આર્યસહસ્તીઓને અને સાત્વિક મહાત્મા અવંતિસુકુમાલને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org