________________
શ્રી અવંતિસુકુમાલ
(એકવીશ સો વર્ષ પૂર્વના એક મહર્ષિની માંચક જીવનકથા)
લેખક:-મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી.
એ નગરીને
હત ભગવન્તનાં ચોથી વિભૂષિત અને માનવરત્નોની ખાણસમી અવન્તી
નામની નગરી હતી. માલવાના મુકુટસમી એ નગરીને સીતારે ત્યારે મધ્યાહ કાલના સૂર્યની જેમ ચમકતા હતા. અહિંસાના સિધ્ધાંતથી મંત્રમુગ્ધ બનેલા પ્રજાવત્સલ સમ્રાટ સંપ્રતિ ત્યાં રાજ્ય શાસન ચલાવતા હતા. રથા નાગા તથા પ્રજ્ઞા એ યુકિત અનુસારે અવન્તીની પ્રજા પણ તેમના ઉચ્ચ આદેશને ઝીલતી અને અહિંસા ધર્મનું આચરણ કરી પિતાના આત્માને પવિત્ર બનાવતી.
હતા. અહિંસાના
સપતિ ત્યાં રાજ
જે નગરીમાં આયંબાલા મયણાસુંદરીને જન્મ થયો હતો તે જ અવન્તીને એક સમૃધ્ધિશાલી શ્રેષ્ઠીને ત્યાં વિક્રમ સંવત પૂર્વ લગભગ દેઢ વર્ષે અવની સુકુમાલને જન્મ થયો. તેમના પિતાનું નામ મળતું નથી, પણ માતાનું નામ ભદ્રા હતું. માતા ભદ્રાના એ લાડિલા પુત્રનું લાલન પાલન સુખ સાહેબીથી થતું. પિતાની ફરજ સમજી ભદ્રા માતાએ કુમારને ઉચ્ચ શિક્ષણ આપી સંસ્કારી બનાવ્યા હતા. કુમાર યૌવન વય પામતાં માતાએ તેનું ઉત્તમ કુલની બીશ કુમારીકાઓ સાથે લગ્ન કર્યું. અને કુમાર સાંસારિક સુખો ભોગવવા લાગ્યા.
એકદા ચરમ ચતુર્દશપૂર્વધર ભગવાન સ્કૂલિભદ્ર મહારાજના પટ્ટપ્રભાવક, દશપૂર્વધર, યુગપ્રધાન, સમ્રાટ સંપ્રતિ પ્રતિબંધક, ભગવાન્ આર્ય સહસ્તી મહારાજ વિહાર કરતા કરતા જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે અવન્તી નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા. આર્ય સહસ્તીજીએ વસતિ માગવા માટે સાધુઓને ગામમાં મોકલ્યા. મુનિએ ભદ્રા શેઠાણીના ઘરે ગયા. ભદ્રા શેઠાણીએ પિતાના આંગણે મુનિઓને આવેલા જોઈ આનંદ પૂર્વક વંદન કરી પૂછયું, હે પ્રભે, શી આજ્ઞા છે ? મુનિઓ બેલ્યા, હે કલ્યાણી, અમે ભગવાન આર્ય સહસ્તીજીના શિષ્ય છીએ અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ. આથી અહોભાગ્ય સમજતી ભદ્રા શેઠાણીએ વિશાલ તબેલે કાઢી આપ્યું. ત્યાર પછી ભગવાન આર્યસહસ્તી સપરિવાર ત્યાં આવી રહ્યા.
એકદા સંપ્યા વખતે ભગવાન આર્યસહસ્તી મહારાજ નલિની ગુલ્મ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે અવંતિસુકુમાલ પોતાના મહેલના સાતમા ભજલા૫ર સ્વર્ગની સુંદરી સમાન બત્રીશ રમણીઓ સાથે ક્રીડા કરતે હો. કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું અને તેને વિશેષ સ્પષ્ટ રીતે સાંભળવા માટે તે મહેલ પરથી નીચે ઉતરીને વસતિના દ્વાર પાસે આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org