________________
શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ
પ્રમાણુનું સ્થાન લેખક—શ્રી સર્વજ્ઞશાસનરસિકપાસક
(ગતાંકથી ચાલુ) ઓપચારિક પ્રત્યક્ષ
જૈનદર્શન પ્રત્યક્ષ સિવાયનાં સર્વ પ્રકારનાં પ્રમાણેને પરોક્ષ પ્રમાણમાં સમાવેશ કરે છે એનો અર્થ એ નથી કે અનુમાન, ઉપમાન કે આગમ પ્રમાણને તે પ્રમાણે માનવા ના પાડે છે. જેટલા પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધન છે તે બધાં શ્રી જૈન દર્શનને પ્રમાણુ તરીકે સ્વીકાર્ય છે. એ જ કારણે સંભવ અને અતિશ પ્રમાણ જેવા અત્યંત પરોક્ષ પ્રમાણેને પણ શ્રી જૈન દર્શન પ્રમાણ તરીકે માનવા તૈયાર છે તે છતાં સર્વ પ્રકારના પરોક્ષ પ્રમાણમાં આગમ પ્રમાણને જે મહત્ત્વ શ્રી જૈન દર્શનમાં છે તે અન્યને નથી. આગમ પ્રમાણુ એ સર્વ પ્રમાણમાં અતિશય મહત્વનું સ્થાન ધરાવે છે. આગમ એ આખનું વચન હોવાથી અને શ્રી જૈનદર્શને સ્વીકારેલ આપ્ત એ સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેનું પ્રામાણ્ય સર્વથી અધિક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય નથી. સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ ભેષ્ઠ પ્રમાણુ છે એમ કેટલાકને મત છે, તે પણ છસ્થા માટે આગમ પ્રમાણ એ જ સર્વોપરિ પ્રમાણ છે, એમ માનવું એ જ વધારે યોગ્ય છે.
એન્દ્રિયક પ્રત્યક્ષ એ ઔપચારિક પ્રત્યક્ષ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ઈન્દ્રિયાદિક બાહ્ય સાધનની અપેક્ષા છે ત્યાં સુધી તેનું જ્ઞાન તેટલા અંશે અવિશદ યાને અસ્પષ્ટ રહેવાનું જ છે. “પse પ્રત્યક્ષ' એ પ્રત્યક્ષની વ્યાખ્યા છે. જે જ્ઞાન જ્યાં સુધી થોડું પણ અસ્પષ્ટ છે ત્યાં સુધી તે જ્ઞાન નિરૂપચરિતપણે પ્રત્યક્ષ કહી શકાય તેમ નથી. પુસ્તકાદિ કોઈ પણ બાહ્ય સાધનોની સહાય વિના સીધું જ ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ પ્રકાશાદિ બાહ્ય સામગ્રી અને ઇન્દ્રિય નિર્માલ્યતાદિ આંતર સામગ્રીની અપેક્ષા અવશ્ય રાખે છે. અન્યથા એક જ કેરીને રસ એકને ખાટો લાગે છે અને બીજાને માઠો અગર ઓછો ખાટ લાગે છે તે કદી બને જ નહિ. એક જ પદાર્થ એકને અધિક દુગધી જણાય છે અને બીજાને ઓછો દુગધી જણાય છે. એક જ પદાર્થ સૂર્યના પ્રકાશ વખતે અન્ય રૂપવાળો જણાય છે અને ચંદ્રના પ્રકાશ વખતે અન્ય રૂપવાળો જણાય છે. વગર દુબિંને જોનારને જે પદાર્થ સેંકડો માઈલ દૂર અને સૂક્ષ્મ દેખાય છે તે જ પદાર્થ તેવા પ્રકારના દુર્બિનની સહાયથી જોનારને તદ્દન નિકટવર્તિ અને સ્કૂલ દેખાય છે. એક જ પ્રકારને શબ્દ લાઉડસ્પીકર (યંત્ર)ની સહાય વિના બોલનારને થોડા જ માણસે સાંભળી શકે છે અને લાઉડસ્પીકર (યંત્ર)ને ઉપયોગ કરનારને તે જ શબ્દ લાખ માણસે સાંભળી શકે તેટલે મોટે હોય તેવું ભાન થાય છે. જે પદાર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org