SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [ 5 ] શ્રી જિન સત્ય પ્રકાશ [વર્ષ : બે ત્રણ વખત આવે છે. એમાં મૂતા પથવી એ વાર્ષિક પથકની સાનિધ્યમાં છે, અને એની પાસે કલ્લરી ગામને પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેના ભાગ અને કાલ્લરી ગામને હાલ કાલડી કહે છે, તે પણ ત્યાં જ આવેલું છે. એટલે ગંભૂતા પાટણ જિલ્લામાં હોવાનુ સિદ્ધ થાય છે અને તે હાલનું મોઢેરાની પાસે આવેલું ગાંભુ ગામ છે. હાલ પણ એને કઓ કહી શકાય એવડું મોટું એ છે. એટલે પૂર્વે પથક એટલે તાલુકે અને તેનું તે મુખ્ય નગર હશે એ સિદ્ધ વાત છે. ખંભાત સાથે એને કાંઈ સંબંધ નથી.” આ પ્રમાણે “ગભૂતા’ એ 'ગાંભૂ હોય તે એ ગાંભૂ સાથે અને નહિ તો નામસાદસ્યવાળા અન્ય ગાંભૂ સાથે સંબંધ ધરાવનારી હકીકત પણ નોંધી લઈએ:– (૧) જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ (ભા. ૧)માંના ૭૩-૮૨ લેખ “ગામ ગાંસૂ'માંથી લીધેલા ઉલ્લેખ છે. (૨) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૭૪)માં નીચે પ્રમાણેની પંકિતમાં કૌંસમાં “ગાંભૂ ઉલ્લેખ છે - - “હવે નેમિનારમાંથી આપણને એમ જાણવા મળે છે કે પિરિવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી. અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલા) નિમય નામના એક સૈનિક માણસને (ગાંભૂ ગામથી) વનરાજે (ઇ. સ. ૧૮૬ -૮૦ ૬) પિતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમંચો.” આ પુસ્તકના ૧૭૫મા પૃષ્ઠમાં નીચે મુજબની પંકિતમાં “ગાંભુને નિર્દેશ છે?— વનરાજે શ્રીમાલપુરથી ગભૂમાં વસેલા નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) નીમ્યા હતા, (આ નીના શેઠ તે જ ઉપયુકત નિમય શેઠ કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું,)" આ જ પુસ્તકના ૯૯૧મા પૃષ્ઠમાં “ગાંભુ (ગંભૂત) ગામ” એવા ઉલ્લેખથી ગાંભૂ તે ગભૂત સૂચવાતા ગંભૂત સાથે સંબંધ ધરાવતી નીચે મુજબની પંકિત પૃ. ૨૮૨માં જોવાય છે. સં. ૧૨૨૮માં સિદ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્શ્વનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં એલી શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર પર વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પાટણ સૂચિ).” (૩) શ્રી દેશવિરતિ આરાધક સમાજ તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલા શ્રી પ્રશસ્તિ સંગ્રહના દ્વિતીય વિભાગના ૭મા પત્રમાં “શ્રી અંબઇચરિત્ર ૨૭૧” માં નીચે મુજબની પંકિતમાં ગાંભૂને નિર્દેશ છે - " संवत १५७१ वर्ष जेष्ठ सुदि२ भौमे गांभूग्रामे श्री आगमगच्छे जगदगुरु श्री महोपाध्याय श्री मुनिसागरशिष्येन स्ववाचनार्थ अधपरार्थं लिखिતમિતિ મદ્ર ” આ પ્રમાણે ગાંભૂ, ગંભૂત અને ગંભૂતાને લગતા જે ઉલ્લેખ મને અત્યારે ખ્યાલમાં હતા તે મે અત્ર નેંધ્યા છે. એ ઉપરાંત બીજા જે કઈ ઉલેખ હોય તે કોઈ સુન રજુ કરશે તે આનંદ થશે; નહિ તે પછી યથાસમય હું એ દિશામાં પ્રવૃત્તિ કરીશ. સાંકડી શેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૫-૧૮ www.jainelibrary For Private & Personal Use Only lain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy