________________
ગંભૂતાનો સ્થળ પરિચય
લેખક–. હીરાલાલ રસિકદાસ કાપડીયા. એમ. એ. દ્વાદશાંગીમાં સ્થાપના દૃષ્ટિએ પ્રથમ સ્થાન ભોગવતા આયાર (સં. આચાર ) નામના અંગની શ્રી.૧ શીલાચાયૅ જે સ્થળમાં ટીકા રચી છે તેનું “ગંભૂતા' નામ છે એમ એ ટીકાની કેટલીક મુદ્રિત તેમજ અમુદ્રિત પતિઓ ઉપરથી જોઈ શકાય છે. આ “ગંભૂતા” તે કયું સ્થળ છે એ સંબંધમાં અનેક વિદ્વાનોએ પિતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જેમકે છે. બીલ૨ (Bihler) પ્રો. પિટર્સન વગેરે યુરોપીય વિદ્વાનોએ “ગંભૂતા” તે “ખંભાત' એવો નિર્દેશ કર્યો છે. એવી રીતે બોમ્બે ગેઝેટીઅર હૅ. ૧, ભા. ૧, ગુજરાતનો ઇતિહાસ, પૃ. ૧૨૩ માં “ ગંભૂતા' એ
ખંભાત'નું પ્રાચીન નામ છે એવો નિશ્ચયામક ઉલ્લેખ કોઈ કારણ કે પ્રમાણ આપ્યા વિના કરાય છે. વિશેષમાં જીતક૯૫સૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નીચે મુજબની પંકિત જોવાય છે?—
આ ઉતારે શીલાચાયૅ ટીકાને આ ભાગ ગુપ્ત સંવતું ૭૭૨ ના ભાદરવા સુદી પાંચમને દિવસે ગંભૂતા (ખંભાત)માં પૂરો કર્યો એમ જણાવે છે.'' - આ પંકિતમાં કૌંસમાં જે “ખંભાત' લખેલ છે તે ઉપરથી એના લેખક મહાશય ગંભૂતા'ને “ખંભાત’ ગણતા હોય એમ અનુમનાય છે.
હવે “ગભૂતા તે ખંભાત નથી' એવો ઉલ્લેખ કરનારાઓને હું નિર્દેશ કરીશ. વસંત પત્રની ચર્ચામાં સ્વ. શ્રીયુત તનસુખરામે ગંભૂતા નામ ખંભાતનું હોઈ ન શકે એમ લખ્યું છે ખરું, પરંતુ ત્યારે એ કયું સ્થળ છે તે જણાવ્યું નથી. એ સંબંધમાં “ ગુજરાતનું પાટનગર અમદાવાદ' વગેરેના ક્ત શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ જોટેäારા રચાયેલ ખંભાતને ઇતિહાસ (પૃ. ૧૫ ) પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે
ગભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સૂત્રની ટીકામાં નમૂતાયાં આવવાથી ઉચ્ચાર સાદૃશ્યથી આ ભૂલ ડે. ખૂલર આદિએ કરેલી જણાય છે. જમતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં ૧ આને શીલાંકસૂરિ, તત્પાદિત્ય અને શીલગુણસૂરિ તરીકે પણ કેટલાક એળખાવે છે. ૨ જુએ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની આવૃત્તિ ( પત્તાંક ૨૮૮ અ ) ૩ જીતકપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નેધેલ પ્રતિ. * પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે:"शोलाचायेंण कृता गम्भूतायां स्थितेन टीकैषा " " - એ “ખંભાતનો ઇતિહાસ' (પૃ ૧૫)
૬ આના ૧૪મા પૃથડમાં સૂચવાયુ છે કે ગજી “ ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કાઈ સપ્રમાણે લેખ કે ગ્રંથમાં જતું નથી ” આના ૧૬મા પૃષ્ઠમાં એ ઉલ્લેખ છે કે“જે સ્તંભનપુર નગરમાંથી સ્ત ભન પાર્શ્વનાથને ખભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ શહેર છે. એટલે સ્તંભતી ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org