SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] જૈન તીર્થો [૧૯]. આ સિવાય આચાર્ય આર્યમંગુ, શ્રી નંદીસૂ ની ગુર્વાવલીના આધારે, આર્ય સમુદ્રસૂરિજીના શિષ્ય હતા. મથુરાકલ્પમાં જિનપ્રભસૂરિજી તેને માટે લખે છે કેઃ “અહીં શ્રતસાગરના પારગામી આયંમંગુ આચાર્ય ઋદ્ધિશતાગારમાં લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ બહાર કાઢીને સાધુઓને અપ્રમાદી થવા માટે પ્રતિબંધ કર્યો. ” અહીં આચાર્ય આર્યમંગુની યક્ષરૂપે મૂર્તિ હતી. વીર નિ, સં. ૮૨૭ બાદ આચાર્ય સ્કંદિલાચાર્યજીએ શ્વેતાંબર શમણુસંધને એકત્ર કરી આગમવાંચના કરી હતી, અને ૮૪ આગમ લખાયા હતા તેના સ્મરણરૂપે, ચર.શીનું મંદિર બન્યું જે અધાવધિ વિધમાન છે. મથુરામાં કંકાલી ટીલામાં ઘણાં જિનમંદિર હતાં, જેમાંની મૂર્તિએ લખનૌ મ્યુઝીયમ અને મથુરા મ્યુઝીયમમાં છે. ખાસ કરીને કનિષ્ક અને હવિષ્ક કાલીન મૂર્તિઓ છે. અહીંથી ભગવાન મહાવીરના ગર્ભાપહરણની આકૃતિ તથા ભગવાન મહાવીરની આમલકી કીડાની સુંદર આકૃતિ એ હાથ આવી છે. આ દૃષ્ટિએ શ્વેતાંબર જૈનોનું આ પ્રાચીન તીર્થ છે. હાલમાં ઘીયામડીમાં વેતાંબર જૈન મંદિર છે. વલભીપુર વીર નિ. સ. ૮૮૦ થી ૯૯૯ સુધી અહીં જૈન આગમ પુસ્તક ઉપર લખાયા હતા. આમાં શ્રી દેવગિણિ ક્ષમાશમણુ; ગંધર્વવાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે મુખ્ય હતા. એટલે પ્રાચીન આગમતીર્થરૂપે આ રથાન પવિત્ર મનાય છે. દ્વારિકા કાઠિયાવાડની વાયવ્યમાં ઓખા નામનો એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજાઓના રાજ્યકાળમાં એક જિનાલય બન્યું છે જે સ્થાન પ્રાચીનકાળમાં વસહી તરીકે ખ્યાત હતું, એટલે જૈનનું તીર્થ હતું. શંકરાચાર્યના વખત પછી તે અજૈનોના હાથમાં ગયું અને તે જૈન તીર્થ મટીને વૈષ્ણવતીર્થ બન્યું. વેસન સાહેબના કાઠિયાવાડ ગેઝેટિયરમાં આ માટે સ્પષ્ટ લખ્યું છે કે વિમલવસહી વગેરેની પેઠે આ સ્થાન પણ જેનેનું છે. પાસે વસઈ ગામ હતું અને આ મન્દિરની રચના જૈન મન્દિરને મળતી છે, ગુપ્ત કાલીન શિલ્પ છે, તે પહેલાં જૈન મન્દિર હતું ઈત્યાદિ. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે-“જગદેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું તેને કશે પણ આધાર ઇતિહાસ કે પુરાણોમાંથી મળી શકયો નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર વન્દ્રનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈની લોકોએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી તે મૂર્તિ હાલ નગરમાં છે, વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે આ મૂર્તિ જગતુદેવાલયમાં, સ્થાપના કરી હતી.” દ્વારકા વિષે પૌરાણિક ઉલેખે સિવાય જૂના ઐતિહાસિક સાહિત્યમાં વિ. સં. ૧૨૦૦ સુધીને ઉલ્લેખ બિલકુલ જોવામાં આવતા નથી. (તેને સં. ૧૧૧૨ થી ૧૯૧૭ સુધી ઇતિહાસ મળે છે. ) સંગત તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે- “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવતીર્થરૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” : નર વર્ષ રણમાં લખ્યું છે અતિ સ્થાપન www.jainelibrary. For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy