SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તારાતંબોલની ચિઠ્ઠી [એક નગરનું દંતકથા જેવું વર્ણન આપતે એક પ્રાચીન પત્ર સંગ્રાહક- મુનિરાજ શ્રી કાંતિસાગરજી મૂળ પત્ર “વસ્તિ શ્રીગામ અમદાવાદ મહાસુભસ્થાનક પૂજ્યરાધે શ્રીપ શ્રી અનેક સર્વે એપમાં • લાયક તીરથ ભાઈ રતનચંદ, એતાન શ્રી હેદરાબાદથી લિખી ભાઈ પદમસીને પ્રણામ વાંચસોજી, અમે અમારા કુટુંબ સહિત દૂર દેશાંતરની યાત્રા કરવા સારૂ સં. ૧૮૦૫ કી સાલમાં ગયેલ તેની હકીકત ૧--પ્રથમ શ્રી અમદાવાદથી કાસ ૪૮૦૦ થીતારાતંબોલ ૧ શહર છે તેની વિગત સંભલાવે છે; ૧ પ્રથમ શ્રી અમદાવાદથી કોસ ૨૦૦ આગરા શહર છે. ૨ તેમાં થકી કોસ ૩૦૦ શ્રી લાહોર શહર છે, કે ત્યાં થકી કેસ ૧૫૦ શ્રી મૂલતાન શહર છે. ૪ ત્યાં થકી કેસ ૩૫૦ બંદર શહેર છે. ૫ ત્યાં થકી કોસ ૯૦૦ શ્રી આશાપુરી નગરી છે તેના બાજાર કેસ ૧૨ના છે. ૬ ત્યાં થકી કેસ ૭૦૦ ગયા એટલે શ્રી તારા બોલ શહર છે. તેની હકીકત સંભલાવે છે; શ્રીમુકુટસ્વામીની મુરતી છે, તે મુરતી પબાસણ ઉપર બીને આધારે છે, તે મુકુટસ્વામીની મુરતી ચેડી હાથ ૨૮ની છે, તેને ઉંચપણ હાથ ૩૮ને છે. તેના પગના અંગૂઠા ઉપર શ્રીફલ નંગ ૨૮ રહે છે, તેની જાત્રા કરીને હમેં આગળ ચાલ્યા તે ૭ તેહ થકી કેસ ૬૦૦ ગયા એટલે તલાવ નગ ૧ માટે આવે છે તેની વચ્ચેવચ શ્રી અજિતનાથજીને દેવરે છે. તેહાં અમે નાવડામેં બેસીને દરસણ કરવા ગયા હતા ત્યાં શ્રી અજિતનાથજીની પ્રતિમા ચડી હાથ ૬ની છે. તેને ઉંચ૫ણે હાથ ૧૦ને છે, તેની જાત્રાને હમે આગળ ચાલ્યા, ૮ ત્યાં થકી કેસ પ૦૦ ગયાં તેમાં તલંગપુર નગ્ન આવે છે. તે નગ્ર કેસ ૫૦ને છે. તેવાં જીન પરસાદના દેહરા નગ ૨૮ છે. તેહાંથી આગળ ચાલ્યા કે શ્રી. ચંદાપ્રભુજીનું દેવ મટે છે. તિહાં દેરાસરજી મળે શ્રી જિનપ્રતિમા નગ ૧૨૮ છે, તેના દરસણું કરીને હમાં આગળ ચાલ્યા, ૯-ત્યારે કેસ ૭૦૦ ગયા કે શ્રી નવાપુરી પાટણનામે સેહેર છે, ૧ આ તારાતાલ નગરનો ઈતિહાસ જાણવા માટે જુઓ * પ્રાચીન તીર્થમાળા ' તેમાં એનું સવિસ્તર વર્ણન મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy