SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૪ મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલ હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકોની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે—કોઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું: “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રી સુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તે જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તે હું તારા શરીરમાં સેળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે. દેવનાં આ વચન સાંભળીને શ્રીસુરદેવે કલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી બન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અતિમ સમયે શ્રી આનંદાદિની માફક સલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઇ ઋદ્ધિ મેળવી. ત્યાંનાં દેવતાઈ સુખો ચાર પપમ સુધી ભોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મેક્ષસુખને પામશે. ૫ મહાશ્રાવક ચુલશતક શ્રી આલંભિકા નગરીમાં ચુલશતક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગેકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રત અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલન પિતાને જેમ ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું. તેમાં તફાવત એટલો હતે કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. તે પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે યુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છેડે તે તારી અઢાર ક્રોડ સેનયા પ્રમાણુ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આd રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે. આ પ્રસંગે ચુલશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અતિમ સમયે શ્રાવક ચુલશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશ્રાવક કુંડલિક કાંપિલ્યપુરની અંદર કંડકલિક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy