SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : પણ તેમના માર્ગને અનુસરીશ.” પછી એક વખત સમયને બરાબર લાભ લઈને રૂકિમણુએ પોતાના પિતાને કહ્યું કે “હે પૂજ્ય પિતાશ્રી, જેને વરવાને માટે હું હંમેશાં ઝંખ્યા કરું છું તે વર્ષિ અત્રે આવેલ છે માટે મને વજીસ્વામીની સાથે જ પાણિગ્રહણ કરી, નહિ તે મારે અગ્નિનું શરણ લેવું પડશે. આવી રીતે લજજાને ત્યાગ કરીને જે આ વતુ મારે આપનો આગળ કહે પડે છે તેનું કારણ એક જ છે કે એ વજીસ્વામી ખરે ખર મારા ભાગ્યે દયને લીધે જ અત્રે આવ્યા છે, પરંતુ એ મહાપુરૂષ અત્રે વધારે વખત નહિ રહે એ મને ભય રહે છે. અને કદાચ આજ જ તેઓ ચાલ્યા જશે તે હાથમાંથી ઉડી ગયેલ પક્ષીની જેમ પાછા ક્યારે આપશે તે કાંઈ સમજી શકાય નહિ.' આ પ્રમાણે પુવીને આગ્રહ જોઈ મોહને વશ થયેલા ધન શ્રેષ્ઠી તરત જ પિતાની પુત્રીને, વિવાહને 5 અલંકનરોથી શણગારીને, વાસ્વામીજી જ્યાં હતા ત્યાં લઈ ગયા અને વરનારને ધન દેખીને લેભ થશે” એવી બુદ્ધિથી સાથે સાથે અઢળક ધન પણ લઈ ગયા. ધનશેઠે વજસ્વામીજીને અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભો, મારા ઉપર કૃપા કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી એનું જીવન સફળ કરે, કારણ કે એ આપને જ વરવા ઈચ્છે છે. વલી જીવન પર્યત દાન અને ભેગથી ખુટે નહી તેટલા આ અપરિમીત ધનને પણ કૃપા કરીને સ્વીકારે.” આ સાંભળીને કૃપાસમુદ્ર વજીસ્વામીજીએ ઉત્તર આપ્યઃ “હે શ્રેષ્ઠિન, તમે ભોળા લાગો છો. પિતે સાંસારિક કારાગૃહમાં પડીને બીજાઓને પણ તેમાં નાંખવા ઇચ્છે છે. તમારા દ્રવ્યોને પણ શું ઉપયોગ છે, કારણ કે તે તે કેવળ આત્માને બંધનમાં જ રાખે છે. અમે તે આત્માન વાંછુ રહ્યા, અમારે એવી સંસાર વધારનારી વસ્તુઓને પડછા પણું ન જોઈએ. વિષય વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે જન્માંતરમાં પણ પ્રાણુઓને અનર્થકારી થઈ પડે છે. માટે હે મહાનુભાવ, તમે તમારે માર્ગે જાઓ અને આ નિરર્થક પ્રયત્ન છોડી છે. તમારી આ કન્યા મારા ઉપર જ અનુરાગ ધરાવતી હોય અને પિતાના મનથી મને જ ઈચ્છતી હોય તે તેણે વિષયાસકિતમાં ન ફસાતાં વિવેક પૂર્વક મોક્ષ સુખને આપનાર એવા જ્ઞાનદર્શન યુક્ત ચારિત્ર વ્રતને ધારણ કરવું ઘટે ! હું જે કહું છું તે સર્વ તેના હિતને માટે જ છે, એમ સમજજે.” આ પ્રમાણે વાસ્વામી ભગવાનના ઉપદેશથી, લઘુકમ હોવાથી, પ્રતિબંધને પામેલી રૂકિમીએ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી. આવું દૃશ્ય જોઈને ખરેખર આ જ ધર્મ શ્રેયસ્કર છે” એમ વિચારી ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. અને વજીસ્વામી ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. તે વખતે જમથી સંસિદ્ધ એવી પદાનુસારિણી લબ્ધિને ધારણ કરનારા અને શ્રી સંધને ઉપકાર કરવામાં જ જેમનું લક્ષ છે તેવા શ્રી. વાસ્વામી ભગવાને આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાને ઉદ્ધાર કર્યો, પરંતુ કહ્યું કે હવે કાલના અનુસારે ભાવમાં જીવ અલ્પબુદ્ધિવાળા અને બહુ જ અલ્પ સત્ત્વને ધારણ કરનાર થશે આટે આ વિધા મારે જ ધારણ કરવાની છે; અને આ વિધાથી જબૂદીપથી લઈને માનુષોત્તર પર્વત સુધી જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.” પછી અનુક્રમે વજીસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર તરફના પ્રદેશમાં વિચરવા લાગ્યા. એક વખત ત્યાં વૃષ્ટિના અભાવે અત્યંત ભયંકર દુકાલ પડશે અને અન્નને ઘણો અભાવ દેખાવા લાગ્ય, અન્નના અભાવને લઈને તેઓને પણ સાધુઓની જેમ ઉછેરી Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy