SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧-૨] શ્રી વજહવામી [ ૧૭ ] ભયથી ફરી તે ઉઠીને પિતાની શક્તિને પ્રકાશ ન કરતાં કાંઈક ન સમજી શકાય તેવું બેલતા અને મુનિઓ જે કાંઈ પણ બેલતા-ભણતા તે સર્વે ધ્યાન પૂર્વક સાંભળતા હતા. એક વખત ગુરૂમહારાજ બહાર થંડિલ ભૂમિએ ગયેલા હતા અને અન્ય સાધુઓ ભિક્ષાર્થે ગામમાં ગયા હતા તે વખતનો લાભ લઈને બાલ્યભાવની ચપળતાથી બધા મુનિઓનાં ઉપકારણે (ઉપધિના વીંટીયા) લઇને ગોળ કુંડાળું કરીને ગોઠવી દીધાં. પછી ગુરૂમહારાજે સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંદના સમૂહની, મહાઉદ્યમ પૂર્વક પ્રત્યેક પ્રત્યેયને મોટા મેઘની ગર્જના સર ખા શબ્દ વડે, વાચતા આપવી શરૂ કરી. થોડીવારમાં ગુરૂમહારાજ બહારથી પાછા આવ્યા, અને ગર્જના કરતે વજમુનનો શબ્દ તેમના કર્ણને અથડા. તેમણે વિચાર કર્યો કે શું મુનિ ગોચરીથી બાવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે? ત્યાં તે એક મુનિએ તે શબ્દ વજમુનિને છે એમ બરાબર ઓળખીતે ગુરૂમહારાજને કહ્યું કે હે પ્રભે, આ તે વજમુનિને શબ્દ છે,” એટલે ગુરૂજીને ઘણો જ આનંદ થયે. તેમણે મનમાં વિચાર કર્યો કે ખરેખર આ ગચ્છને ધન્યવાદ ઘટે છે કે જેમાં આવા સમર્થ પંડિત બાલમુનિ છે. પછી વજમુનિજી ભ ન પામે તેમ વિચાર કરીને મેટા સ્વરથી નિસ્સીહિ એ પ્રમાણે ઉચ્ચાર કર્યો, એટલે આ શબ્દ ગુરૂમહારાજનો છે એમ જાણું તરત જ બધાં ઉપકરણે સૌ સોને સ્થાને ગોઠવી દીધાં, અને લજજા અને ભય પામતા તે ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા, અને તેમના ધરણની પ્રમાર્જના કરીને પ્રાસક જલથી પ્રક્ષાલન કર્યું, અને ગુરૂમહારાજના ચરણના પાણીને વંદન કરીને માથે ચઢાવ્યું. આવા પ્રકારના તેમના વિનયને જોઈ ગુરૂ એ અત્યંત હર્ષ પૂર્વક તેમની સામે જોયું. પછી “વંધ્યાવૃત્યાદિકમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય” એમ વિચાર કરીને ગુરૂ મહારાજે બીજા શિષ્યોને કહ્યું અમે હવે બીજે વિહાર કરીશું.” “એમ સાંભળતાં મુનિઓએ કહ્યું કે હે પ્રભે, અને વાચના કોણ આપશે?” ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે “હે મુનિએ, આ વજમુનિ તમને વાચના આપીને તમેને સંતોષ પમાડશે! એટલે પછી તે મુનિઓએ શાણાવાજ્ઞા યજ્ઞ જ વિવાર્થ એ નીતિ મુજબ વિચાર કર્યા વિના જ ગુરૂમહારાજનું વચન સ્વીકારી લીધું. ગુરૂમહારાજે તરત જ અન્યત્ર વિહાર કર્યા પછી પડિલેહણ વગેરે કાલિક ક્રિયા કરીને તે મુનિઓ વજમુનિની પાસે વાચનાર્થે આવ્યા, એટલે તેમણે એવી સરસ રીતે વાચના આપી કે સર્વ મુનિઓ વિના પ્રવાસે વાચના સમજવા લાગ્યા. ને તેનું ઊંડું રહસ્ય પણ એવી સહેલાઈથી તેઓ સમજાવતા હતા કે જે જલદી અને વગર મહેનતે મંદબુદ્ધિવાળે પણ સમજી શકે. આ રીતે વાચના મળ માથી સર્વ મુનિઓને અપાર હર્ષ થયો. તેમણે વિચાર કર્યો કે જે ગુરૂમહારાજ ડા દીવસમાં ન આવે તે સારૂ, ત્યાં સુધી આ વજમુનિની પાસેથી જલદી થતસ્કધ પૂરો કરી લઈએ. તે બે વજમુનિને ગુરૂમહારાજ કરતાં પણ અધિક માનવા લાગ્યા. આ બાજુ આચાર્ય મહારાજ વિચારવા લાગ્યા કે વજમુનિ આટલા દીવસમાં આપણા પરિવારમાં પરિચિત થઈ ગયા હશે અને સાધુઓ પણ તેના ગુણો જરૂર જાણી ગયા હશે માટે હવે ત્યાં જઈને એ વજમુનિ જે ભણ્યા નથી તે એને શીખવીએ. આ REA પ્રમાણે વિચાર કરીને કહેલા દીવસે આચાર્ય મહારાજ પાછા ત્યાં આવ્યા, એટલે મુનિઓ ainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy