SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [૧૭] સાક્ષીઓ રાખીને પિતાનું વાલીપણું ઉઠાવી લીધું છે માટે આ તારી માંગણી અસ્થાને છે.” આ પ્રમાણે ઉત્તર મળવાથી બંને પક્ષ વચ્ચે મેટો વાદવિવાદ ઉપસ્થિત થયે, એટલે લેએ કહ્યું: વાદને નિર્ણય ન્યાયમંદિરમાં રાજા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નિશ્ચિત નહિ જ થાય, માટે ત્યાં જાઓ. આ પ્રમાણે સાંભળીને મેહને વશ થયેલ સુનંદા રાજા પાસે ન્યાય માગવા માટે લોકોની સાથે ગઇ. સાધુઓ પણ સંઘ સહિત રાજસભામાં ગયા. ત્યાં સુનંદના પક્ષની બેઠક રાજાની ડાબી બાજુ અને આર્ય ધનગિરિજી તથા સંધની બેઠક જમણી બાજુએ હતી. અને તટસ્થ લોકો યથાસ્થાને બેઠા, પછી બન્નેના બેલવા ઉપર વિચાર કરીને જણાવ્યું “જેના બેલાવવાથી બાલક જેની પાસે જાય તેને એ બાલક છે એમ મનાશે. આ પ્રમાણેને નિર્ણય બને પક્ષે કબુલ કર્યો. પછી “પ્રથમ કોણ બેલાવે” એ પ્રશ્ન થતાં લોકોએ કહ્યું “આ બાલક સાધુઓના લાંબા વખતના પરિચયથી તેમની સાથે પ્રેમાળ થઈ ગયો છે તેથી તે એમનું વચન ઉલ્લંધી શકશે નહિ. માટે પ્રથમ તેની માતા બોલાવે.” એટલે સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાદ્ય વસ્તુઓ બતાવી વજને કહ્યું “હે વત્સ, હું તારી જન્મદાત્રી માતા છું, તારા કાજે મેં અપાર સંકટ સહી મારી કાયાને કૃશ કરી નાખી હતી, માટે આ લેથી ન શરમાતાં જલ્દી મારી પાસે આવે અને મારા મેળામાં આળોટ, નહિતર મારું આ હદય પાકેલા કાળાની માફક દિધા થઈ (ફાટી) જશે.” આ પ્રમાણે અનેક ઉપાયો કર્યા પણ વજી તેની પાસે ન ગયો. કોઈ પણ માસ પિતાની માતાના અગણિત ઉપકારોની અવગુના ન કરે એ ન જાણતાં છતાં વજકુમાર વિચાર કરવા લાગ્યા જે માતા પ્રતિઆકર્ષાઇને હુ સંઘની ઉપેક્ષા કરીશ તે મારે સંસારની બહુ જ વૃદ્ધિ થશે. વળી આ મારી માતા ખરેખર ધન્ય છે, અને લઘુ કર્યાં છે માટે જરૂર તે પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરશે! આ પ્રમાણે વિચારી વજકુમાર જાણે પ્રતિમાસ્ય ન હોય તેમ થિર ઉભો રહ્યો અને માતાના મેહક ઉપાયોથી જરા પણ ચલાયમાન ન થયું. આ સર્વ દશ્ય જોઇને રાજાએ કહ્યું: “હે સુનંદે, આ બાળક જાણે તને માતા તરીકે જાણતા જ ન હોય તેમ તેં અનેક રીતે બેલાવ્યા છતાં પણ તારી પાસે આવ્યો નથી માટે હવે તું દુર ખસી જા, અને ધનગિરિજીને બોલાવવા દે.' પછી રાજાએ આર્ય ધનગિરિજીને બોલાવ્યા અને કહ્યું કે હવે આ બાળકને તમે બોલો, રે આર્ય ધનગિરિ. જીએ કહ્યું કે “હે સુનંદાનંદન, જે તારી વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છા હોય તે અને તું તત્ત્વને જાણ હોય તે આ ધર્મના જ રૂપ અમારા હરણને તુ સ્વીકાર.' આમ કહેતાંની સાથે જ બાળક હાથ ઉંચા કરતા દોડતા આવી પોતાના પિતાના ખોળામાં જઈને બેઠો અને ધર્મધ્વજને લઈ સહર્ષ નાચવા લાગ્યો. આ રીતે તે વજકુમારે રજોહરણ સિવાય બીજી કશીયે વસ્તુ ઉપર પિતાની દૃષ્ટિ નાખી નહિ. આ જોઈને હતાશ થયેલી સુનંદા આ પ્રમાણે વિચાર કરવા લાગી કે મારા ભાઈએ દીક્ષા ગ્રહણ કરી, મારા પ્રાણેશ્વરે પણ ચારિત્ર લીધું અને હવે આ મારો પુત્ર પણ જરૂર સંયમ લેશે માટે મારે પણ હવે પ્રત્રજ્યા લેવી જ ઉચિત છે. આ પ્રમાણે દઢ નિશ્ચય કરી સનદ પિતાને ઘેર ગઈ અને Jain Education મુનિએ પણ વજકુમારને લઈને સ્વસ્થાને ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy