SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક વર્ષ કાર્ય કરજે” સુનંદા બેલી : “હું કહું છું તે બરાબર જ છે, હું તેનાથી બહુ જ કંટાળી ગયેલી છું, માટે આપ તેને જરૂર સ્વીકારે.” આ પ્રમાણે સુનંદાને દઢ નિશ્ચય જાણ્યા પછી છેવટે પિતાની સાથે રહેલ આર્યસમિત મુનિવર્ય તથા સુનંદાની સખીઓ વગેરેને એ પ્રસંગના સાક્ષી બનવીને ધનગિરિજી રૂદનથી વિરામ પામેલા એવા તે બાળકને સુનંદાને હાથે પોતાની કેળીમાં વારી તે ઘરથી ચાલી નીકળ્યા. તે પુત્રના અત્યંત ભારથી તેઓની ભુજા એકદમ નમી ગઈ. ગુરૂ આજ્ઞાનું પાલન કરી તે બંને મુનીંદ્ર ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા. એવામાં ભારેથી વાંકી વળી ગઈ છે. ભુજા જેની એવા આર્ય ધનગરિઝને જોઈને ગુરૂમહારાજ બોલ્યા “હે મુનિઓ, આજે મિક્ષાના ભારથી તમે બહુ જ શ્રમિત થઈ ગયા લાગો છે, માટે તે મને આપે કે જેથી થાકી ગયેલ તમારી ભુજાને શાંતિ મળે.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે 3ળીને પિતાના હાથમાં લીધી. ઝોળીમાં જોતાં તેમાં મહા સૌભાગ્યવન અને હસમુખા બાલકને જે તે બાળકનું નામ, તેનામાં વજી જેટ ભાર હેવાથી, વજ એ પ્રમાણે રાખવાં અવ્યું. પછી સાધુઓને કહ્યું કે “આ બાલક ભવિષ્યમાં મહાભાગ્યવાન થશે. અને પ્રવચનના આધાર રૂપ થશે માટે તેની બહુ જ સભાળ રાખવાની છે.' ગુરૂમહારાજે તે બાલકને, લાલન પાલન સારું, સાધ્વીઓને સે. સાધ્વીએ બે ભકત એવા શેયાતરને ઘેર જઇને “ આ પુત્ર અમારા આત્મા સમાન છે માટે તેનું અત્યંત કાળજી પૂર્વક પણ કરજે” એમ આજ્ઞા કરીને તેઓને સોં. બાલઉછેરમાં કુશળ એવી શિયાતરની સ્ત્રીઓ પણ તે કુમારને પિતાના પુત્ર કરતાં પણ અધિક સમજી પ્રીતિપૂર્વક ઉછેરવા લાગી. બાળક પણ તે સ્ત્રીઓને અરૂચિ થાય તેવી ચાલતા કદાપિ ન કરતે. અને આહાર કરવામાં પણ બહુ પરમિત રહે તો, કારણકે તેને જાતિસ્મરગ ઉત્પન્ન થયું હતું. તે હંમેશાં જ્ઞાનચારિત્રાદિકનાં અનેક ઉપકરણે લઈને બાલક્રીડા કરતો અને એ રીતે શેયાતરીઓને હંમેશા આનંદ કરાવતે. એક વખત પિતાના પુત્રને સુશીલ થયેલ જેને સુનંદાનું મન ડગુમગું થવા લાગ્યું. તે શેયાતર સ્ત્રીઓને “આ પુત્ર મારો છે,” એમ વારંવાર કહીને યાચના કરવા લાગી. એટલે તેઓ એ જવાબ આપ્યો કે “હે સુનંદે, તારો અને આ પુત્રને માતા-પુત્રને સંબંધ અમે જાણતા નથી. આ કુમાર તે અમારે ત્યાં ગુરૂમહાજની થાપણરૂપ છે. આ રીતે તે કુમાર પિતાને મ નહિ એટલે નિરાશ થયેલી તે દૂરથી તેને જોઈને સંતોષ માનવા લાગી. ક્રમશઃ તે સુનંદા, અતિ આગ્રહથી, તેમના જ ઘેર ધાવમાતાની માફક રહીને સ્તનપાન-દિક વડે તેને ઉછેરવા લાગી. થોડો સમય વિત્યો ત્યાં આર્ય ધનગિરિજી વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. સુગંધ પહેલેથી જ નકકી કરીને બેઠેલી હતી કે જ્યારે ધનગિરિજી આવશે ત્યારે મારો પુત્ર હું તેઓની પાસેથી પાછો લઇ લઇશ. એટલામાં ધનગિરિજી ત્યાં પધાર્યા એટલે હર્ષથી ઘેલી બનેલો તે પુત્રના મેહને લીધે તે મહર્ષિઓની પાસે ગઈ અને બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગીઃ “હે પ્રભો, મારે પુત્ર મને પાછો આપે.” ધનગિરિજીએ કહ્યું: “હે મુગ્ધ, માગ્યા વિના જ તે તારી રાજીખુશીથી આ પુત્ર અમને સંપ્યો છે. વમન કરેલ અન્નની જેમ આપી દીધેલ વસ્તુની કે મૂખે કરી પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરે ? વળી તેના ઉપરથી તેં, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy