SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અક-૧ ૨] પ્રાચીન જૈન સ્થાપત્ય [૧૭] અને સ્ત્રી વ્યકિત બેઠેલાં છે તે બંનેની નાયે પબાસણ મધ્યના ભાગમાં એક માણસ બેઠેલે છે, જેની આજુબાજુ બે પાડા ઉપર એકેક માણસ બેઠેલ છે અને તેઓની નીચે બીજા પણ એકેક માણસ છે. આ ચિત્રાકૃતિ કયા વિષયને લગતી છે તેની કોઈ સમજણ પડતી નથી, મ્યુઝીયમના સત્તાવાળાઓ એ પશુ તેની નીચે કાંઇ લખ્યું નથી. મથુર ના કર્ઝન મ્યુઝીયમમાં જે જે જે સ્થાપત્ય મારા જોવામાં આવ્યાં હતાં, તેને ઉલ્લેખ મેં અત્રે કર્યો છે. તે વર્ણનમાં મારો કાંઈ ખલતા રહેવા પામી હોય તે સુજ્ઞ વાંચકે તે તરફ મારૂ લક્ષ દેરવા પ્રયત્ન કરશે એવી આશા રાખું તો તે અસ્થાને નહિ ગણાય. આ સ્થાપત્ય ઉપરાંત મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલાં સ્થાપન માટે ભાગ તે લખનૌના મ્યુઝીયમમાં ખસેડવામાં આવ્યો છે, તેનું વર્ણન બહુ જ વિસ્તૃત રહેવાથી સમય આવે આ માસિકના વાચક સમક્ષ રજુ કરવાની ઈચ્છા રાખતો હાલમાં હું આ લેખને અત્રે સમાપ્ત કરું છું. આ સ્થાપત્યે માંથી નીચે મુજબના પ્રશ્નો અને ઉદભવે છે. તેનું નિરાકરણ તે તે વિષયના જાણકાર મહાશ કરવા મહેરબાની કરશે એવી આશા રાખું છું ૧. પ્રાચીન જિનમૂર્તિઓની નીચે કઈ પણ ઠેકાણે લંછન જોવામાં નથી આવતાં તેનું શું કારણ? શું જિનમૂર્તિની નીચે લંછન કરાવવાની પ્રથા પાછળના સમયથી શરૂ થઈ છે? અને પાછળના સમયથી શરૂ થઈ હેય તો તે કયારે? તે સંબંધી ઉલ્લેખ જૈન સાહિત્યમાં કયા સમયના મલી આવે છે ? ૨. ઉપર્યુકત મથુરાના કંકાલી ટીલામાંથી કેટલીક મૂર્તિઓ “ઉસ્થિત પદ્માસન ની બેઠકે બેઠેલી છે, તે ઉસ્થિત પદ્માસનની મૂર્તિઓ કરાવવા સંબંધી જૈન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ છે કે કેમ? ૩. B 65 ચતુર્મુખી મૂર્તિઓની નીચેના ભાગમાં શિલાલેખની અંદર “તિના સર્વતો મ”િ એવા અક્ષરે લખેલા છે, તે અક્ષરે કોતરવાનું કારણ શું? ચૌમુખી પ્રતિમાઓને જન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉપરના નામથી સંબંધિત કરવામાં આવી છે? અને સંબંધિત કરવામાં આવી હોય તે કયાં અને ક્યારે ? ૪. મોટા ભાગની જિનમૂર્તિઓની પલાંઠીના નીચેના પબાસણની ડાબી બાજુએ યક્ષિણી તરીકે “અબિકા દેવી'ની જ મૂર્તિ કોતરવામાં આવે છે તેનું કારણ? શું પહેલાના સમયમાં બીજા કોઈ યક્ષ, યક્ષિણી બેની માન્યતા ન હતી ? પ્રાચીન સમયમાં તે શું પરંતુ મધ્યકાલીન યુગનાં આબુ વગેરે સ્થળોની મોટા ભાગની મૂર્તિઓના પબાસણની ડાબી બાજુએ પણ અંબિકા દેવીની મૂર્તિઓ કોતરવાનું કારણ શું? “મથુરાના કંકાલીટીલા”માંથી નીકળેલા સ્થાપત્યની અંદર ઉલ્લેખેલા આચાર્યોને નામે “કલ્પસૂત્ર'ની સ્થવિગવલીની સાથે મળતાં આવે છે, પરંતુ કોઈ પણ દિગંબર ગ્રંથના ઉલ્લેખે સાથે નથી મલતા આવતા તે દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ પાછળના સમયમાં થઈ છે તે વાતની આ શિલાલેખોના જીવતા જાગતા પુરાવાઓ સાબિતી નથી આપતા ? Jain Education Internatilhamlag R19 241 242 meie olena.se Only dow.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy