SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કાઠિઆવાડમાં પ્રાચીન જૈન શિલ્પોની I 24 ઉપલબ્ધિ K"} લેખકશ્રીયુત હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા એમ. એ., એલ એલ. બી, પીએચ. ડી. (લંડન) આ લેખમાં નિર્વસ્ત્ર મૂર્તિઓને ઉલેખ જોઈને કોઈ તેને દિગંબર ન માને, કારણ કે પ્રથમ તે આ લેખના વિદ્વાન લેખક પોતે જ તે વાતને નિશ્ચિત રૂપે સ્વીકારતા નથી. વળી શ્વેતામ્બર-દિગમ્બરના ભેદ પડ્યા તે પહેલાંના કાળમાં વેતામ્બરે નિર્વસ્ત્ર મૂર્તિઓને પણ ઉપાસ્ય ગણતા હતા. મથુરાના કંકાલીટીલામાંથી મળેલ, લગભગ બાવીસ વર્ષ પહેલાંની જન તીર્થકરની મૂર્તિઓ આ વાતની સચોટ સાક્ષી આપે છે. કંકાલીટીલામાંથી મળેલ મૂર્તિઓ નિર્વસ્ત્ર હોવા છતાં તેના ઉપર જે આચાર્યોનાં નામો આપ્યાં છે તે તથા તે નામોની સાથે જે ગણ, કુળ કે શાખાનાં નામે આપ્યાં છે તે નિઃશંકપણે વેતામ્બર સંપ્રદાયનાં જ છે. તંગી 2. ત્યારસુધી પુરાતન જેનશિલ્પ (આસરે ઈ. સ. પૂર્વે ૧૦૦-૪૦૦)ના નમુ નાઓ ખાસ કરીને મથુરા અને એની આસપાસથી મળ્યા છે. ગુજરાત કે કાઠિઆવાડમાંથી ઇ. સ. ૧૦૦૦ પહેલાંના જૈનશિલ્પના નમુનાઓ હજુ સુધી મારે જાણવામાં આવ્યા નથી. પરંતુ ૧૯૩૫માં ઢાંકમાં આની મને જાણ થઈ. ઢાંકમાં, હાલના શહેરની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે, ખડકની ખીણમાં થોડીક નાની ગુફાઓ અને એની હાર ખડક પર શિલ્પોની શોધ ડે. બજેસે ઈ. સ. ૧૮૭૩માં ૧. ગોંડલ સ્ટેટમાં જૂનાગઢથી ૩૦ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમે. પુરાતનકાલમાં એ તિલતિલપટ્ટણ વગેરે નામથી ઓળખાતું. એની પ્રાચીન મહત્તાના અવશેષો હાલમાં તે બહુ દેખાતા નથી, પણ જ્યારે જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રાચીન ઘરના પાયા, અને હિંદુ અને જૈન મૂર્તિઓ મળે છે. જુઓ Pi, I, Figs. 1, 2 and 8. ૨. જુઓ Burgess, “Antiquities of Kachh and Kathiawad,” Archaeological Survey of Western India, Vol. II, p. 150, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy