SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અફ ૧૨] પ્રાચીન જૈન સ્થાપત્ય [ ૧૪૫ ] (૨) એક બીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગાપ બાળક સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કસે મેકલે પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા ખની તેમને દૂર લઇ જઇ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યુ. બળભદે છેવટે ન ડરતાં સખત સુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમા કરી ઠાર કર્યો અને અંતે બધા સંકુશળ પાછા ફર્યાં. ભાગવત, દશમસ્કન્ધ, ૦ ૨, શ્લા૦ ૧૮–૩૦, ભગવાન મહાવીરસ્વામીના જીવનમાંતા આમલકી ક્રીડાનો પ્રસંગ શ્રી કૃષ્ણના જીવનના ભાગવતમાં વર્ણિત ઉપર્યું`કત ચમત્કારિક પ્રસંગના અનુકરણરૂપે તા કલ્પસૂત્રની ટીકાઓમાં નહીં મૂકાયા હૈાય ?—એવી સહજ શંકા થાય છે! છતાં શ્રીમદ્ ભાગવતની રચના—સમય પહેલાંના જૈન ગ્રંથમાંથી આમલકીક્રીડાના પ્રસગને ઉલ્લેખ મળતા હોય તે। એ શકા સાવ નિર્મૂળ ઠરે છે. આવા કયા ગ્રંથમાં આ સંબધી ઉલ્લેખ છે તેની મને જાણુ નથી. આશા છે કે જૈન વિદ્યાના આ સબંધી ચેોગ્ય પ્રકાશ અવશ્ય પાડશે. પૂજ્ય મુનિશ્રી ઉપર્યુંકત ત્રણ ચિત્રને જે ‘ આમલકી ક્રીડાના પ્રસંગે ' તરીકે સોધે છે, તે વાસ્તવિક રીત્યા કયા પ્રસંગને લગતા હૈાવા જોઇએ તે સબંધીની મારી માન્યતા આ પ્રમાણે છે: - ચિત્ર નંબર E 1. મુનિશ્રીએ તેને નબર E ૧૪ દર્શાવ્યો છે, પરંતુ છાપેલા બ્લોકમાં પણ મધ્યભાગમાંના ચિત્રના નીચેના જમણા પગ ઉપર E 1 સ્પષ્ટ વાંચી શકાય છે. તથા ડાબા ખભા ઉપર ૧૧૫ નંબર સ્પષ્ટ દેખાય છે. આ આકૃતિ મુનિશ્રી નંબર ૧૦૪૬ની આકૃતિના જેવી જ દર્શાવે છે. પરંતુ ચિત્રમાં અને મૂળ મ્યૂઝિયમમાં પણ મેષના જેવા મુખવાળી આ ઊભી પુરૂષાકૃતિને જમણા ખભા તૂટી ગયેલો છે, ડાખા ખભેા ખાલી છે, ફ્કત તેના ડાબા હાથના કાંડા ઉપર તેણે એ બાળકને એકેક હાથ પકડીને લટકતા પકડેલા સ્પષ્ટ દેખાય છે, તે પછી તેને નબર ૧૦૪૬ વાળી આકૃતિની સાથે શી રીતે સરખાવી શકાય ? વળી તેના ડાબા ખભા ઉપર કે જમણા ઉપર આકૃતિ સુદ્ધાં ન હેાવા છતાં તેઓએ ડાબા ખભા ઉપર વમાન તથા જમણા ઉપર ખીજો કરી હાવાની શી રીતે કલ્પના કરી તેની કાંઇ સમજણ પડતી નથી. ચિત્ર નંબર E 2. મુનિશ્રીએ તેને નંબર ૧૧૧૫ દર્શાવે છે, આ ચિત્ર ઉપર આ બને નખરા છે. મુનિશ્રી આ ચિત્રને ઉપરના ચિત્ર જેવુ જ લગભગ છે એમ દર્શાવે છે, પરંતુ વાસ્તવિક રીતે આ આકૃતિ પુરૂષની નહિ પણ સ્ત્રીની છે, કારણ કે મ્યુઝીયમમાં આ આકૃતિની છાતીના ભાગ ઉપર સ્તનની આકૃતિ ખરાખર દેખાય છે; અને ત્યાંના ક્યુરેટર મહાશયે પણ મને એ સબંધી પ્રશ્ન રૂબરૂમાં પૂછયે હતેા. આ આકૃતિના ડાબા હાથમાં એક બાળક એક હાથથી પકડેલા છે, તથા જમણા હાથના નીચેના ભાગમાં એક બાળક ઉભેલે છે, બંને બાજુના ખભા ઉપર પણ અસ્પષ્ટ આકૃતિ બરાબર દેખી શકાય છે. આ આકૃતિ પહેરવેશ વગેરે બધી બાબતમાં ઉપરની E 1 આકૃતિથી જુદી તરી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy