SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧૫ ૪ (૨) હવે કુમારાએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ શ્રીવ માન કુમાર સાથે રમતમાં હારી ગયા. તેણે કહ્યું ભાઈ હું હાર્યો અને આ વમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર એસા દે.' શ્રીવ માન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને ખવરાવાના પ્રપ ંચ કર્યોઃ તેણે પોતાની દેવશકિતથી સાત તાડ જેટલું પોતાનું ઊંચું શરીર બનાવ્યુ. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજ્ર જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવા તે પ્રહાર કર્યો કે તે ચીસો પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સકોચાઇ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેગે મનમાં સ્વીકાર કર્યો અને પેાતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સધળા વૃત્તાંત કહી સ ંભળાવ્યા. તે વખતે ઇન્દ્રે ધૈયશાળી પ્રભુનુ ‘વીર’એવુ’ ગુણનિષ્પન્ન નામ પાડયું, ’’ આ પ્રસંગને અનુરૂપ ચિત્ર માટે જીએ મારા તરફથી પ્રસિદ્ધ થએલ ‘જૈનચિત્રક૬મ’ નામના ગ્રન્થમાં ચિત્ર, પ્લેટ. નબર, L VIIIમાં ચિત્ર નમ્બર, ૧૯૪. આપણે ઉપરના પ્રસંગવર્ણન ઉપરથી સહેજે સમજી શકીએ છીએ કે ઝાડની આજુબાજુ વીંટાયેલા સર્પને જોને ભયભ'ત થયેલા બાળકો જેવી રીતે પલાયન કરી ગયા, તેવી જ રીતે જ્યારે દેવે સાત તાડ જેટલું પાતાનું શરીર ઉંચું બનાવ્યું હશે ત્યારે તે તે ખળકા જરૂર પોબારા ગણી ગણ્યા હશે. વળી પ્રસંગમાં પણ સ્પષ્ટ વર્ણન છે કે દેવે પોતાના ખભા ઉપર શ્રી વર્ધમાન કુમારને જ માત્ર બેસાડયા છે, તે પછી મથુરાના ત્રણ ચિત્રામના પહેલી ચિત્રાકૃતિવાળા દેવે જમણા હાથમાં ખે, ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક એમ ચાર બાળકોને ઉડાવેલ છે, જ્યારે ખીજ ચિત્રાકૃતિવાળા દેવે ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક અને ત્રીજી ચિત્રાકૃતિવાળા દેવને પહેલી ચિત્રાકૃતિવાળાની લગભગ સમાન જ મુનિશ્રી જણાવે છે. વળી ત્રણે ચિત્રાકૃતિઓ પૈકી એક ચિત્રાકૃતિની આજુબાજુ ઝાડ વગેરે કે જ્યાં બાળકા રમતા હતા, તેનું નામનિશાન સુદ્ધાં નથી તે પછી આ ચિત્રાકૃતિઓ આમલકી ક્રીડાની જ છે, એમ કયા આધારે સાખીત કરી શકાય તેમ છે, તે બાબતને તેઓો યોગ્ય ખુલાસા કરીતે આ સ્થાપત્ય ઉપર વધુ પ્રકાશ પાડવા જરૂર કૃપા કરે એવી મારી તેશ્રીને નમ્ર વિનીત છે. આ આમલકીક્રીડાના પ્રસંગની સાથે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગ ખાસ સરખા વવા જેવા જે આ પ્રમાણે છેઃ— (૧) કૃષ્ણ જ્યારે ખીજા ગેાપ બાળક સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કસે મારવા મોકલેલા અધ નામને અસુર એક યોજન જેટલુ સરૂપ ધારણ કરી માર્ગો વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઇ કૃષ્ણે એ સપના ગળ!ને એવી રીતે રૂધી નાખ્યું કે જેથી તે સર્પ અધાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયે અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકો બધા સકુશળ બડ઼ાર આવ્યાં. Jain Education International ભાગવત, દશમસ્કન્ધ, અ. ૧૨. èા. ૧૨-૩૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy