________________
"
અક ૧-૨ ]
પ્રાચીન જૈન સ્થાપત્ય
[ ૧૪૩ ]
E1, E2 અને 2547 આ ત્રણે ચિત્રોને અગે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રાદશનવિજયજીએ શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકના વર્ષે ખીજાને ૪-૫ મે અક કે જે “મહાવીર નિર્વાણુ વિશેષાંક”ના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના પૃષ્ઠ ૧૭૯ થી ૧૮૩ ઉપર 66 રાના કંકાલીટીલો અને ભગવાન મહાવીરના જીવનના એ વિશિષ્ટ પ્રસંગો મથુનામના એક લેખ લખેો છે, તેમાં પૃષ્ઠ ૧૮૩ ઉપર આ પ્રમાણે વણુન આપેલું છેઃ—
આમલકી ક્રીડાનુ ચિત્રઃ- મથુરામાં આમલકી ક્રોડાનાં ત્રણ ચિત્રા છે (નખર ૧૦૪૬, E ૧૪ તથા ૧૧૧૫). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળા અને મેષના જેવા મુખવાળા પિશાચ-દેવ ઉભેલ બતાવ્યે છે. જમણા હાથમાં તેણે એ બાળકાને ઉઠાવેલા છે. ડાભા ખંભા ઉપર વ માન કુમારને બેસારેલ છે અને જમણુા ખંભા ઉપર ખીજા છેકરને ઉઠાવેલ છે,.......બીજા ચિત્રમાં પણ ઉભા અને મેષ મુખવાળા (પશાચ આપેલ છે. તેમાં તેણે ડાબા ખંભા ઉપર વર્ધમાન કુમાર અને જમણા ઉપર બીજા ટેકરાને ઉપાડેલ છે.
ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રા જેવુ જ છે.”
આ ત્રણે ચિત્રનો એક બ્લેક“ શ્રો મહાવીર નિર્વાણુ વિશેષાંક ”ની શરૂઆતમાં જ
આમલકી ક્રોડાનાં ત્રણ ચિત્રા' એ નામથી છપાઇ ગયેલ છે.
પૂજ્ય મુનિરાજ શ્રો દર્શનવિજયજી જે પ્રમાણે આ ત્રણુ ચિત્રાની એળખાણ આપે છે તે મને પોતાને વાસ્તવિક જણાતી નથી. એક તે। આ ઘટનાના ઉલ્લેખ કોઇ પણ આગમ ગ્રંથમાં મલી આવતા નથી અને તેયો જ મુનિશ્રીએ પણ કલ્પસૂત્રની કિરણાવલી ” ટીકાને ઉલ્લેખ કર્યો છે. વળી ‘ આમલકી ક્રોડા ' એ નામની ક્રીડા અર્વાચીન છે, તથા કોઇ પશુ પ્રાચીન કથા ગ્રંથોમાં આમલ ક્રીડાની રમતનું નામ નથી, છતાં પણ એ વાતને સત્ય માનીએ તો પણ મુનિશ્રીની કલ્પના વાસ્તવિક સાખીત કરી શકતી નથી કારણ કે કલ્પસૂત્રની ટીકામાં જે વર્ણન મળી આવે છે તે નીચે મુજબ છેઃ
66
61
(૧) એક વખતે સૌધર્મેન્દ્રે પોતાની સભામાં મહાવીરના ધૈયગુણુની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કે:- હે દેવ ! અત્યારના આ કાળમાં મનુષ્યાકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવે બીજો કોઇ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ પણ તેમને ખવરાવવાને અસમર્થ છે.' આ સાંભળીને એક દેવ ( કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે) જ્યાં કુમારે। ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ એ જીભવાળા, ચળકતા મણુિવાળા, કુંžાડા મારતા, કાજળ સમાન વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મોટા સર્પનુ રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીટાળી દીધુ. આવા ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટય. પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રીમાન કુમારે જરાપણ ભય પામ્યા વિના પોતે ત્યાં તેની પાસે જઇ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધો. સર્પ દૂર પડયે
એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઇ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
Jain Education International
www.jainelibrary.org