SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ધરતી ઊભેલી છે. પલાંઠીની નીચેના પબાસણમાં બે સિંહ જ કાતરેલા છે, જમણી બાજુ સાત કણાવાળી પુરૂષ યક્ષની આકૃતિ છે, આ આકૃતિના મસ્તક ઉપર સાત ા છે અને તેના ડાબા હાથમાં કમળ જેવુ કાંઇક છે, જે ઉપરથી એમ લાગે છે કે આ યક્ષ તે નાગરાજ ધરણેઃ હશે, કારણ કે ખાણન ડાબી બાજુના છેડાના ભાગમાં જમળ્યા હાથમાં કમળ તથા ડાબા હાથમાં અંકુશ પકડી બેઠેલી યક્ષિણીની મૂર્તિ છે, જે મિ પદ્માવતીદેવીની હાય એમ લાગે છે. આ યક્ષ, યક્ષિણીની મૂર્તિ ઉપરથી એમ લાગે છે કે આ જિનમૂતિ તે પાર્શ્વનાથ પ્રભુનીજ મૂતિ હેવી જોઇએ. 268 અને ખભા ઉપર લટકતા વાળવાળી શ્રીઋષભદેવ ભગવાનની આ ઊભી કાઉસગીયા મૂર્તિ લગભગ અખંડિત છે, પાછળના ભાગમાં ભામડળ તથા બંને બાજુએ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યકિત ઉભેલ છે. B 19 બંને બાજુ એકેક થાંભલા સહિતની પદ્માસનસ્થ તીર્થંકરની આ જિનમૂર્તિના ખેાળામાં રાખેલા હાથના સહેજ ભાગ તૂટેલો છે. તે સિવાય આ મૂર્તિ અખંડિત છે, મૂર્તિની બંને બાજુએ ચામર ધરનાર એકેક વ્યકિત ઉભેલી છે, તથા ઉપરના ભાગમાં એકેક દેવતા ઝુલની માળા લઈને આવતા કોતરેલા છે, 1258 બંને હાથે વીણા પકડીને ઉભી રહેલી એક સ્ત્રીની આકૃતિ છે, તેણીના મસ્તકના ભાગ ખંડિત થઇ ગએલો છે; સ્ત્રીની જમણી બાજુએ એ હસ્તની અજલિ જોડીને સ્તુતિ કરતા એક પુરૂષનો આકૃતિ છે અને ડાબી બાજુએ સ્તૂપ જેવી આકૃતિ છે. ઘણું કરીને આ ખતે સ્ત્રી, પુરૂષ સ્તૂપની પાસે ઉભા રહીને સ્તૂપનો સ્તુતિ કરતા હાય એમ લાગે છે. D. 7 અંબિકાની મૂર્તિ છે, અને મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેના નીચે Parvati with Skanda, Medieval period એવી રીતનું લેબલ છે, જે ખરાબર નથી. વાસ્તવિક રીતે તે આ અબિકાદેવીની મૂર્તિ છે. કારણ કે તેના નીચે સિંહનુ વાહન છે, તેણીના જમણા હાથને કેટલાક ભાગ તુટેલા છે અને તે તરફ તેણીને એક છોકરા ઉભેલે છે, જેના મુખના ભાગ નાશ પામેલા છે. તેણીના પાછળના ભગમાં ભામડલ છે. વળી જમણી બાજુના છોકરાની પાસેના ભાગમાં ગણપતિની મૂર્તિ પણ કતરેલી છે, વળી બને બાજી ચામર ધરનારા ઉભા રહેલા છે, મસ્તક ઉપરના ભાગમાં તીર્થ કરનો મૂર્તિ, આંબાનુ ઝાડ, કૃષ્ણવાસુદેવ પોતાનાં આયુધો સાથે તથા હળ અને મૂશળ સાથે બલદેવ પણ કાતરેલાં છે. આ મૂર્તિ મધ્યકાલીન યુગની છે અને તે સ્થાપત્યના એક ઉત્તમ નમૂને છે. વળી આ મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી નથ છતાં પણ મ્યુઝીયમના સત્તાવાળાોએ તેને જૈનમૂર્તિ હોવા છતાં હિંદુ મૂતિ તરિકે એળખાવવા પ્રયત્ન કરેલો હાવાથા અહીંયા આ મૂર્તિની નોંધ લેવામાં આવી છે. .. B, 65 ચતુર્મુખી જિનમૂર્તિ એની ચારે બાજુની પલાંઠીના નીચેના પબાસણુના ભાગમાં વચમાં ધચક્ર છે; ને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથ પ્રભુની છે. For Private & Personal Use Only Jain Education international www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy