SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ જૈન સ્થાપત્ય ભારતવર્ષના ખુણે ખુણે પથરાએલાં છે, પરંતુ પ્રસ્તુત લેખથાં જે સ્થાપત્યોનું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું છે, તે સ્થાપત્ય મુસલમાની સલતનતના સમયમાં ભૂગર્ભમાં સમાવી દેવામાં આવ્યાં હતાં. આ સ્થાપત્ય અને એરીસામાં આવેલા ઉદયગિરિ અને ખંડગિરિ ઉપરનાં કેટલાક સ્થાપત્ય સિવાયનાં બીજા કેટલાં સ્થાપત્યે હજુ ભૂગભમાં સમાએલાં પડ્યાં હશે, તે તે જ્ઞાની મહારાજ જ જાણી શકે. “મથુરાના તૂપનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમની ચઉદમી સદીમાં રચેલા વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રન્થમાં “મથુરા કલ્પ’માં કરેલું છે, જેનું ગુજરાતી ભાષાંતર “જૈન સત્ય પ્રકાશન પ્રથમ વર્ષના અંક ૩ પૃષ્ઠ ૬૦થી ૭૩, અંક ૪ પૃષ્ઠ ૧૧રથી ૧૧૪, અંક ૫ પૃષ્ઠ ૧૪૫થી ૧૪૯ અને અંક ૬ પૃષ્ઠ ૧૭૮થી ૧૮રમાં મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ છપાવેલું છે. આ “મથુરા કલ્પ' સિવાય પણ બીજાં ઘણાં સ્થળોનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિ. જીએ ઉપર્યુક્ત ગ્રંથમાં કરેલું છે, જેમાંના ઘણાંએ તીર્થસ્થળનું નામનિશાન પણ આજ જણાતું નથી, તેનું મુખ્ય કારણ જનની ઘટતી જતી વસતી તથા તે તરફની ઉદાસીન ભાવના છે. આ “મથુરાને કંકાલી ટીલો' વર્તમાન મથુરા શહેરથી લગભગ અડધે માઈલ દૂર નઋત્ય ખુણા તરફ આવેલ છે. આ ટીલાનું નામ ત્યાં આવેલા એક આધુનિક મંદિરની અંદરની જુની કોતરણીવાળા થાંભલા મથેની હિંદુ દેવી કે જેનું નામ કંકાલો' છે તેના ઉપરથી “કંકાલી ટીશ એવું આપવામાં આવ્યું છે. આ મંદિર, એક કુ અને ઈ. સ. ૧૮૯૦-૯૧માં ડે. કુહરર્ (Fukrer) ની દેખરેખ નીચે ખોદાયેલા જનસ્તૂપની વચ્ચે આવેલું છે. આ ટીલ ૫૦૦ ફૂટ લાંબો અને ૩૫૦ ફૂટ લગભગ પહેળે છે. આ ટીલાનું બેદકામ પણ જુદા જુદા સમયે અને જુદા જુદા પુરાતત્ત્વવેત્તાઓની દેખરેખ નીચે બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭ના માર્ચ અને નબર માસમાં જનરલ કનિંગહામની દેખરેખ નીચે ટીલાની પશ્ચિમ તરફના ખુણાનું, મી ગ્રેઝ (Growse)ની દેખરેખ નીચે ઈ. સ. ૧૮૭૫માં ઉત્તર તરફના ખુણાનું, અને ડૉ. બર્જેસ (Burgess) તથા ડે. ફૂરની દેખરેખ નીચે પૂર્વ તરફના ખુણાનું ઇ. સ. ૧૮૮૭થી ૧૮૮૬ દરમ્યાન જુદા જુદા વખતે તથા મી. ગ્રેઝની પહેલાં મથુરાના મેજીસ્ટ્રેટ તરીકે આવેલા મી. હાર્ડિ જની દેખરેખ નીચે પણ કેટલુંક ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ રીતે જુદા જુદા નિષ્ણાતોની દેખરેખ નીચે ખેદકામ થએલું હોવાથી અને કેટલીક ખેદનારાઓની ભૂલથી વર્તમાન સ્થાપત્યોને મોટે ભાગ ખંડિત થઈ ગએલે છે. આ “કંકાલી ટીલા બેમાંથી ખોદી કાઢેલાં સ્થાપત્યો પૈકીના મોટા ભાગનાં ચિત્રે ઇ. સ. ૧૮૦૧માં પ્રસિદ્ધ થએલા “The Jain Stupa and Other Antiquities of Mathura” નામના પુસ્તકમાં સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથની ટુકી નેંધ સાથે અંગ્રેજી ભાષામાં છપાએલા છે. તે ઉપરાંત મથુરાનાં શિલાલેખે ઉપર સ્વર્ગસ્થ ડે. બુહલરે “એપિગ્રાફીયા ઇ-ડીકા'ના પહેલા વેલ્યુમમાં “ New Jaina Inscriptions from Mathura” નામના નિબંધમાં પૃષ્ઠ ૩૭૧થી ૩૮૭ ઉપર પાંત્રીસ શિલાલેખેની, તથા એપિગ્રાફિયા ઇન્ડીકા ના બીજા વેલ્યુમમાં " Fuather Jaina Inscriptions For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy