SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨]. પ્રાચીન જન સ્થાપત્ય [૧૭] ઇમાં રહેલી છે. જેનાશ્રિત કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ, જિનમંદિરોના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંતિ ઝળકે છે. જિનમંદિરે કરાવવાને આશય જિનમંદિરનાં નિર્માણ, સંપ્રદાયમાં આવેલાં મનુષ્યને કોઈ અંધપરંપરાની જાળમાં ગુંચવવાને નથી; પરંતુ જગતના મકાન તપસ્વી અને સાધક જિનશ્વરદેવેએ જીવનના પરમ આદર્શ કેળવી જે આત્મસંપત્તિ પ્રાપ્ત કરી તે ઉદારતા પૂર્વક જગતના બીજ વારને વહેચવાને તેના કેંદ્રરૂપે જિનમંદિર બન્યાં છે. એ જિનમંદિશ એ મહાસિદ્ધોના આદ નું પ્રચારકાર્ય કરવામાં નિષ્ફળ નીવડે તે તે માટે જિનમંદિર નહિ પણ તેના વારસદારે વહીવટદારની સંકુચિત મને દશા–જવાબદાર છે, એ સુસ્પષ્ટ છે. જીવનક્રમની અનેક દશાઓ વટાવી આત્મા પરમ કેટીએ પહોંચે ત્યાંસુધી તેને હંમેશાં ચેકકસ દિશા સૂચવનાર, દેનાર કે પ્રેરનાર સ્વરૂપ જાળવવાને જિનમંદિરે સર્જાયાં છે. જિનમંદિરની રચના જનસમુદાયનાં વિવિધ માનસને લક્ષ્યમાં રાખી, દરેક જણ ગ્યતા પ્રમાણે સંસ્કાર અને સબોધ ઝીલી શકે એવી રીતે તેના શિલ્પીઓ કરતાં-કરે છે. આથી જિનમંદિરમાં દૂરથી પણ દર્શન થઈ શકે માટે શિખર, ધ્વજા વગેરેને સ્થાન મળ્યું છે. નગરજને દિન-રાતના વ્યવહારમાં પણ જીવનને પરમ આદર્શ વિસરી ન જાય અને થોડો સમય પણ દેવકાર્યમાં ગાળે એ સ્મૃતિ જિનમંદિર કરાવી શકે. - જિનમંદિરની અંદર એક જ માર્ગ ઉપાસના કે સાધના કરી રહેલા અનેક જીવનને મેળ-મેળાપ થાય, ત્યાં દરેક વ્યકિત એકબીજાથી ભાવનાનું બળ અને શ્રદ્ધા મેળવે, ત્યાં દરેક વ્યકિત પિતાનું કે સમાજનું વ્યકિતત્વ બાજુએ મૂકી કોઈ મહભાવમાં લીન થવા પ્રયત્ન કરે એ હેતુ જિનમંદિરના નિર્માણ હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. ગરીબ અને તવંગર જિનમંદિરમાં દર્શન-પૂજન કરવામાં એક સરખી છુટ ભોગવતાભોગવે છે. જિનમંદિરના ઉત્સવ એ સંગીત, સંસ્કાર અને કળાની પરબ નહિ તે બીજુ શું છે? અનેક લોકોના આત્મિક આનંદ અને વિશ્રામનું ધામ, સંસ્કાર અને શિક્ષણનું કેંદ્ર જિનમંદિર બન્યાં ત્યારે જ જનતાએ પિતાની સંપત્તિના દાન અને સ્વાર્પણને પ્રવાહ ત્યાં રેલાવ્યું હતું. મધ્યકાલીન યુગમાં શત્રુ જય, ગિરનાર કે દેલવાડાના વિધમાન રહેલાં જિનમંદિરે, જિનમંદિરોની આ શકિતનો સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવી શકે છે. મોટા મોટા આચાર્યોનાં ઉપદેશવચને કે લાંબી લાંબી કથાઓ અનેક ગ્રામ્યજનોનાં હૃદયમાં ઉતરતાં વાર થાય; પરંતુ જિનેશ્વરદેવની ધ્યાનમગ્ન મૂર્તિ અથવા મંદિરની પ્રદક્ષિણાની દિવાલ પર કોરેલી કે ચીતરેલી કથાઓ માત્ર થોડી જ ક્ષણોમાં જીવનના અનેક રસમાં પસાર કરાવી મૂળ ભાવનાને પ્રત્યક્ષ કરાવી દે છે. ચિત્ર અને શિલ્પને બહુ ઉદાર આશ્રય આપવામાં જિનમંદિરોએ આખી જનતાની સેવા કરી છે. પ્રાચીન ભારતમાં આજના કરતાં કળા અને શિલ્પનો પ્રસાદ વધુ ઉતર્યો અને | Jain Educaપ્રજાએ વધુ રેસ માણ્યો હોય તે તેને યશ જિનમદિને જો) મળે. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy