________________
અંક ૧-૨ ] જન રાજાઓ
[૧૨] વિગત મળતી નથી. પણ વિરનિર્વાણની છઠ્ઠી સદીને કલિંગનરેશ બૌદ્ધધમી હતું અને બારદુકાળીમાં વાસ્વામીએ સંધ સાથે જગન્નાથપુરી જઈ ત્યાંના બૌદ્ધરાજાને જૈન બનાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
(હિમવત વિરાવલી, હાથીગુફા શિલાલેખ, વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના) મહારાજા વિક્રમાદિત્ય
વીરનિ. સં. ૪૫૦ લગભગમાં ઉજયિનમાં ગર્દભવંશી રાજાનું શાસન હતું. તેણે એક મહાસતી સાધ્વીને પિતાના અંતઃપુરમાં લઈ જવાનું મહાપાતક કરવાથી કાલિકાચાર્યની પ્રેરણાથી શાહી (શક) રાજાઓએ સિંધ, કચ્છ અને કાઠિયાવાડના માર્ગેથી આવી ઉજ. ચિનીમાં પિતાનું શાસન સ્થાપ્યું. ચાર વર્ષમાં પ્રજાએ આ નવા રાજ્ય સામે વિરોધ ઉઠાવ્ય એટલે કાલિકાચાર્યને ભાણેજ ભરૂચના રાજા બલમિત્રે શાહી (શક) શાસનને અંત લાવી આર્ય રાજ્યની પુનઃ સ્થાપના કરી. ઉ જયિનીની ગાદીએ આવીને આ બલમિત્રે જ વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. તેણે વીરનિ. સ. ૪૭૦થી પિતાન-વિક્રમ સંવતું ચાલુ કર્યો.
અત્યારના ઇતિહાસ તે સમયે વિક્રમાદિત્ય નામે કોઈ વ્યકિત થયાને સાફ ઇન્કાર કરે છે, અને “માત્ર માલવાની પ્રજાના આ વિજયવાળા વર્ષથી માલવસંવત્નો પ્રારંભ થયે, અને પાછળથી થએલ ભિન્ન ભિન્ન રાજાઓના “વિક્રમાદિત્ય વિશેષણથી તેનું વિક્રમસંવતુ” નામ પડયું,” એમ માને છે. જન ઇતિહાસ બલિમિત્રનું અસ્તિત્વ માને છે. તે કાલિકાચાર્યને ભાણેજ હોવાથી શાહી (શક) રાજ્યના પ્રથમ લાભ તેને મળ્યું હોય એ સંભવિત છે. પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ આ વસ્તુને અનુલક્ષીને ઉપર પ્રમાણે મેળ મેળવ્યું છે, જે સર્વથા યુક્તિયુક્ત લાગે છે.
વિક્રમાદિત્ય જન હતું. પ્રાચીન ઇતિહાસના આધારે સિદ્ધસેન દિવાકર તેના ગુરૂ હતા, જેમણે ૧૧ ઉજજૈનમાં મહાવીર સ્તુતિ તથા કલ્યાણુમંદિર સ્તોત્ર વડે અવન્તી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મહાકાલ તીર્થ સ્થાપ્યું હતું. અને વિક્રમાદિત્યને પ્રતિબધ્યું હતું. આ રાજાએ વિવિધ રીતે જૈનધર્મને પ્રચાર કર્યો હતે.
રાજ સાતવાહન
આ રાજા વિક્રમાદિત્યને સમકાલીન અને તેને પ્રતિસ્પધી દક્ષિણને રાજા હતા. તેની રાજધાની પ્રતિષ્ઠાનપુર (પેઠાણ)માં હતી. તે દેવની સહાયથી ત્યાંને રાજા બન્યું હતું. તે જૈન હતું. તેણે શ્રમણ પૂજા–ઉત્સવ કર્યો હતો અને તેની પ્રાર્થનાથી જ કાલકાચાર્યે ભાદરવા સુદી પાંચમના બદલે ચોથના દિવસે સંવત્સરી કરી હતી. આ પ્રસંગ વિક્રમ સંવતના પ્રારંભ પહેલાને છે. ત્યારપછી બીજે વર્ષે ચતુર્વિધ સંઘે આ ફેરફાર કાયમ માટે સ્વીકારી લીધે, જે અદ્યાવધિ પળાય છે.
૧૧ સિદ્ધસેન દિવાકરના સમય માટે વિદ્વાનોમાં મતભેદ છે. પણ દિગંબર આચાર્ય પૂજ્ય. પાદન વ્યાકરણમાં સિદ્ધસેનસૂરિની સાક્ષીવાળું સૂત્ર હોવાથી તેમને સમય વિકમની છઠ્ઠી સદીના બદલે પહેલી સદીમાં ફરજિયાત માનવે પડે છેnal Use Only
www.jainelibrary.org Jain Education International