________________
[૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
ગિરિ તથા ઉદયગિરિ) કલિંગના આભૂષણ સમાન છે. એક મત પ્રમાણે ભદ્રબાહુસ્વામી, સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ આ પર્વત ઉપર સ્વર્ગે ગયા હતા. સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિએ સરિમંત્રને કરડવાર જાપ આ પહાડ ઉપર કર્યો હતો. એક કાળનું જૈન તીર્થ અને વર્તમાનનું હિંદુતીર્થ જગન્નાથપુરી પણ કલિંગમાં જ આવેલ છે. કલિંગના ચેટકવંશી રાજાઓ ઘણુ કાળ લગી જૈન રહ્યા છે. રાજા ખારવેલ આ વંશને જ પ્રસિદ્ધ જૈન રાજા થયો.
મગધસમ્રાટ શ્રેણિકના ઉત્તરાધિકારી સમ્રાટ કણિકે વિશાળા નગરી ઉપર હલ્લો કર્યો હતો, જેમાં ત્યાંના રાજા અને કેણિકના દાદા ચેટકનું મરણ થયું હતું. પછી ચેટકને પુત્ર શોભનરાય કલિંગમાં જઈ પહોંચે. કલિંગનરેશ તેને સસરો થતું હતું. તે અપુત્રી હોવાથી શમનરાય કલિંગનરેશ બન્યો. તે પરમ જૈન હતા અને તેના વંશના રાજાઓ પણ જન હતા. તેમાંના કેટલાક રાજા સ્વતંત્ર રહ્યા હતા અને કેટલાકે પાટલીપુત્રના રાજાનું આધિપત્ય સ્વીકારેલ હતું. નંદ તથા અશકે કલિંગપર પિતાની આણ પ્રવર્તાવી હતી. આ સિવાયના કાળમાં કલિંગ સ્વતંત્ર હતું.
પાટલી પુત્રની ગાદી પર સંપ્રતિ પછી બીજા મૌર્ય રાજાઓ થયા તેમાંના રાજા બૃહદ્રથને મારી તેને સેનાપતિ પુષ્યમિત્ર પાટલીપુત્રને રાજા બને અને તેણે જગતમાં નામના મેળવવા માટે અશક અને સંમતિથી અવળો માર્ગ લીધે. “દિવ્યાવદન” નામક બૌદ્ધગ્રંથમાં લખ્યું છે કે પુષ્યમિત્રે બૌદ્ધધર્મને નાશ કરવાનું બીડું ઉઠાવ્યું, ચતુરંગ સેના સાથે પાટલીપુત્રથી શ્યાલકોટ (પંજાબ) સુધી પ્રયાણ કર્યું. વચમાં મળતા બૌદ્ધ સાધુઓને શિરચ્છેદ કરાવ્યો, એટલું જ નહીં પણ એક બૌદ્ધ સાધુનું માથું લાવનારને એક સેનામહોર આપવાનું જાહેર કર્યું વગેરે.
તેણે બૌદ્ધધર્મની જેમ જનધર્મને પણ ભયંકર હાનિ પહોંચાડી. આ વખતે ચેટવંશીય વૃદ્ધરાજનો પુત્ર ખારવેલ કલિંગને રાજા હતા. આ રાજા ત્રણ નામે ઓળખાય છે. (૧) મહામે વાહન (મહામેવ હાથીવાળા), (૨) ભિખુરાય (નિર્ગધ ભિક્ષુઓને ઉપાસક) અને (૩) ખારવેલ (સમુદ્રને સ્વામી).
ખારવેલે મૌર્ય સં. ૧૬૪માં હાથીગુફામાં એક શિલાલેખ પર પિતાના ૧૪ વર્ષના રાજ્યકાળની પ્રશસ્તિરૂપ લેખ ખોદાવ્યું હતું જેમાં અનેક અતિહાસિક વાતનો ઉલ્લેખ મળે છે. તેમાં બારમા વર્ષનું વૃત્તાન્ત છે કે મહારાજા મહામેઘવાહને આ વર્ષમાં પાટલીપુત્ર પર ચડાઈ કરી પુષ્યમિત્રને પિતાને ચરણે નમાવ્યું અને નંદરાજા કલિંગની પ્રાચીન જિનપ્રતિમાને ઉપાડી લાવ્યા હતા તે પ્રતિમા તથા રત્ન વગેરે કલિંગમાં પોતાની રાજધાનીમાં લઈ ગયે. તેણે આ પ્રતિમાને જિનાલયમાં સ્થાપી તેની પૂજાને ઉત્સવ ઉજવ્યો. આ શિલાલેખમાં તેણે જૈન મુનિઓને વસ્ત્રદાન કર્યા-કરાવ્યાનો પણ ઉલ્લેખ છે. આ રીતે આ રાજા પરમ જૈન હતા.
ખારવેલ પછીના કલિંગના રાજાઓ કયા ધર્મના અનુયાયી હતા તે બાબત કશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org