________________
[૧૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪
રાજખટપટને ભોગ બની તે અંધ થઈ જવાથી રાજ્ય ચલાવવાને અગ્ય થયું હતું,
એટલે તેને પાટલીપુત્રનું રાજ્ય મળવાની આશા ન હતી. પણ જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપે ત્યારે તેને રાજ્યની આકાંક્ષા જાગી અને તે માટે પિતાને હક સાબીત કરવા તે તરત અશક પાસે પહોંચે. અશેકે પિતાના પૌત્રને હક કબુલ રાખી તેનું સંપ્રતિ એવું નામ રાખ્યું. સંપ્રતિનાં સંપતિ, સંપ્રદિ, સપ્તતિ, સંગત અને બંધુપાલિત ઇત્યાદિ નામે પણ મળે છે.
એક દિવસ આર્ય સુહસ્તિસૂરિ પિતાના પરિવાર સાથે શ્રી જીવિતસ્વામીની યાત્રા નિમિત્તે ઉજ્જયિની પધાર્યા. તેમના દર્શનથી સંપતિના હૃદયમાં ઊહાપોહ થવા લાગે અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યુ. જાતિસ્મરણથી પિતાને પૂર્વભવ જાણી પિતાના ઉપકારક ગુરૂને તેણે ઓળખ્યા અને એ તેમના ચરણમાં ઢળી પડે અને કહેવા લાગ્યું કે, આ રાજ્ય આપની કૃપાનું ફળ છે, હું આપને દાસ છું અને આપ મને આજ્ઞા ફરમાવો વગેરે. આ રીતે તે જૈનધર્મમાં વિશેષ દૃઢ થયે.
મૌર્યવંશની સંપ્રતિ સુધી ક્રમશઃ વૃદ્ધિ થઈ છે અને પછી ક્રમશઃ હાસ થયે છે એટલે તેને મૌર્યવંશમાં યવમધ્ય કહી શકાય.
આ રાજાએ પિતાના પૂર્વભવના આધારે ભીખારીઓનું દુઃખ સમજીને તેના નિવારણ માટે દાનશાળાઓ સ્થાપી હતી, અને ગૃહસ્થને દાન માર્ગ બતાવ્યું હતું. પિતાના ખંડિયા રાજાઓને ઉપદેશી જૈનધમ બનાવ્યા હતા, અને તેમના દેશમાં જન સાધુઓને વિહાર ચાલુ કરાવ્યું હતું. તેણે પ્રભુપૂજા, રસવ, મુનિસત્કાર, અમારી–પ્રવર્તન, જિનમંદિર બંધાવવાં આદિ અનેક ધાર્મિક સુકાર્યો કર્યા–કરાવ્યાં હતાં. આંધ, કાવડ, મહારાષ્ટ્ર, કુકડ વગેરે દેશમાં વેશધારી સાધુઓ મેકલી આર્ય-અનાર્ય દેશમાં સાચા સાધુઓને વિહાર ખુલ્લે કરાવ્યો હતે. તક્ષશિલામાં પિતાના પિતાના સ્મારક માટે એક જિનવિહાર બનાવરાવ્યો કે જે અત્યારે કુણાલતૂપ તરીકે પ્રસિદ્ધ છે.
આ રીતે સંપ્રતિ રાજાએ સમગ્ર ભારતમાં જૈનધર્મને પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતે. સંપ્રતિએ પિતાના સિક્કામાં, એક તરફ “સમ્મદિ અને બીજી તરફ સ્વસ્તિક, જ્ઞાન દર્શનનાં બે ટપકાં, તે ઉપર ચારિત્રનું એક ટપકું અને સૌથી ઉપર સિદ્ધશિલાની અર્ધચંદ્ર આકૃતિ, અત્યારે દેરાસરોમાં ચોખાને સાથિ વગેરે કરવામાં આવે છે તે પ્રમાણે, મૂકવામાં આવેલ મળે છે. તથા સાથે સાથે મૌર્ય' શબ્દ પણ આપેલ છે. આવા સિકકાઓની ટંકશાળ તક્ષશિલામાં હતી. આ સિકકાઓ અત્યારે તક્ષશિલા, પાટલીપુત્ર અને રામનગરઅહિ છત્રામાંથી મળે છે. આ સિકકા સંપતિના હૃદયમાંને જનધર્મ પ્રત્યે આદર બતાવે છે.
સંપ્રતિ માટે અજૈન વિદ્વાનોના મત આ પ્રમાણે છે:
૧ દિવ્યાવદાન” નામક બૌદ્ધ ગ્રંથના રંભા અવધાનમાં લખેલ છે કે સમ્રાટ અશકે બૌદ્ધસંઘને ૯૬ કોડ સેનાનું દાન કર્યું હતું. મરણ સમયે તેણે બાકીના ૪ કેડનું દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org