SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાજાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન નામે મળે છે. જૈન ગ્રંથ દીપવંશ તથા મહાવંશમાં બિંદુસાર; વિષ્ણુપુરાણ, કલિયુગરાજ વૃત્તાંત તથા અન્ય પુરાણમાં વારિસાર; વાયુપુરાણમાં ભદ્રસાર અને ગ્રીક ગ્રંથમાં Amitrochetes અમિત્રો ચેટસ એટલે અમિત્રાઘાત નામ મળે છે. તેના રાજદરબારમાં ડેમેસ નામને યુનાનને એલચી આવ્યું હતું, જેણે ભારતભ્રમણનું વૃત્તાંત લખ્યું હતું. આજે એ લખાણને થોડેક ભાગ જ ઉપલબ્ધ થાય છે. સોળમી સદીના પ્રસિદ્ધ રીબેટી લેખક તારાનાથના લખવા પ્રમાણે બિંદુસારે ચાણકયની સહાયથી સેળ રાજ્ય ઉપર વિજય મેળવ્યું હતું અને તેના રાજા તથા મંત્રીઓને નાશ કરી એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી મર્ય શાસનની ધજા ફરકાવી હતી. (સામ્રાજ્યકા ઈતિહાસ, પૃ. ૪ર૬-૨૭) બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય ગા. ૧૧૨૭માં પણ બિંદુસારે ચંદ્રગુપ્ત કરતાં વિશેષ ભૂમિમાં અને ચડિયાતી રીતે શાસન ક્યના આશયને ઉલ્લેખ મળે છે. બિંદુસાર જૈન હતે એના સ્પષ્ટ ઉલ્લેખો મળતા નથી પણ તેને પિતા ચંદ્રગુપ્ત, તેના મંત્રીઓ અને પ્રારંભિક જીવનમાં તેને પુત્ર અશક જૈન હતું એ ઉપરથી બિંદુસાર જન હતું એમ માની શકાય છે. સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ” પૃ૦ ૬૭૧માં લખે છે કે – “મૌર્ય રાજાઓ બૌદ્ધ કે જેન હતા. તેમના ધર્મ-વિજયજી ઇર્ષાળુ બની બ્રાહ્મણોએ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનને અંત આણે.” આથી સ્પષ્ટ થાય છે કે મૌર્યવંશી રાજાઓ કાં તે જેન હતા કે બૌદ્ધ હતા. બીજી બાજુ બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના બૌદ્ધ હવાને સાફ ઇન્કાર કરવામાં આવ્યું છે એટલે છેવટે તેને જૈન માને પડે છે. - બિંદુસારને શાસનકાળ લગભગ ૨૫ વર્ષને મનાય છે. તેના મરણ પછી તેને પુત્ર અશક તેની ગાદીએ આવ્યું. અશેકે બૌદ્ધધર્મને સ્વીકાર કરી મરણ સુધી તેનું જ પાલન કર્યું. સમ્રા સંપ્રતિ અશોકના રાજ્યકાળમાં ભયંકર દુકાળ પડે, ત્યારે આચાર્ય આર્ય સહસ્તીસૂરિએ કૌશાંબીમાં, એક સાધુ પાસે ખાવાની માગણી કરતા એક ભીખારીને દીક્ષા આપી. દીક્ષા લઈને તે જ દિવસે ભીખારીએ ખૂબ દાબીને આહાર કર્યો તેથી તે જ રાત્રે તે મરણ પામે. મરીને તે અવ્યક્ત સામાયિચારિત્રના પાલનના પ્રભાવે અશોકના પુત્ર યુવરાજ કુણાલન પત્નીની કુક્ષિમાં પુત્રપણે ગર્ભમાં આવ્યો. આ વખતે કુણાલ યુવરાજ હોવાથી ઉનને પ્રદેશ તેને ભગવટામાં હતે.૧૦ પણ - “રાજતરંગિણી'માં અશકે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન જૈનધર્મ સ્વીકાર્યાને ઉલલેખ છે, પણ તે પ્રામાણિક હોય એમ માની શકાતું નથી. ૧૦ અત્યારે જેમ ઈગ્લેંડના યુવરાજને વેલ્સનું પરગણું અને નિઝામના યુવરાજને વરાડપ્રાંત ભગવટા માટે અપાય છે તેમ તે વખતે મોર્ય યુવરાજને અવંતીને પ્રદેશ મળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy