________________
અંક ૧-૨]
જૈન રાજાઓ
[૧૧૫]
૭ અયોધ્યાપ્રસાદ ગોયલીય દિગંબર જૈન “મૌર્ય સામ્રાજ્ય કે જૈનવીર” પૃ. ૧૩૬માં લખે છે કે દિગંબર જૈન ગ્રંથોના આધારે ભદ્રબાહુવામીનુ આચાર્યપદ વીરનિ. સં. ૧૩૩થી ૧૬૨ (ઈ. સ. પૂર્વે ૩૯૪થી ૩૬૫) સુધીમાં મનાય છે. અને ઈતિહાસના આધારે ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૩૨૨થી ૨૮૮ સુધી મનાય છે. આ રીતે બન્નેની વચમાં ૬૭ વર્ષનું અંતર પડે છે. અને વેતાંબર જૈન ગ્રંથના આધારે તે બન્નેની વચ્ચે ૫૯ વર્ષને ફેર પડે છે. એટલે ભદ્રબાહુ સાથે શ્રવણબેલગોલમાં ચંદ્રગુપ્તના અનશન સ્વીકાર વગેરેની વાતે કલકલ્પિત ઠરે છે.
આ પ્રમાણે દિગંબર વિદ્વાનોના વિસંવાદો તપાસ્યા પછી ચંદ્રગુપ્તની દીક્ષાની વાત સ્વયમેવ કલ્પના કરી જાય છે. આજના ઈતિહાસ પણ બારીક અભ્યાસના અંતે સપ્રભાણ રીતે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત એટી માને છે. આ રહ્યાં એમાંના થોડાંક પ્રમાણે
૧ સ્વર્ગસ્થ ડા. ફલીટ જણાવે છે બીજા ભદ્રબાહુના બદલે પ્રથમ ભદ્રબાહુસ્વામીને શ્રવણબેલગોલ જવાની જે વાત થાય છે તે બેટી છે, તથા મૌર્ય ચંદ્રગુપ્ત અને દીક્ષા લેનાર ગુપ્તિગુપ્ત એ બને વ્યકિતઓ ભિન્ન ભિન્ન છે.
૨ ડા. ધૂમન માને છે કે દિગંબર કથા ગ્રંથોમાં દક્ષિણમાં જનાર જે ભદ્રબાહુ વર્ણવ્યા છે તે બીજા ભદ્રબાહુ સ્વામી છે. તેઓ વીર નિ. સં. ૨૩૦માં થયેલ છે. એટલે ભય ચંદ્રગુપ્તની દીક્ષા સપ્રમાણ સિદ્ધ થઈ શકતી નથી.
(ઓકસફર્ડ હિસ્ટરિ ઓફ ઈન્ડિયા પૃ. ૭૫,૭૬, વીર, વર્ષ ૪ અંક ૧) ૩ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા અને ઇતિહાસ મિ. બી. લુઈસરાઇસ લખે છે કે ચંદ્રગુપ્ત જૈન હતા એમાં કશી શકી નથી. દિગંબર ગ્રંથમાં પ્રથમ ચંદ્રગુપ્તને પરિચય આપી પુનઃ બીજો ચંદ્રગુપ્ત કુણાલને પુત્ર બતાવે એ ગડબડ છે. આ બીજા ચંદ્રગુપ્તને ભદ્રબાહુસ્વામી સાથે મેળ સાધવામાં આવ્યો છે એ પણ કઠણ સમસ્યા છે.
(મૌર્ય સામાન્ય કા ઈતિહાસ, પૃ૦ ૪૨૪) ૪ સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ” પૃ. ૪૨૨ થી ૪૨૫માં જુદાં જુદા પ્રમાણે આપી સાબિત કરે છે કે–સમ્રાટ્ર ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી એ વાત માની શકાય એવી નથી.’
૭ અયોધ્યાપ્રસાદ ગોયલજીએ તે જ ગ્રંથમાં પ. ૧૩૪માં કલિકાલ સર્વજ્ઞ શ્રી. હેમચંદ્રસૂરિ તાબર હોવાથી ચંદ્રગુપ્તની દીક્ષા માનતા નથી એમ આક્ષેપ કર્યો છે. આ વાતમાં વાસ્તવિક શું છે તે હું ઉપર જણાવી ગયો છું. તે ઉપરથી તેમને આ આક્ષેપ નિર્મૂળ કરે છે. જે તેઓ ઉપરના સત્યને સમજશે, દિગંબર વિદ્વાનોના તદ્વિષયક વિસંવાદે વિચારશે અને સાંપ્રદાયિકતાના ચમા ઉતારી શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિને ઉપયોગ કરશે તે હેમચંદ્રસૂરિજીતી માન્યતા સ્વીકારતાં તેમને વાર નહીં લાગે.
૮ ઈ. સ. પૂર્વે ૩૨૫માં સિંકદરની ભારત પર ચઢાઈ અને ઈ. સ. પૂર્વે ૩૨૨માં ચંદ્રગુપ્તને મગધના સિંહાસન પર અભિષેક, આ બને તિથિએ ભારતના પ્રાચીન ઈતિહાસમાં કકસ સ્વરૂપે માનવામાં આવે છે.
(મૌર્ય સામ્રાવકા ઇતિહાસ પૃ૦ ૩૬) જ્યારે ભદ્રબાહુસ્વામી તેની પહેલાં થઈ ગયા છે.
www.jainelibrary.
For Private & Personal Use Only
Jain Education International